SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ] [ શારદા શિરેમણિ ૧૦૫ થાય એટલે વેચી નાંખજે. જેવી રટણા હોય તેવું યાદ આવે છે. રાત્રે સૂતા હોય તે સ્વપ્ના પણ વેપારના આવે. એક વેપારીએ રાતમાં સ્વપ્નામાં સૂતા સૂતા કામળી ફાડી નાંખી. સ્વપ્નામાં એ જોયું કે વેપારી માલ લેવા આવ્યા છે. તેને કાપડ ફાડી આપું છું. એ રટણામાં પિતાની કામળી ફાડી નાંખી. સવારે ઉઠયા ત્યારે ખબર પડી. અરરર...આ શું કર્યું? તમારા ધંધાના સંસ્કાર તો જુઓ! પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પ્રગટ થયા વિના રહેતા નથી. જીવનમાં પરમાર્થના કાર્યો શરૂ કર્યા પછી તે તેની પરંપરા એવી ચાલશે કે મૃત્યુની અનંતી વેદનામાં સૂતા હશે તે પણ બીજાને પરમાર્થના કાર્યો કરવાની ભલામણ કરશે. આ પિષ્ય પિષણને ગુણ આવે તે સમજવું કે હું માર્ગાનુસારીના પગથીયે ચઢવ્યો છું. આ ગુણ બીજને પ્રિય બનાવશે અને આત્માની સમાધિ અપાવશે. આનંદ ગાથાપતિ અને શિવાનંદાનું જીવન ભગવાનને ભેટો થતાં સ્ફટિક જેવું નિર્મળ બની જશે. વધુ ભાવ અવસરે. ચરિત્ર: “રત્નસુંદરીને રૂપને ગર્વ : પુસાર ગુરૂકૂળમાં ભણે છે. ત્યાં નગરશેઠની દીકરી રત્નસુંદરી પણ ભણવા આવે છે. તેને રૂપનું, ધનનું, જ્ઞાનનું ખૂબ અભિમાન હતું. પુસાર ખૂબ નમ્ર છે. પુણ્યસારને નીચો પાડવા માટે આ રત્નસુંદરી તેની પાસે આવીને ગમે તેમ બોલવા લાગી છતાં પુણ્યસાર કાંઈ ન બોલ્યા એક દિવસ રત્નસુંદરી પુયસારની સાથે વાદે ચઢી તેણે પહેલે પ્રશ્ન એ કર્યો કે હે પુણ્યસાર ! રૂપ અને સૌંદર્યમાં તફાવત શો? એ બંનેમાં મહત્વ નું વધારે? તેને રૂપનું અભિમાન છે. એટલે પ્રશ્ન કેવો ? પુણ્યસારને થયું કે આની સાથે વાત કરવા જેવી નથી, પણ એ મને પૂછે છે એટલે જવાબ તો આપ પડે ને? પુણ્યસારે કહ્યું-રૂપ કરતાં સૌંદર્યનું મહત્વ વધારે છે. તો તમે રૂપ કોને કહો છો અને સૌંદર્ય કેને કહો છે ? જે મનમાં વિકાર પેદા કરાવે, દેહના રોમાંચને ભડકાવે અને આત્માને અધઃપતનના રસ્તે લઈ જાય તે રૂપે છે, અને જે આત્માનો વિકાસ કરાવે તે સૌંદર્ય. તમે મને શેમાં ગણે છે? રૂપમાં કે સૌદર્યમાં? આગળ વાત થઈ ગઈ કે રૂ૫ વિકાર પિદા કરાવે અને અધઃપતનના રસ્તે લઈ જાય એટલે પૂછે છે. પુણ્યસાર કહેતું રૂપમાં છે. તે મારું રૂપ જોઈને તમે ઉંચા નીચા થઈ જતા હશે? ના..... જરાય નડુિં, હું કાંઈ પાગલ નથી કે તારા રૂપમાં ગાંડો બનું. તારા જેવા તે કંઈક રૂપને મેં પગ નીચે ચગદી નાખ્યા છે. પુયસારના આ શબ્દોથી રત્નસુંદરીને પોતાનું હડહડતું અપમાન થતું લાગ્યું. તે કહે છે તમે મને શું કહેવા માંગો છો? પુણ્યસારે કહ્યું–તમારું અભિમાન કાઢી નાંખે. અભિમાન કેઈન ટક્યા નથી ને ટકવાના નથી. તે દિવસે તો રત્નસુંદરી કાંઈ બોલ્યા વગર ચાલી ગઈ પણ મનમાં ગાંઠ વાળી કે હવે પુયસારને હરાવું ત્યારે મારું નામ રેનસુંદરી. અઠવાડિયું ભણવા ન આવી, પછી આવી. રત્નસુંદરી પુણ્યસારને કહે છે કે જગતમાં પહેલા પુરૂષ ઉત્પન્ન થયે કે સ્ત્રી ઉત્પન્ન થઈ ? આત્માની ઉત્પત્તિ ક્યારથી થઈ ? આવા ૧૦ પ્રશ્નો કર્યા. પુયસાર કોઈ બે નહિ તે સમજતા હતા કે આની સાથે વાદવિવાદ કરવામાં કાંઈ સાર નથી.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy