SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ] [ ૧૭૯ રાતના ઓફીસે સૂવા જાય છે અને હું અને મારી દેરાણી સાથે સૂઈ જઈએ છીએ. આ સાંભળતાં અશોકની આંખમાંથી દડદડ આંસુ પડયા. પિતાના મિત્ર અને મિત્ર પત્નીના આ અભૂત પરિવર્તનથી તેનું દિલ હચમચી ગયું. તે તરત રમેશ અને તેની પત્નીના પગમાં પડે. ભાભી ! આપ મને એવા આશીર્વાદ આપો કે મારા જીવનમાં કર્તવ્યપાલનને આ પ્રસંગ આવે ત્યારે મારામાં આપના જેવું સત્ય પ્રગટે. તે દિવસથી અશોકનું જીવન પણ સુધરી ગયું. કેવી અદ્ભૂત બોધદાયક વાત છે! બીજાની સમાધિ ખાતર પિતાના જીવનની તમામ વાસનાઓનું બલિદાન આપવા સુધીની તૈયારી રાખનારા વિરલાએ આ જગતમાં હજુ છે. સ્થિતિસંપન્ન માણસો જે આ પિષ્ય–પષણના ગુણને જીવનમાં અપનાવે તો અત્યારે ચારે બાજુ દેખાતી અનેક પ્રકારની વિષમતાઓ સ્વાભાવિક રીતે દૂર થઈ જાય. ઓ ગુણને આત્મસાત કરવા માટે સરળ ઉપાય એ છે કે અત્યાર સુધી આપણી જીવનપદ્ધતિ સ્વકેન્દ્રિત હતી. મને બીજા કેટલા ઉપયોગી થઈ શકે છે એ વિચાર હતા. તેના બદલે હું બીજાને કેટલે ઉપયોગી થઈ શકું છું ! આ વિચારને જીવનમાં અપનાવી લઈ એ તે પરમાર્થના કાર્યો વધુ ને વધુ થતાં રહે. પિષ્ય પિષણ ગુણના પાલનમાં એક વાત ખાસ યાદ રાખજે કે જેના ભરણપોષણની જવાબદારી તમારા માથે છે ત્યારે હું આ લેકે પર અહેસાન કરી રહ્યો છું, તેવા ભાવ ન આવે તે લક્ષ રાખજો. પિષ્ય પિષણ ગુણને આત્મસાત કરવાની જનાવરના ભવમાં આવી કઈ તક નથી. જનાવર પાસે આવે કેઈ વિવેક નથી. એટલે તેની પાસે કઈ લાંબી અપેક્ષા રખાય નહિ. કીડી તેના મુખમાં સાકરનો કણિયો લઈને જતી હોય, રસ્તામાં તેને બીજી કીડીઓ મળે તો પિ ભૂખી રહીને એમને પિતાનો સાકરનો કર્યો આપી દેતી નથી. જ્યારે માનવ પાસે તો વિવેક દષ્ટિ છે. પિતે જાતે ભૂખ્યા રહીને પણ બીજાને જમાડે. તેમાં તેને આનંદ હોય. જાતે પ્રતિકૂળતા વેઠીને પણ બીજાને અનુકૂળતા કરી આપે, સમાધિ દાન દ્વારા મને સમાધિ મળશે એમ તે જાણે છે. એટલા માટે તેના જીવનમાં રહેલી અનેક આત્માઓને સમાધિ આપવાની તાકાત આ પિષ્પષણ ગુણના પાલનમાં ખીલી ઉઠે છે. એક વાર જે પરમાર્થ કરવાની ટેવ પડી જાય, બીજાને સહાયક થવાની વૃત્તિ જે જીવનમાં પ્રગટી જાય તે પછી તેના જીવનમાં અસમાધિ થવાની શક્યતા ખાસ રહેતી નથી. જે મળેલી સંપત્તિને પોતાના માટે સલામત રાખવાની ભાવના હોય અને બીજાને સહાયક થવાની ભાવના ન હોય તો સમાધિ ટકવી મુશ્કેલ છે. અતિ સંગ્રહ કરવાના કુસંસ્કાર શારીરિક અશાતા થઈ હોય તે ત્યાં પણ અસમાધિ ઉભી કરી દે છે. એક વખત એક વેપારીને તાવ આવ્યો. તાવ ઉતરતો નથી. એટલે તેની પત્ની ડોકટરને બોલાવી લાવી. ડેકટરે આવીને તાવ મા. ડોકટરના મુખ ઉપરથી તે ભાઈની પત્નીએ અનુમાન કર્યું કે તાવ વધારે હોય એવું લાગે છે. એટલે પત્ની પૂછે છે કેટલે તાવ છે? ડોકટરે કહ્યું, ૧૦૪ ડીગ્રી તાવ છે. આ સાંભળતા પેલે વેપારી શું કહે છે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy