SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [ ૧૪૭ હેય તે અમને આજ્ઞા કરજો. અમે જરૂરથી તેનું પાલન કરીશું. આપ અમારા આ લાલને સંભાળજે. પુણ્યસાર કહે – બા, બાપુજી! આપ મારી ચિંતા ન કરશો. હું સારી રીતે ગુરૂકુળમાં રહીશ ને ભણીશ. માબાપ ઘેર ગયા. પુસાર ત્યાં રહે છે. હવે શું બનશે તે અવસરે. શ્રાવણ સુદ ૨ ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૧૮ : તા. ૧૯-૭-૮૫ શાસનના શણગાર, અવનીના અણુગાર, દર્શનના દિવાકર જિનેશ્વર ભગવંતે ભવ્ય જેના ઉદ્ધાર માટે આગમ રૂપ વાણીનું નિરૂપણ કર્યું. નંદી સૂત્રમાં બતાવ્યું છે. इच्चेइयं दुवालसगं गणिपिडगं न कयाई नासी न कयाई नत्थि न कयाई न भविस्सइ भुविं ૨ મારું ય મ ય યુવે નિરણ નાના, અવઘિ નિ ! આ દ્વાદશાંગ રૂપ ગણિપિટક કયારે ન હતું એવું નથી. નહિ હોય એમ પણું નથી. અત્યારે પણ છે એટલે કે ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. તે ધ્રુવ, નિત્ય, શાશ્વત, અક્ષય, અવસ્થિત અને નિત્ય છે. શાસ્ત્રમાં શિષ્ય પ્રશ્ન કર્યો છે નામ રોગ તં વFડ્યું, વેળrછું હોવું જો છેલ્લા ” હું એવું શું કાર્ય કરું, શે પુરૂષાર્થ કરું, કેવું જીવન જીવું કે જેથી મારે આત્મા દુર્ગતિમાં ન જાય? આ પ્રશ્ન કયારે ઉઠે ? અંતરમાં આવા ભાવ કયારે જાગે? જેને આંખ સામે દુર્ગતિના દુઃખો દેખાતા હોય તેને એમ થાય કે હવે મારે દુર્ગતિમાં જવું નથી. ભવની પરંપરા રાખવી નથી. ચાર રે ગતિના ફેરા હવે નથી ફરવા માટે, કરે છે કાયમનો વસવાટ પંચમલોકમાં આત્માને ખટકારો થાય કે હવે મારે ચાર ગતિના ફેરા ફરવા નથી. કયારે આ ચતુર્ગતિના બંધન તેડીને પંચમ ગતિમાં વાસ કરું? આંખમાં તણખલું પડયું હોય તે તે ખટકે છે. પગમાં કાંટો વાગ્યો હોય તે તે ખટકે છે. દાંતમાં કે દાઢમાં કાંઈ ફસાઈ ગયું હોય તે ખટકે છે, અને આખો દિવસ જીભ ત્યાં ને ત્યાં જાય છે. આ બધે અટકારો થયો છે પણ એ ખટકારો થયો છે કે હે પ્રભુ ! મારી દુર્ગતિ ન થાય તે માટે હું શું કરું ? આ પ્રશ્ન આત્મામાં કયારે ઉઠે? ચૌગતિના ફેરા દુઃખમય દેખાય ત્યારે આ પ્રશ્ન થાય. ગતિ ચાર છે. નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ. એક અપેક્ષાએ બે ગતિ સારી છે. દેવગતિ અને મનુષ્યગતિ. નરકગતિ અને તિર્યંચગતિ ખરાબ છે. જ્ઞાનદષ્ટિથી જોશું તે ચારે ગતિ દુઃખમય છે. ઠાણુગ સૂત્રમાં ચાર પ્રકારની દુર્ગતિએ કહેલી છે. ચત્તાહિ દુરાગો ઈત્તાગો તૈક ને ય દુરા, તિત્વિ કળા ટુળ મજુસ સુધારૂ. સેવ ટુમા |રયિક દુર્ગતિ, તિર્યંચ નિ દુર્ગતિ, મનુષ્ય દુર્ગતિ અને દેવ દુર્ગતિ. તમને થાય કે નરકગતિ અને તિર્યંચગતિ તે દુઃખરૂપ છે પણ દેવગતિ અને મનુષ્ય ગતિને દુર્ગતિ શા માટે કહી હશે? માની કે તમે એક વેપારી છે. વધુ કમાવા માટે એક દેશ છોડી બીજા દેશમાં ગયા. ત્યાં તમારે ભાગ્યસિતારે ખૂબ ચમક્યો અને ઘણું કમાયા પછી ત્યાંથી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy