SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ] [શારદા શિરામણ રાહુ નડે છે પણ હું તે માનું છું કે મિથ્યાત્વ જેવું કઈ નડતર નથી. જેનું મિથ્યાત્વ ગયું તેનું બધું ગયું. મિથ્યાત્વ જીવને બધી મુંઝવણ કરાવે છે. કેઈને કેન્સરનું દર્દ થાય અને ન મટે તો તે આ ભવ પૂરતું છે. દેહના નાશે એને નાશ થવાનો છે પણ મિથ્યાત્વને સડો તે બીજા ભાગમાં સાથે રહે છે. તે અનંતકાળથી ભવભવથી ભેગું આવ્યું છે. કેન્સરના દર્દીને નાબૂદ કરવાની જડીબુટ્ટી હજુ સુધી કોઈ શોધી શકયું નથી પણ મિથ્યાત્વના મહાગને નાશ કરવાની જડીબુટ્ટી મહાપુરૂષોએ શોધી છે. તમારે દર્દ મટાડવું હોય તે ડોકટરને પૈસા આપે તે દવા વગેરે ટ્રીટમેન્ટ કરે, તેમ મહામિથ્યાત્વનું જે ઓપરેશન કરવું છે, એ દર્દને મૂળમાંથી નાબૂદ કરવું છે તો તું સાત પ્રકૃત્તિઓ ઉપર વિજય મેળવ. પિટમાં ગાંઠ થઈ છે તે ખૂચે છે તે ઓપરેશન કરાવે છૂટકે કરશે તેમ મિથ્યાત્વની ગાંઠ ખૂંચે તે કાઢવા પ્રયત્ન કરશે. જે ભણે આત્માનું ભણતર, તેને નથી નડતું સંસારનું નડતર, જેણે કયું શ્રદ્ધાનું ચણતર, તેણે કર્યું જીવનનું સાચું ઘડતર.” જે આત્મજ્ઞાનનું ભણતર ભણે છે અને જીવનમાં સાચી શ્રદ્ધાનું ચણતર કરે છે તેને પછી મિથ્યાત્વનું નડતર નડતું નથી. તે જીવનનું સાચું ઘડતર કરી શકે છે પણ હજુ શ્રદ્ધાના ઠેકાણા કયાં છે? શ્રદ્ધામાં ડગમગ છે. તમારે ઘરનું ઘર ન હોય, ઓફીસ પોતાની ન હોય તે મનમાં ડંખે છે. કયારે હું મારું કરીશ? આજે મુંબઈમાં ૨૫-૩૦ લાખના ફલેટ થઈ ગયા. કંઈક વાર એવું બને છે કે કેટલી હશે, ઉમંગે ફલેટ લીધા. લઈને હજુ રહેવા ગયા નથી ત્યાં રવાના થઈ જાય છે. મહેલ ચણવ્યા સાત માળના, મુહુત લીધું વાસ્તુ તણું, મુહુર્તા પહેલા મોત આવે, હવેલીઓ શા કામની... ફલેટમાં રહેવા જતાં પહેલા કાળરાજા રવાના કરી દે પછી આ બંગલા અને ઓફિસે શા કામની? માટે સમજે. જીવનમાં એટલે નિર્ણય કર્યો કે આ ભવમાં સમક્તિ પામ્યા વિના તે જવું નથી. સમકિત આવે નહિ અને મિથ્યાત્વ જાય નહિ ત્યાં સુધી મેક્ષ મળે નહિ विरया सावज्जाओ, कसाय हीणा महव्ययधरावि । सम्मदिट्ठी विहोणा, कयावि मुक्ख न पावंति ॥ સર્વ સાવદ્યથી વિર હોય, કોધાદિ કષા મંદ હેય, પંચ મહાવ્રત રૂપ બાહ્ય ચારિત્રથી સહિત હોય તે પણ સમક્તિ રહિત એટલે મિથ્યાત્વી કોઈ કાળે પણ મેક્ષ પામે નહિ. જેમ નિષ્ણાત વૈદની આજ્ઞાથી વિપરીત રીતે સ્વેચ્છાએ લીધેલું ઊંચામાં ઊંચું રસાયણ પણ બિમારી હટાવવામાં લાભદાયક થતું નથી. તેમ ૧૮ દોષ રહિત અરિહંત પ્રભુ રૂપી ભાવ વૈદે ફરમાવેલ આજ્ઞાથી વિપરીત રીતે કરાતી પાપ પ્રવૃત્તિને ત્યાગ, બાહ્ય ચારિત્રવાળી આત્મદશા તે મિથ્યાત્વ રૂપ હેવાથી અઢાર દોષ રૂપ ભાવ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy