SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ] | શારદા શિરામણ ગયા. પેલા લેાભી માણસ દાટીને સૂઈ ગયા કે તરત તેણે ત્યાં જઈને ખાડા ખોદીને સેનાની ઈંટો લઈ લીધી અને તે જગાએ માટીની ઇંટો મૂકી દીધી. બીજે દિવસે જોયુ તે સેાનાના બદલે માટીની ઈટ જોઈ. પાક મૂકીને રડવા લાગ્યેા. પાડોશી કહે-રડીને શુ કરવાનું ? તમારે વાપરવુ` હતુ` નહિ. રોજ જોતાં ને રાજ મૂક્યાં હતા. તે ગયું તે પણ શું? તમારી મમતા પણ એછી નથી. રાજનેટના ખ`ડલ ગોા. અમારી એના પાસે ગમે તેટલા સેટ હેાય તેા પહેરશે તે એક જ ને ! બાકીના મૂકી રાખવાના ને જોવાના. આસક્તિ જીવને કમ અ`ધાવે છે. સુભૂમ ચક્રવતીની તૃષ્ણા પૂરી ન થઈ. તેને મનમાં થયું કે બધા ચક્રવતી એએ છ ખ'ડ સાધ્યા. હુ· સાતમા ખંડ સાધુ' તે વિશેષ કર્યું કહેવાય. તેને છ ખંડ આછા પડયા કે સાતમા ખંડ મેળવવા ગયા. મેળવવા જતાં જ સમુદ્રમાં વચ્ચે મેતને ઘાટ ઉતરી ગયા અને સાતમી નરકમાં રવાના થઈ ગયા. ન છ ખાંડની રિદ્ધિ ભાગવી શકયા કે ન તે સાતમા ખંડ મેળવી શકયા. મમતા અને મૂર્છા તેમને નરકમાં લઈ ગઈ. પર પદાર્થાની મમતા ઘટાડો અને આત્મા તરફ વળેા. આત્માની પિછાણુ કરો. આત્માને ઓળખવાની તક મળી છે. ન જેએ આત્માને આળખવાના છે એવા આનંદ ગાથાપતિની વાત ચાલે છે. જેમણે સ’સાર છેડયા એવા ત્યાગી સ`તાના તા સિદ્ધાંતમાં ગુણ ગવાયા છે પણ અહી તા આનંદ શ્રાવકના પણ ગુણ ગાયા છે. તેમને કુટુંબ, પત્ની, પુત્ર, પરિવાર માલ-મિલ્કત બધું હતું, છતાં સિદ્ધાંતમાં તેમના નંબર કેમ લાગ્યા ? તેમને આરાધનાનું મેળવણુ મળ્યું હતુ. એને ઉપયેગ તેમણે કેવા કર્યાં? પાંચ ઇન્દ્રિયા અને મન ઉપર કેટલી બ્રેક મારી તેા આરાધનાના મેળવણુથી સાધના રૂપી દહી' મેળવી લીધું. તે વાત પછી આવશે. પૂ. ચંદનબાઈ મ. એ ૩૧ ઉપવાસ કર્યાં. તેમણે આહાર સંજ્ઞા ઉપર બ્રેક મારી, તે। આટલી મહાન સાધના કરી શકયા. કોઈ પણ કાર્ય માં બ્રેક માર્યા સિવાય સિદ્ધિ ન થાય. એક ન્યાયથી સમજાવુ. તમારા ચાલુ જમાનાની વાત કરીએ. તમે ગાડી લઈ ને રસ્તા પરથી જઈ રહ્યા છે. ગાડી પુર ઝડપે જઈ રહી છે. ઘરવાળા બધા તેમાં બેઠા છે. ગાડી ચલાવનાર ડ્રાઈવર ખૂબ કાબેલ અને હાંશિયાર છે. ગમે તેટલા માણસેાની ભીડ હેાય છતાં તેમાંથી સાચવીને મોટર લઈ જતા કે જેથી અકસ્માત એકસીડન્ટ થવાના ભય ન રહે. ગાડી ઝડપથી જઈ રહી છે. આજે તમારું જીવન પણ ઝડપી થઈ ગયુ` છે. બધે ઝડપી, ઝડપી ને ઝડપી. જો તમારી પાસે ખનખનીયા હોય તે અમદાવાદ જવુ હોય તેા પણ પ્લેનમાં જાવ ગાડીમાં ન જાવ, કારણ કે જલ્દી જવુ' છે. ટાઈમ ખચાવવા છે. તમે ટાઈમ તા આળખા છે. પણ કયાં ? સ’સારમાં. સ'સારના ભાગેામાં અને સ'સારના કાર્યોંમાં, મેટરના ડ્રાઈવર ખૂબ કુશળતાથી ગાડી ચલાવી રહ્યો છે. ગાડી ફૂલ સ્પીડમાં જઈ રહી છે. ડ્રાઇવર ખાજુમાં બેઠેલા મિત્ર સાથે વાતચીત કરી રહ્યો છે. ભલે વાત કરતા હોય પણ ગાડી ચલાવવામાં ખૂબ ચતુર છે એટલે વાંધા ન આવે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy