SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૬ શારદા શિરમણિ ] આનંદ ગાથાપતિ મેઢીભૂત હતા. કુટુંબને અને ગામની જનતાને આધારભૂત હતા. જયાં બે ફાંટા પડયા હોય ત્યાં એ સોયનું કામ કરીને સુલેહ કરાવતા. સંઘમાં, સમાજમાં, કે કુટુંબમાં જે બે ભાગ પાડવાનું કામ કરે તે સંસાર વધારે છે. અને સાંધવાનું કામ કરે છે તે પુણ્યના ભાથા બાંધે છે. આનંદ પૂર્વ જન્મમાં સુકૃત કરીને પુણ્ય લઈને આવ્યા છે અને આ ભવમાં પણ જબ્બર પુણ્યના ગંજ એકઠા કરે છે. દરેકને સુખ, સંપ શાતા ગમે છે પણું કાર્ય અશાતા મળે તેવા કરીએ છીએ. અશાતા વેદનીય કર્મ કેટલા પ્રકારે બાંધે છે? પરદુઃખણિયાએ-બીજાને દુઃખ આપવું, પરસેણિયાએ બીજાને શોક કરાવે, પરગુરણિયાએ–બીજાને ગુરણા કરાવવી. પરીણિયાએ–પરને આંસુ પડાવવા, પરપટ્ટણિયાએ બીજાને પીટાવવું મારવું, પર પરિતાવણિયાએ-બીજાને પરિતાપના આપવી. બહુણું, પાણાણું, ભૂયાણું, જીવાણું, સત્તાણું દુઃખણિયાએ–બહુ પ્રાણ-ભૂત, જીવ, સને દુઃખ આપવું–સોણિયાએ–શેક કરે, ગુરણિયાએ-ઝરવું, ટીપણિયાએ ટપક ટપક આંસુ પાડવા, પીટ્ટણિયાએ–પીટવું પરિતાવણિયાએ—પરિતાપના કરવી. આ બાર પ્રકારે જીવ અશાતા વેદનીય કર્મ બાંધે છે. બધાને ગમે શું? અશાતા કે શાતા? શાતા વેદનીય ગમે છે પણ કર્તવ્યો કેવા છે.? માનવી છે પુણ્યના ફળ અને રાત દિવસ દેટ છે પાપ તરફ. હિસાબ મૂકવાની જરૂર છે. મારું મન અન્ય જીવોના ભલાના, હિતના વિચાર કરે છે કે અહિતના વિચાર કરે છે? મારા વચનથી અને કાયાથી મેં શું કર્યું છે? વચનથી કટુ વચન બોલીને કેઈના પ્રાણ તો દુભાવ્યા નથી ને ! કાયાથી જેને શાતા ઉપજાવી છે કે અશાતા ઉપજાવી છે! જૈન દશને માત્ર કાયાથી જીવને મારવામાં હિંસા છે એટલું જ નહિ પણ તેના ૧૦ પ્રાણોમાંથી કેઈ પણ પ્રાણુની હિંસા કરીએ તે પણ હિંસા માની છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીને ૧૦ પ્રાણ હોય છે તેમાંથી કોઈ પણ પ્રાણોની હિંસા કરી તો તે હિંસામાં ગણાય. માટે જ્ઞાની કહે છે કે ભાષા ઉપગ રાખીને બેલવી. दिटुंडं मिथं असंदिद्ध, पडिपुण्णं वियं जियं ।। મયંવરમગુશ્વિનુંમા નિરિ ગઈ | દશ. અ. ૮. ગા. ૪૯ આત્મજ્ઞાની સાધક સાક્ષાત્ દેખાતી, પરિમિત, સંદેહરહિત, પૂર્વાપર સંબંધ સહિત, સ્પષ્ટ અર્થવાળી, ચાલુ વિષયને પ્રતિપાદન કરવાવાળી, માધ્યસ્થ ભાવથી બોલાતી, કેઈને ઉદ્વેગ ન થાય તેવી ભાષા બોલે. વળી ભગવાને કહ્યું, હે સાધક ! સત્ય ભાષા હોય છતાં અપ્રિય અને સામાને દુઃખ ઉત્પન્ન કરતી હોય તે તેવી સત્ય ભાષા પણું ન બોલીશ. ત્યાં મૌન રહેશે. તેમજ સેળ પ્રકારની સાવધકારી ભાષા પણ બોલીશ નહિ. જે ભાષા બેલવાથી પાપનું આવગમન થતું હોય તે ભાષા બોલવી નહિ. અનેક પુણ્યના ફળસ્વરૂપ જીભ મળી છે. ભગવાને સાધકને માટે ભાષા પર ખૂબ પ્રતિબંધ મૂક્યો છે. બીજુ મહાવ્રત-સત્ય બોલવું, ક્રોધથી, ભયથી, લેભથી, હાંસીથી અસત્ય બોલવું નહિ. આ સાધનાની દોરીમાં પહેલી ગાંઠ છે. પાંચ સમિતિમાં બીજી ભાષા સમિતિ છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy