SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮] [ શારદા શિરમણિ સરકારે તમને તે દેશ છોડવા માટેનું ફરમાન કર્યું. થોડા વર્ષો પહેલાં રંગુન અને બર્મામાંથી સરકારે બધાને કાઢી મૂક્યા. પાકિસ્તાનના લોકો નાસી ભાગીને અહીં આવ્યા. જ્યારે રંગુનમાંથી બધાને કાળ્યા ત્યારે સરકારે કઈ ચીજ સાથે લેવા દીધી નહિ. પ્રજાને બધું મૂકીને આવવું પડયું. તમે કમાવા માટે બીજા દેશમાં ગયા. ત્યાં તમારી પણ આ દશા થઈ પણ એટલું સારું કે માલ મિલ્કત તમને સાથે લાવવા દીધી. તમને કાઢી મૂક્યા છતાં સંતોષ શું માનો? બર્મામાંથી ભાગેલાને કોઈ સાથે લેવા દીધું ન હતું. ત્યારે અમને હાથે પગે તો નથી કાઢયા ને? સંપત્તિ તે સાથે લેવા દીધી છે ને? તેમજ પત્ની, પુત્ર, પરિવાર બધા ક્ષેમકુશળ તે આવ્યા ને? અહીં આવ્યા પછી હજુ વેપાર ધંધો કરવાનું કંઈ ઠેકાણું પડયું નથી. આ દેશની ભાષા આવડતી નથી. ઘઉં થઈ શકે એવું નથી. હવે શું કરવાનું? કમાઈને જે મૂડી લાવ્યા છે તેમાંથી બેઠા બેઠા ખાવાનું અને એમાં આનંદ માનવાને, પણ મૂડી ખલાસ થાય એટલે ? બીજે જવું પડે. આ ન્યાયથી આપણે સમજીએ આ મનુષ્ય ભવમાં કમાવા માટે આવ્યા. અહીં આવીને ધર્મારાધના, સત્ય, સદાચારની સારી કમાણી કરી, અનંતાનુબંધી ચોકડી અને દશન મોહનીયની ત્રણ-આ સાત પ્રકૃત્તિઓનો ક્ષય, ઉપશમ કે ક્ષયપશમ કરી સમકિતરત્નની પ્રાપ્તિ કરી. હજુ કર્મો ઘણાં બાકી છે. સંસારમાં ભમવાનો કાળ બાકી છે, તેથી આ ભવમાંથી સીધા મોક્ષમાં ન ગયા. મદ્રાસ, કલકત્તા આદિ દૂર દેશમાં જવું છે. ટ્રેઈનમાં બે ત્રણ દિવસનો રસ્તો છે. જયાં મોટા સ્ટેશન આવે ત્યાં ગાડી ભાય. ત્યાં તમે ખાવું પીવું, બીજી જે જરૂર હોય તે વસ્તુ લઈ લે પણ તમારું લક્ષ તો તમારે જે સ્થળે જવું છે તે હોય. તેમ આપણી ટ્રેઈન ઉપડી છે. આપણું લક્ષ મિક્ષમાં જવાનું છે. ત્યાં પહોંચતા પહેલા વચ્ચે દેવલેકનું સ્ટેશન આવ્યું. દેશમાં જતાં ગાડી બદલવાની થાય તો એક ગાડી બદલીને બીજી ગાડીમાં બેસો. ગાડી બદલી એટલે ત્યાં રહી જાવ નહિ તેમ મોક્ષ જતાં વચ્ચે દેવલેક આવ્યું. દેવલોકમાં ભૌતિક સંપત્તિ ઘણું મળે પણ સમકિતી જીવ તેમાં લલચાય નહિ. ત્યાંના વૈભે એને આકર્ષી શકે નહિ. કારણ કે તે સમજે છે કે આ તે મક્ષ જતા વચ્ચે વિસામે છે. મારું લક્ષ તો મોક્ષનું છે. તમને દેશમાંથી કાઢી મૂક્યા પછી બીજા દેશમાં જાવ ત્યારે મેળવેલી મૂડીથી જલસા ઉંડા, નવી કમાણી કાંઈ કરે નહિ તે છેવટે એ મૂડી એક દિવસ ખલાસ થઈ જવાની તેમ પુણ્યની મૂડી ભેગી કરીને દેવકમાં ગયા. ત્યાં સંપત્તિ, વૈભવ અને ભેગવિષયના સુખમાં પડી ગયા તે મૂડી બધી ખલાસ. પછી? ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને પહેલું બીજુ દેવલેક એ પ૧ જાતિના દેવતા ત્યાંથી ચવીને પાંચ દંડકમાં જાય. પાંચ દંડક કયા? તમને ખબર છે ? બોલે, તો ખરા, ૫૧ જાતિના દેવે પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય અને તિર્યંચ આ પાંચ દંડકમાં જાય. જીવ દેવલોકમાં જાય એટલે પતી ગયું. દેવકને દુર્ગતિ કહેવાનું એક કારણ તો એ છે કે ફિલ્હીષી, પરમાધામમાં જન્મ થાય તે અપેક્ષાએ દેવગતિને દુર્ગતિ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy