SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [૧૨૫ પરાકોને ભવ્ય ઇતિહાસ આપણી સામે છે. એ મહાપુરૂષને માત્ર પગમાં કાંટા જ નહોતા વાગ્યા પણું મસ્તકે સગડી મૂકાણી, ઘાણીમાં પીલાણા. તડબૂચની જેમ જીવતા ચામડી ઉતરી, કાયા ભયંકર સેળસેળ રોગોથી ઘેરાઈ ગઈ. આવા ભયંકર ઝંઝાવાથી પ્રતિકૂળતાના પવન વચ્ચે પણ આ પવિત્ર પુરૂષોની સાધનાની નાવ અખંડ રહી હતી કારણ કે મનના સઢને ફેરવવાની કળા તેઓએ હસ્તગત કરી લીધી હતી. આપણે પણ એ પવિત્ર પુરૂષોના વારસદાર છીએ. તો શું એ કળાને હસ્તગત કરવી આપણા માટે કઠીન છે ! જરાસી પ્રતિકૂળતા આવે અને ચિત્તમાં સંકલેશો પેદા થવા લાગે ત્યારે જેમના જીવનમાં ચારે બાજુ પ્રતિકૂળતા આવવા છતાં જેમણે સમાધિ અખંડ જાળવી રાખેલી છે તેવા મહાન સાધક આત્માઓને યાદ કરે, અને મનને સમજાવે કે આ મહાત્માઓ જે સમાધિ જાળવી શક્યા છે તે તારે પણ સમાધિ રાખે છૂટકે છે. જો આવું થશે તે “હાય” ની જગાએ “હાશ” ને અનુભવ થશે. આ રીતે જે મનના સઢને ફેરવશું તે તે જીવન નાવ ડૂબી જશે નહિ પણ અવશ્ય તરશે. કુ ખેદનારને સીડી નીચે લઈ જાય અને મકાન બાંધનારને ઉપર લઈ જાય. બસ, આ રીતે મનને ઉપયોગ નીચે જવામાં નહિ પણ ઉપર લઈ જવામાં કરીએ તો આ મનુષ્યભવ મળ્યાની સાચી સાર્થકતા છે. જેને માનવજીવનની સાર્થકતા સમજાઈ છે એવા આનંદ ગાથા પતિ ન્યાયી, સૌના વિશ્વાસપાત્ર, સાચા સલાહકાર અને ધીરગંભીર હતા. એટલું જ નહિ પણ કુટુંબમાં મૈત્રી પૂજાનું મારે સારુંai રજવું મેઢીમા મેઢીભૂત હતા. ખેતરના ખળામાં ઘઉં જવ વગેરે નાંખ્યા હોય તેમાંથી અનાજના દાણા છૂટા કરવાને માટે એક ખાડો ખોદી તેમાં એક લાકડાને થોભે રેપે છે. તેની ચારે બાજુએ એકસાથે ખળામાંથી દાણા છૂટા પાડવા માટે બળદ ફર્યા કરે છે એ ખાંભાને “મેઢી' કહે છે. બળદ વગેરે એ વખતે એ ખાંભાને આધારે ફર્યા કરે છે. જે એ ખાંભે ન હોય તે બળદ ગમે ત્યાં ચાલ્યા જાય. આનંદ ગાથાપતિ પિતાના કુટુંબના મેઢી–મધ્યસ્થ સ્થંભ જેવા હતા. અર્થાત કુટુંબના આધારભૂત હતા. અને વ્યવસ્થાપક તે જ હતા. લેકેના પણ આશ્રયરૂપ હતા. આ તે આનંદની વાત થઈ. આપણે પણ મેઢીભૂત બનવું છે. પુલ અને સોય જેવા બનવું છે પણ કાતર જેવા નથી બનવું. પુલ નદીના બે કિનારાને જોડે છે, સોય છે ટુકડાને સાંધે છે. એક વાર કાતર અને સેય વચ્ચે સંવાદ થયો. કાતર સોયને કહે છે તું બહુ નાની છે ને હું તે મોટી છું. (દરજીની કાતર તો ખૂબ મોટી હોય છે, છતાં તારું સ્થાન દરજીના માથે ટોપીમાં છે. દરજી સીવતો હોય ને કોઈ કામ માટે ઉઠે તે સાય ટોપીમાં ભરાવી દે. તારું સ્થાન ઉંચું છે. માથે ટોપીમાં ભરાવે છે. અને મને તો પગ નીચે મૂકે છે. તું આટલી નાની ક્યાં તારું માન ને મારું માન કેમ નહીં ! સેય કહે સાંભળ! તું જ્યાં જાય ત્યાં બે ભાગ કરે છે એટલે દરજી તને પગ નીચે દબાવીને રાખે છે કે રખે ને તે ન વેતરવાનું વેતરી નાંખશે. જ્યારે હું તે વેતરેલાને સરખું કરું છું સમજીને ! .
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy