SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પર ] [ શારદા શિરેમણિ વિલાસની અંજામણુ, ગળાબૂડ મગ્નતા, સામગ્રી, સમૃદ્ધિ એટલી બધી છે કે એ એમાં જ એટલે મસ્ત છે કે એમાંથી ઊંચા ન આવે દેવકના નાટક ચેટકગીત, વાત્રોના સૂર, સરોવરમાં દેવાંગનાઓ સાથે ક્રીડા વગેરેમાં મસ્ત રહે છે. એકાંત સુખમાં ડૂબેલાઓને શા માટે વિચારવાનું હોય કે મને સુખ કેમ મળ્યું ? બીજાઓને દુઃખ કેમ મળ્યું ? વિશ્વમાં અપાર દુઃખી જેની કરૂણાભરી દશા છે. દેવેને એ કાંઈ દેખાતું નથી. એ જોવાની ફુરસદ નથી. દેવતાઈ રંગરાગમા એને સુખને એ ભારે નશો ચઢળ્યો છે તેથી ત્યાં દાન દેવા માટેનું અને બીજાને સુખી કરવા માટેનું દિલ બનાવવાની વાત ક્યાં ! કદાચ દેવે સંતને સુપાત્રદાન દેવા માટે આવે તે સંતે લે નહિ. તેને દેવેને આહાર કલ્પત નથી. વાસ્વામી મહારાજ જ્યારે બાળમુનિ હતા ત્યારની વાત છે. એક વખત તેઓ ગુરૂદેવ અને અન્ય મુનિવરો સાથે વિહાર કરી રહ્યા હતા. ભયંકર જંગલ વચ્ચે થઈને તેઓ જઈ રહ્યા છે. એ વખતે મુનિને પૂર્વભવને મિત્ર દેવ ત્યાં આવે છે. દેવતાઈ શક્તિથી તે એક છાવણી વિકવે છે. કેઈ સાર્થવાડુ જઈ રહ્યો હોય અને માર્ગમાં વિશ્રામ અને ભેજન માટે ન્યો હોય તે દેખાવ કર્યો છે. મુનિવરોને સમૂહ આગળ આવ્યો અને તેણે તંબુઓના સમૂહને જોયો. તરત જ પેલે દેવ સોદાગરના વેષમાં આવ્યા ભગવાન! આજ તે મને અપૂર્વ લાભ મળી ગયો. આપના જેવા સદ્દગુરૂઓના દર્શન થયા. વંદન કરીને વિનંતી કરે છે. ગૌચરને લાભ દેવા કૃપા કરે. તમે પણ રેજ સંતસતીજીને ગૌચરી પાણીને લાભ દેવા વિનંતી કરતા હશે. કેમ બરાબર ને ! રેજ દર્શન કરવા આવે તે પણ ઘણું છે. મહામુનિઓના પ્રભાવે જંગલ પણ મંગલ લાગે. એક વૃક્ષ નીચે મુનિમંડળી બેઠી. આવશ્યક ક્રિયાઓ પતાવી બાળમુનિ વાસ્વામીને ગૌચરી માટે જવાનું કહેવામાં આવ્યું. બાળમુનિ ગૌચરી માટે ગયા. છાવણીમાં ગયા પછી મુનિરાજ ખાદ્યપદાર્થો તરફ અને વહોરાવનાર તરફ એક ઝીણી નજર નાખે છે. નિર્દોષ ભિક્ષા મેળવવા માટે આ બધું આવશ્યક છે. બાળમુનિરાજ વયથી નાના હતા. જ્ઞાનથી નહીં. વહોરાવનારાઓની આંખો સ્થિર જોઈ એ સમજી ગયા કે, કહો ન કહો આ દેવ છે ! અને દેવને પિંડ સાધુને કહ્યું નહિ. દેવો તો આવું ભેજન કરતા જ નથી. બાળમુનિ વહોર્યા વગર ધીર ગંભીર પગલે પ્રસન્નતાપૂર્વક પાછા ફરી રહ્યા છે. ભયંકર જંગલમાં માંડ માંડ ગૌચરીનું ઠેકાણું પડયું હતું ત્યાં વળી આ શું થયું ? એ કઈ ભાવ એમના મનમાં ખૂણે-ખાંચરે પણ નહોતા. મુનિરાજની આવી અનુપમ દઢતા, આરાધક ભાવની સ્થિરતા જોઈ દેવ પ્રસન્ન પ્રસન્ન બની ગયો. ગુરૂદેવે પાછા આવેલા શિષ્યને પૂછ્યું શું થયું ? બધી વાત કરી. દેવ ત્યાં પ્રગટ થયે. મુનિના ચરણમાં નમી પડ્યો, અને કહે છે ધન્ય છે તમને! તમે નાનપણમાં સાધુપ લીધું. જ્યારે અમે મહાન સુખસંપત્તિના હવામી હોવા છતાં આપને દાન પણ દઈ શકતા નથી. દેવેને સુખને નશો ચઢયો હોવાથી બીજાને સુખનું દાન કરવા માટેનું હદય ક્યાંથી હોય?
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy