________________
શારદા શિરેમણિ ]
[ ૧૮૧ જ્ઞાનીએ કહ્યું છે ૨૨ જણા સાથે વાદ ન કર. (૧) ધનવંત સાથે (૨) બળવંત (૩) ઘણું પરિવાર (૪) તપસ્વી (૫) હલકા માસ (૬) અહંકારી (૭) ગુરૂ (૮) સ્થિવર (૯) ચોર (૧૦) જુગારી (૧૧) ક્રોધી (૧૨) જુઠાબેલા (૧૩) કુસંગી (૧૪) રાજા (૧૫) શીત લેશ્યાવાળા (૧૬) તેજુ લેશ્યાવાળા (૧૭) મોઢે મીઠાબોલા (૧૮) દાનેશ્રી (૧૯) જ્ઞાની (૨૦) ગણકા (૨૧) બાળક (૨૨) રોગી સાથે.
પુણ્યસારે કાંઈ જવાબ ન આવે એટલે કહે છે તમને આટલું અભિમાન છે તો કેમ બોલતા નથી? તમારી પંડીતાઈ આટલી જ ને ? જવાબ દેવાની તાકાત હોય તો મારા પ્રશ્નોના ઉત્તર આપો ને ! ત્યારે પુયસારે કહ્યું–તમારી સાથે વાદવિવાદ કરવામાં શો સાર ? વાદ ડાહ્યા માણસ સાથે થાય, સરખે સરખા સાથે થાય. ગમે તેમ તોય સ્ત્રીની બુદ્ધિ તો પાનીએ ! આખર તો તમે એક પુરૂષની દાસી બનવાના ને ! દહીંનું વલેણું કરીએ તો માખણ નીકળે પણ પાણીના વલેણામાંથી શું મળે? કાંઈ નહિ, માટે મારે તમારી સાથે વાદ કરે નથી. રત્નસુંદરી તો બગડી. શું તું મને દાસી બનાવવા માગે છે? તે તું એ વાતમાં ખાંડ ખાજે. અરે, સ્ત્રી ગમે તેવી હોંશિયાર હોય તે પણ એના લગ્ન થાય એટલે એ પતિની દાસી ગણાશે. તો યાદ રાખજે કે હું બીજાને પરણીશ પણ તને તે નહિ પરણું. રત્નસુંદરીએ ગમે તેમ બેલવા માંડયું. એટલે પુણ્યસારને પિત્તો ગયે..
જે તુજ એવું અભિમાન છે, તે તુજને કરું મુજ રાણી, લાલા જે હું નિશ્ચયે નર ખરો, તે ઉતારું તુજ પાણી. તને એટલું બધું અભિમાન છે તે હવે હું તને પરણીશ. તું મારી રાહ જોઈને બેસી રહેજે. તને પરણશે મારા પગની જુત્તી. જુત્તી શું પરણે! હું તો તને જ પરણીશ અને તને મારી દાસી બનાવીશ, અને પાણી ઉતારીને બતાવી દઈશ. રત્નસુંદરી કહેપ્રીત પરાણે થતી નથી, તે પછી પરણવાની વાત ક્યાં? આ સુંદરી ગુસ્સામાં તુંકારા કરવા લાગી. પુણ્યસારે કહ્યું-તું જોઈ લેજે કે તું મને પરણે છે કે નહિ? હું તને બતાવી દઈશ કે હું કંઈક છું. બંને વટમાં આવી ગયા. આ બંને વચ્ચે તે મેટો ઝગડે થઈ ગયો. એક ડાહ્યો છેક આવીને કહેવા લાગ્યો. પુણ્યસાર ! આવી બેટી માથાકૂટ શા માટે કરો છો ? આપ છૂટા પડી જાવ. ગુરૂદેવ જાણશે તે શું કહેશે ? પુણ્યસાર ત્યાંથી છૂટો પડી ગયો. તેના મનમાં એ ખટકારો થયે કે બસ, હવે હું તેને પરણીને બતાવી દઉં ! હવે ત્યાં શું બનશે તે અવસરે. શ્રાવણ સુદ ૬ ને મંગળવાર વ્યાખ્યાન નં-૨૨ તા. ૨૩-૭-૮૫
રાગદ્વેષના વિજેતા, મોક્ષમાર્ગના પ્રણેતા, જૈનશાસનના નેતા એવા ભગવાન ફરમાવે છે.
સમાવિમાન લંકાર, નારાણ ગાણ !
ના નાવિદ ૬, પુરો વિલંમા પા | ઉત્ત. અ. ૩. ગા. ૨