SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ [ શારદા શિરેમણિ ૧૨૭ ] આ બીજી ગાંઠ છે. અને ત્રણ ગુપ્તિમાં એક વચનગુપ્તિ એ ત્રીજી ગાંઠ છે. આપણે કઈ પણ વસ્તુને દોરાથી બાંધીએ ત્યારે પહેલી ગાંઠ પર વિશ્વાસ ન રહે કે કદાચ ખુલી જાય તો તેથી બીજી ગાંઠ મારીએ છીએ. ત્યારે મનમાં ચક્કસ થઈ જાય છે હવે દોરાની ગાંઠ ખુલી શકશે નહિ. આ રીતે ભગવાને સાધુની સાધનાને મજબૂત બનાવવા માટે બે ગાંઠો પર વિશ્વાસ ન રાખતા ત્રણ ત્રણ ગાંઠો મારી છે. સંતેને માટે અસત્ય તે શું, સત્ય પણ અપ્રિય, કઠોર, કડવી અને અહિતકારી હોય તેવી ભાષા તે ન બોલવી જોઈએ પણ નિશ્ચયકારક ભાષા પણું ન બોલવી જોઈએ. એવી ભાષા કયારેક ભયંકર અનર્થ સઈ દે છે. કઈ ગામમાં એક સંતનું ચાતુર્માસ હતું. તે સંત ખૂબ વકતૃત્વ શક્તિ ધરાવતા હતા. તેમના પ્રવચનમાં જૈને તો આવતા પણ એક જૈનેતર બાઈ રોજ આવતી. એક દિવસ સંતની દષ્ટિ તેમના પર પડી. તેમના મનમાં થયું કે આ બાઈ જૈન નથી લાગતી તેના વિધિ વિધાનમાં ફરક દેખાય છે તે જ આવે છે. એક ચિરો વ્યાખ્યાન સાંભળે છે, પણ તેનું મુખ ઉદાસ દેખાય છે, જરાય આનંદ દેખાતો નથી. એક દિવસ વ્યાખ્યાન બાદ બધા શ્રોતાઓ ગયા પછી સંતે તેને સહજ ભાવે પૂછયું-તું જ ઉદાસ કેમ લાગે છે? આ સાંભળતા તેની આંખમાં આંસુ આવી ગયા. બેનેનું હદય કેમળ હોય છે. તેનામાં દુઃખ સહન કરવાની શક્તિ અને હિંમત ઓછી હોય છે, એટલે જલદી આસુ આવી જાય. સંત કહેબેન ! રડશે નહિ. આર્તધ્યાન કરવાથી પણું કર્મબંધન થાય તે આર્તધ્યાન ન કરીશ. તને દુઃખ શું છે? દુઃખ હોય તો સમજવું કે મારા કેઈપણું ભવમાં બાંધેલા કર્મો ઉદયમાં આવ્યા છે. બેન કહે ગુરુદેવ! મારા પતિ પરદેશ ગયા છે મહિનામાં આવવાનું કહીને ગયા છે. તેમને ગયા બે–ચાર વર્ષે નહિ પણ ૧૨ વર્ષ પૂરા થવા આવ્યા છતાં હજુ સુધી આવ્યા નથી કે તેમના કેઈ સમાચાર પાનું નથી. તેથી મારું મન ઉદાસ છે. સંત કંઈક જાણતા હશે તેથી બેલી ગયા કે તારે પતિ આવતી કાલે દશ વાગે આવશે. તેને સંતના વચન પર શ્રદ્ધા અને વિશ્વાસ ખૂબ, તે ઘેર જઈને પતિના સ્વાગતની તૈયારીઓ કરવા લાગી. ઘરને સાફસૂફ કરી ચાંદની જેવું ઝગમગતું બનાવી દીધું. પતિ આવવાના હતા તે દિવસે પિતે સારા વસ્ત્રાભૂષણોથી સજજ થઈને પતિના સ્વાગતમાં જવા તૈયાર થઈ. પતિને ઘર છોડયા ૧૨ વર્ષ થયા છે. બાર વર્ષમાં મારી પત્ની ચારિત્રમાં બરાબર રહી છે કે નહિ તેની તપાસ કરું. એમ વિચારી તેમણે ગામ બહાર ઉતારે કર્યો. સામાન બહાર મૂકીને છૂપી રીતે તપાસવા ગામમાં આવ્યો. બેન ઘર બહાર પતિની રાહ જોતી ઊભી છે. સંતના કહેવા પ્રમાણે ૧૦ વાગે પતિને શેરીમાં આવતા જોયા એટલે તે સામે ગઈ. તેમને સત્કાર કર્યો. પતિના મનમાં એમ હતું કે આટલા સમયથી હું તેને મૂકીને ગયે હતો તો તેની દશા કેવી હશે ! દુઃખના કારણે તેનું મુખ કરમાયેલું અને અત્યંત ઉદાસ હશે. તેના બદલે સારા વચ્ચે દાગીનાથી શણગારેલી જોઈને તેના મનમાં શંકા થઈ. હું આવવાને છું તે તે તેને ખબર નથી. છતાં શણગાર સજીને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy