SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિામણિ ] ગુરૂ કંચન, કામિનીના ત્યાગી છે. હું તેા તેમની સેવા કરવાના છું. આ પાગલખાનામાં આવવાના નથી. નવ વર્ષના ખાળકમાં કેટલેા વૈરાગ્ય છે! એકવાર તેઓ ભરૂચથી વિહાર કરી એક ઝાડ નીચે આરામ લેવા બેઠા. ત્યાંથી યેાતિષીના જાણકાર એક યતિ નીકળ્યા. તેમણે આ સ્વામીના પગલાં પડેલાં જોયાં. તે પરથી ચાલનારની ઉત્તમતા પિછાણી. તેઓ તેમની પાછળ ગયા, અને મુનિને જોઈને પૂછ્યું-આ લઘુમુનિ શે અભ્યાસ કરે છે શાસ્ત્રના અભ્યાસ કર્યાં, હવે સ`સ્કૃતનો અભ્યાસ કરવા ઈચ્છે છે. હું તેમને ભણાવવા આવીશ. આ શિષ્ય ભવિષ્યમાં મહાપુરૂષ થશે. તેમણે ન્યાય, સંસ્કૃત, પ્રાકૃતનુ' સુદર જ્ઞાન મેળવ્યું. તે જૈનશાસનમાં સૂર્યની માફક ઝળકી ઊઠયા. તેમણે જૈનશાસનને ખૂબ રાશન કર્યુ છે. તેમના જીવનમાં સમતા, નિરભિમાનતા અને નિમમત્વપણું આ ત્રણ ગુણેા મડ઼ાન હતા. છેલ્લે ત્રણ દિવસને સથારો કરી ૧૯૭૦ ના શ્રાવણ વદ એકમના દિવસે રાત્રે તેમના જીવન દીપક બૂઝાઈ ગયા. તેમની આજે જૈનશાસનમાં માટી ખાટ પડી છે. આવા હીરલા ને વીરલા જેવા આત્માએ જૈનશાસનમાં અહુ વિરલ હાય છે. આજે પુણ્યતિથિના દિવસે સૌ કોઈ સારા વ્રતપ્રત્યાખ્યાન કરશો તે સાચી શ્રદ્ધાંજલી આપી કહેવાય. વધુ અવસરે. શ્રાવણ વદ ૩ ને શનિવાર: વ્યાખ્યાન ન. ૩૨ ૨૦૦ : તા. ૩-૮-૮૫ અનત જ્ઞાની, જિનેશ્વર ભગવડતાએ આપણી સામે આગમના ગહન ભાવે રજૂ કર્યાં છે. આપણા ચાલુ અધિકારમાં માનદ ગાથાપિત પેાતાના મેાભા પ્રમાણે ખરાખર વ્યવસ્થિત રીતે તૈયાર થઈને ભગવાનના દર્શીને જવા તૈયાર થયા. દર્શન કરવા જવું છે પણ તેમનેા ઉલ્લાસ, અવણુ નીયમકથનીય હતા. પુણીયા શ્રાવકે સામાયિક કરી અને તમે પણ સામાયિક કરેા છે, છતાં ફરક કયાં છે ? ભાવમાં, ઉલ્લાસમાં. મગધના અધિપતિ હાલીચાલીને તેની પાસે એક સામાયિકનું ફળ લેવા ગયા. એ સામાન્ય કહેવાય ! પુણીયાની રાજની આવક માત્ર આઠ આના હતી. મગધ નરેશે એક સામાયિકનું ફળ માંગ્યુ. ત્યારે પુણીયા શ્રાવક કહે છે અહેા ! હે, મગધાધિપતિ ! આજે મારા મહાન અહાભાગ્ય છે કે આજે મારા જેવા ગરીબની ઝૂંપડીએ આપ પધાર્યાં ! આપ જે વસ્તુની માંગણી કરે છે. તે હું કેવી રીતે આપી શકું ? સાંભળેા. આપ અમારા રાજા છે. અમે તમારી પ્રજા છીએ. આપ ગામના માલિક છે. ધારે તે કરી શકે છે. આપ સત્તાધીશ છે. આપ ધારો તે અમને જેલમાં પૂરી શકા, ધારો તેા દેશની હદ બહાર કાઢી શકે. અમને ગુનેગાર ગણીને જેલમાં પૂરી શકે અને વેચવા હોય તે વેચી શકે અને ધારા તે રાજ્ય પણ આપી શકે. આ બધી તમારી સત્તા શરીર પર, પુદૂગલ પર ચાલી શકે પશુ આત્મા ઉપર ચાલી ન શકે. આપ જે સામાયિકની માંગણી કરવા આવ્યા છે તે સામાયિક આત્માના ઘરની છે. પુદ્ગલના ઘરની નથી. જે આત્માના ઘરની ચીજ હાય તેને હું કેવી રીતે આપી શકું ? એનાં મૂલ્ય ના થાય, પછી મૂલ્ય લઉં કેવી રીતે ?
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy