SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ ] [ શારદા શિરેમણિ તેમની સામાયિક સમજણ સહિત આત્માના ઉલાસથી કરેલી હતી. તેમની એક સામાયિક અનંતા કર્મોની ભેખડો તેડી નાંખે. તમે બધા જ સામાયિક કરે છે, છે આ ઉલાસ? ભાવનામાં ભરતી લાવે, જાગૃતિ જીવનમાં લાવે, અવસર આ અણુમેલો છે, વધાવી લે (૨) રીઝાવે (૨) તમે તમારા ચૈતન્ય દેવને. સંસારમાં પત્નીને, પરિવારને, વેપારીને, કુટુંબી-સ્વજને બધાને રીઝવ્યા. બધાને રીઝવતા પાપના પિોટલા બાંધ્યા. હવે એક આતમદેવને રીઝવે. આતમદેવને રીઝવવા આનંદ ગાથાપતિ કુટુંબ પરિવારને સાથે લઈને ભગવાનના દર્શને જાય છે. હવે તેમનું લક્ષ્યબિંદુ, તેમને ઉદ્દેશ એક જ છે, જલદી માટે ભગવાનના દર્શન કરવાં છે. કયારે ભગવાન પાસે પહોંચું અને ભગવાનના દર્શન કર્યું. દર્શનના ઉદ્દેશથી તેઓ ઘરની બહાર નીકળ્યા. અહીં જ્ઞાની ભગવંત આપણને એ સમજાવે છે કે આ સુંદર માનવજીવન મળ્યા પછી જીવનનો ઉદ્દેશ શું છે તેને વિચાર કરજે. જેણે જીવનને ઉદ્દેશ નક્કી કર્યું તેના જીવનમાં જાગૃતિ આવી જાય છે. દુકાન પર કે પેઢી પર બેઠેલા વેપારીને ઉદેશ શું હોય છે? કમાવાને. તે દુકાને કેઈની સાથે વાત કરવા, ગપ્પા મારવા કે બાળ રમવા નથી બેસતા. કદાચ તે કઈક ઘરાક આવે તે તેને રવાના કરી દે. મેટી સંશોધનશાળાઓમાં અભ્યાસ કરનારને ઉદ્દેશ નક્કી છે. તે ભારે ખંતથી સંશોધનમાં રપ રહે છે. રેગી માણસને ઉદ્દેશ નિરગી થવાનું છે તેથી દવા, ઉપચાર, પથ્યાપથ્ય વિગેરેની વિચારણામાં મશગુલ રહે છે. કેર્ટમાં કેસ લડનારને ઉદ્દેશને પાકો ખ્યાલ છે. તે ચારે બાજુથી સાક્ષી-પૂરાવા ભેગા કરવા અને ન્યાયાધીશને ખાત્રી થાય એ માટે શું શું કહેવું એ વિચારમાં મસ્ત હોય છે. સ્કૂલમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી પ્રથમ નંબરે પાસ થવાના ઉદ્દેશથી તનતોડ મહેનત કરે છે. દુનિયામાં આવા તે કાંઈક દાખલા છે. એક પાળેલા કૂતરાને પણ માલિકને ખુશ કરવાનો ઉદેશ હોય છે, તે એ માટે એ બરાબર ખબરદાર રહે છે. એક લેખકે એક પુસ્તકમાં લખ્યું છે કે કુદરત તમને દર નવી પ્રભાતે ૨૪ કલાકની ભેટ ધરે છે. એમાં એ પૂછતી પણ નથી કે અત્યાર સુધીમાં ભેટ કરેલા કલાકોને તમે સદુપયોગ કર્યો કે દુરૂપયોગ કર્યો? દુરૂપયોગ કર્યો હોય કે વ્યર્થ જ વેડફી નાંખ્યા હોય તે હવે તમને નવી ભેટ નહિ મળે એવું પણ કહેતી નથી. એ તે એટલી બધી ઉદાર છે કે રેજ નવા ૨૪ કલાકની ભેટ આપવા તૈયાર રહે છે, પણ અફસોસ એટલે છે કે માનવીએ પોતાના જીવનને કેઈ ઉદેશ હજુ નક્કી કર્યો નથી. તેથી એ ૨૪ કલાકમાંથી કેટલાયે કલાક એમ જ વેડફી નાંખે છે. દુકાનેથી જમવા ઘેર આવ્યા, રસેઈ થવાની કલાકની વાર છે તે એ કલાકમાં શું કરશે ? એ કલાક એમ જ જવાનો ને ? તમે સ્ટેશને ગયા. ગાડી ઉપડવાની કલાકની વાર છે અથવા ગાડી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy