SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [ ૧૪૯ કહી છે. બીજી રીતે સમજીએ. દેવલેકમાં આત્મકમાણીની નવી મૂડી ભેગી થતી નથી. તેમજ ત્યાંના સુખમાં જીવ આસક્ત બને તે પહેલા બીજા દેવલોકના દેવે પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ફેકાઈ જાય છે. તે સ્થાવર છે. જેના બે ભેદ છે. ત્રસ અને સ્થાવર. જીવ ઘણું પાપ કરે ત્યારે સ્થાવરમાં જાય. એકેન્દ્રિયના જીવને ગમે તેટલું દુઃખ પડે, તેને કઈ કાપે, છેદે, બાળે, મારે, છતાં તે અને ત્યાંથી ખસવાને અધિકાર નથી. તમારે બધાને હવે સ્થાવરમાં જવું નથી ને? માટે જીવનમાં પ્રમાદ ન આવે તેની ખૂબ સાવધાની રાખે. પ્રમાદ એટલે પરમાં આનંદ માન. પરમાં જગતના તમામ પદાર્થો આવી ગયા. અરે, આ શરીર પણ પર છે. શરીર પર રાગ રાખે તે પ્રમાદ. માસખમનું પર આવી રહ્યું છે. અમે કહીએ કે ભાઈ! તપશ્ચર્યા કરવાના સુંદર દિવસો આવ્યા છે. તે કહે કે મારું શરીર સારું રહેતું નથી. આ કેને રાગ થયા ? શરીરને. શરીર એ પર છે. કેઈ કહે માસખમણ તે ઝૂકાવી દઉં પણ પછી દોઢ મહિનો ધંધો ન કરી શકું. આ કોનો રાગ થયો? પર. ધંધાને. જ્ઞાની કહે છે હવે તું સમજ. પહેલા, બીજા દેવલેકના દેવ પૃથ્વી, પાણી, વનસ્પતિમાં જાય છે, શા માટે ! ત્યાં હીરા, રત્ન, માણેક આદિમાં આસક્ત બને એટલે દેવ જેવા દેવ પૃથ્વીમાં, પાણીમાં અને વનસ્પતિમાં ચાલ્યા જાય છે. તિર્યંચમાં જાય તો પણ એવી છાપ મારી નથી કે હાથી ઘોડા જ થાય થાય. દેવલોક એટલે શું ? કમાવા ગયેલા દેશમાંથી કાઢી મૂકે. બીજા દેશમાં આવીને મૂડીમાંથી જલસા ઉડાવે પણ કમાણે નવી કરી નથી તે પછી શું ? શિષ્ય ગુરૂને પ્રશ્ન કર્યો કે અહે! ગુરૂ ભગવંત! હું એવું કયું કાર્ય કર્યું કે જેથી મારે દુર્ગતિમાં ન જવું પડે. તે માટે મને માર્ગ બતાવે. ગુરૂદેવ કહે છે હે શિષ્ય ! તારે દુર્ગતિમાં ન જવું હોય તો તું પરમાંથી સ્વમાં આવ. પરભાવ અને પરદષ્ટિ છેડ. આ શરીર પણ પર છે. worોડ નથિ વોટ્ટા. મારે આત્મા શાશ્વત છે. બાકી બીજું મારું કોઈ નથી. આ સૂત્ર ઘણીવાર બોલવા પૂરતું હોય છે. વાણમાં શૂરા પણ વર્તનમાં નથી. મારો આત્મા દેહથી જુદો છે. શરીરને અને આત્માને કાંઈ લાગતું વળગતું નથી. કાઉસગ્ન કર્યો હોય તે સમયે કીડી કે મંકોડે ચેટ તો ઉંચાનીચા થઈ જાવ. જ્યારે અંતર્યામિ આત્માનું લક્ષ આવી જાય ત્યારે પરમાં પ્રીતિ નહિ રહે. પૈસા, પત્ની, પરિવાર કઈ પ્રત્યે મારાપણું નહિ રહે. બંધુઓ ! વિચારે કે આ બધું અહીં જ રહેવાનું છે. એક રૂપક કહું. એક ભાઈનો આત્મા સંસારના પદાર્થો પ્રત્યે નિલેપ હતો. તેને ચેતનદેવ જાગતો હતો. પૈસા, પરિવાર, પુત્ર, પત્ની મારા છે કે નહિ તેની ખાત્રી કરવાનું મન થયું. તેણે તિજોરીમાંથી પૈસાને ઢગલે કર્યો. પછી તેને પૂછયું કે લક્ષ્મીદેવી! તમને મેળવવા મેં કેટલા કાવાદાવા, કૂડકપટ, અન્યાય, અનીતિ કર્યા ! તારા માટે ભૂખ, તરસ, ઠંડી, ગરમી બધું વેઠયું! દાન કરતાં પણ સંકેચવૃત્તિ રાખી. લોકેની શરમે બે પૈસા વાપરવા પડ્યા હશે તે વાપર્યા. તે હે પૈસા ! હું અહિંથી જ્યારે જાઉં ત્યારે તું મને સાથ-સહકાર -
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy