SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૬ ] [ શારદા શિરોમણિ ફળ ભેગવવા પડશે. અહીં કોઈ ગુનામાં પકડાઈ જશે તે લાંચ આપીને જામીન પર છૂટી શકશો પણ કર્મરાજાની કોર્ટમાં કેઈ વકીલ કે બેરીસ્ટર કેઈનું નહિ ચાલે. ત્યાં લાંચ રૂશ્વત પણ નહિ ચાલે. પિતે કરેલાં પાપ પિતાને ભોગવ્યા વિના છૂટકે નથી. આનંદ ગાથાપતિ ભગવાનના દર્શન કરવા જવા તૈયાર થયા. દર્શન કરવા જતાં ઉરમાં ઉલ્લાસ છે, અંતરમાં આનંદ છે, ભાવનાની ભરતી છે અને હૈયાને હર્ષ છે. હવે કેવી રીતે તે દર્શન કરવા જશે તેના ભાવ અવસરે. - જૈનશાસનના તિર્ધર એવા પૂ. અજરામરજી મહારાજ સાહેબની પુણ્યતિથિને પવિત્ર દિવસ છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રમાં જામનગર પાસે પઠાણા ગામમાં પિતા માણેકચંદ અને માતા કંકુબાઈના ઘેર સંવત ૧૮૦૯ માં થયો હતો. માતાપિતાને આ એક જ દીક હતા. તેઓ પાંચ વર્ષના થયા ત્યારે તેમના પિતા સ્વર્ગવાસ પામ્યા. માતાએ આ દીકરાને ધર્મના ખૂબ સંસ્કાર આપ્યા. એક વાર આ અજરામર કહે છે બા! મારા બાપુજી કયાં ગયા ? ત્યારે માતાએ કહ્યું, તારા પિતા તે સ્વર્ગે ગયા છે, પણ હવે આપણું જગતપિતા પ્રભુ મહાવીર સ્વામી છે. એમને પિતા કરવાથી કયારે આપણને એમને વિયોગ ન થાય. આ રીતે માતા પુત્રને વૈરાગ્યના સંસ્કાર રેડે છે. માતાના મનમાં એમ કે જે આ બાળકને દીક્ષાના ભાવ થાય તે હું પણ એની સાથે સંસાર છેડી દઉં. નવ વર્ષની ઉંમરમાં તે સંસ્કાર ખીલી ઊઠયા. તે સમયે ગંડલમાં પૂ. કાનજી મહારાજ તથા પૂ. હીરાજી મહારાજ વિચરી રહ્યા હતા. તેમની પાસે આવીને માતાએ પોતાના મનના મર જણાવ્યા. ગુરૂજીએ અજરામરની પરીક્ષા કરી, તેમાં તે ઉત્તીર્ણ થયા. એટલે મહારાજે આગાહી કરી કે તે જૈનશાસનને દીપાવશે. સંપ્રદાયના દિવાકર બનશે. તે દિવસે માતાએ કહ્યું, ગુરૂદેવ ! મારા પુત્રને હું આજથી આપના શરણે સોંપું છું. આપ એનો ઉદ્ધાર કરજે. પછી આ છોકરે ત્યાં રહીને ગુરૂદેવની પાસે અભ્યાસ કરવા લાગ્યો. રોજ તેઓ એકએક શ્રાવકના ઘેર વારાફરતી જમે છે. તેઓશ્રી એક વાર જમવા જતા હતા ત્યારે હવેલીમાં બેઠેલા ગોંસાઈજીની દ્રષ્ટિ તેમના પર પડી. સુક્ષ્મદષ્ટિએ તેમના ઉત્તમ ગુણો અને બુદ્ધિની ચાલાકી પિછાણી લીધી. તેમને પિતાની પાસે બેલાવ્યા અને પૂછયું–તમે કયાંના છે? કેમ આવ્યા છો? કયાં જઈ રહ્યા છે? ત્યારે અજરામરે કહ્યું, હું અહીં જૈન મહાત્મા પાસે અભ્યાસ કરું છું. આ રીતે બે ત્રણ વાર બોલાવ્યા ને પછી કહ્યું : છોકરા! જૈનની દીક્ષા તે બહુ કઠણ છે. ખુલ્લા પગે ચાલવાનું, ટાઢ તડકામાં ફરવાનું, આહાર પાણી માટે ભીખ માંગતા ફરવાનું, એક પાઈ પણ પાસે રાખવાની નહિ. તેના કરતાં તું અહીં દીક્ષા લે તે હું તને ભણાવીશ, ગણાવીશ અને મારી ગાદીએ બેસાડીશ. આ બધી સંપત્તિ, તમામ વૈભવ, લાખની સંપત્તિ પણ તારી થશે. ત્યારે આ બાળકે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે લાખે, કોડે રૂપિયા હોય કે ચક્રવતીની રાજધાની હોય તે પણ મારા મનને લલચાવી શકશે નહિં રત્નચિંતામણી જે સંયમ ધર્મ મળ્યા પછી હવે મને બીજી કઈ ઈચ્છા નથી. મારા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy