SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [ ૫૩ તે શુ તિય``ચ દાન કરી શકશે? ના. માખી દાન કરે? માખી મધ બનાવીને તૈયાર કરે તે દાન કરવા માટે નથી કરતી. એ તા માણસા આવીને પડાવી લે છે. ઘરમાંથી અઢળક કીડીએ ઊભરાય છે. ત્યાં કેટલુ'ય ભેગુ' કયુ` હોય પણ દાન માટે નહિ. તમે ઘર આગળ આંખે ઉગાડયો. પછી આંખાએ કેરીનું દાન કર્યું. ખરું ? ના. ભૂખ લાગી છે તેા આંખે કહેશે ખરો કે લેા શેઠ કેરી ખાવ. ના. એ ન કહે. દાન દેવા માટે શ્રેષ્ઠ માનવભવ મળ્યા છે. સુખના દાન કરવાનું દિલ જેવુ' મનુષ્યપણામાં બનાવી શકાય છે એવું બીજા ભવમાં નહિ, માટે મનુષ્યભવ કિંમતી છે. સુખના દાન દીધા પછી સુખની વણઝાર આત્મામાં ઉતરી આવે છે. પુણ્ય જોરદાર મને એટલે સુખની પાઠોની પાઠા ઉતરે. સદાય મનમાં એ ભાવ રાખેા કે મારે મારુ' નથી જોવુ. મારે બીજાને સુખ આપવું છે. જગતમાં કેટલા જીવા બિચારા દુઃખી છે. દુઃખની કેટલી પાકા મૂકે છે! મારા દુઃખ માટે હું ઘણા રડથો. હવે પરના દુઃખ માટે રડીશ. આ માનવભવમાં કાન મળ્યા છે તેા ખીજાના દુઃખ સાંભળવાના છે. તેમના દુઃખના આ નાદ સાંભળી એના દુઃખ દૂર કરવા પ્રયત્ન કરીશ. જો આપણી સુખસગવડને ગૌણ કરી દઈ એ ને બીજાના મુખ્ય કરીએ તે આપણા સુખના ભાગે ખીજાને સુખી કરી શકીએ. જગતમાં જે મહાપુરૂષા થયા છે તેમણે પેાતે દુ:ખ વેડીને ત્રીજાને સુખના દાન કર્યાં છે. સુઃશન શેઠ પર રાણીએ ખાટુ આળ ચઢાવ્યું. રાજાએ તેમને પૂછ્યું ત્યારે તે મૌન રહ્યા. સુદર્શન જાણે છે કે જો હું સત્ય હકીકત કહીશ તેા રાણી પર ભયંકર આફત આવે તેમ છે, તેથી મૌન રહ્યા ને પેાતાના પર શૂળીની સજા વહોરી લીધી આ કયારે બની શકે? જીવનમાં એ સમજાયુ' હોય કે બીજાને દુઃખના દાન નિહ કરવાનુ અને સુખના દાન કરવાનું દિલ આ જન્મ જેવુ' ખીજા જન્મામાં નહિ મળે. સુખના દાનનુ દિલ અનાવવા માટે શ્રેષ્ઠ ભવ માનવભવ છે. સુખ આપવાથી સુખ મળે. દુઃખ આપવાથી દુ:ખ મળે છે. આપણે વાત ચાલતી હતી કે દશ જણાએ પુરૂષાર્થ થી બેડી તેાડી અને ૯૦ જણાએ પુરૂષાર્થ ન કર્યાં. તે બીજાના ભરોસે રહ્યા તેા અંતે જંગલી જાનવરોના ૫ જામાં કાળિયા મની ગયા. તેમણે સ્વદોષ ન જોયા. ખીજાના દોષો જોયા. આપણા ભગવાન મહાવીર પ્રભુને ગાળેા દેનાર, અપમાન કે તિરસ્કાર કરનાર કોઈ નહોતુ. મળ્યું? અરે મળ્યા હતા. કાનમાં ખીલા ઠોકનાર અને બે પગના ચૂલા બનાવીને ખીર રાંધનાર પણ મળ્યા હતા, છતાં ભગવાને તેમના સામી કરડી ષ્ટિ પણ ન કરી, અને સામાને દુઃખ ન આપ્યું. એક કડવા શબ્દ પણ નથી કહ્યો. તેએ એમ જ માનતા કે મારા બાંધેલાં કર્યાં ઉદયમાં આવ્યા છે. હું કાંઈ દુઃખી નથી. જ્યારે અજ્ઞાની જીવાને કોઈ પ્રતિકૂળતા આવે, દુઃખ આવે ત્યારે તે માને છે કે આ સંસારમાં હું દુઃખી છું. આમ તેા હું ગુસ્સા નથી કરતા, પર`તુ તેણે મને ગાળ દીધી તેથી મને ગુસ્સા આવી ગયા. ગાળેા તા આપણા ભગવાન મહાવીર સ્વામીને ઘણાંએ દીધી હતી, છતાં દુઃખી નહોતા, ગાળા દેનાર પ્રત્યે જરા પણુ ગુસ્સા નહોતા કર્યાં. કોઈ કહે પૈસા નથી તેથી હું દુઃખી છું. તેા પુણીયા શ્રાવક પાસે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy