SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ [ શારદા શિરેમણિ પૈસા નહોતા છતાં એ દુઃખી નહોતા. કેઈ કહે મારું શરીર સારું નથી. શરીરમાં કઈ રેગ થયો તે કહેશે કે હું દુઃખી છું. તે સનતકુમાર ચક્રવર્તીના શરીરમાં બે ચાર નહિ પણ એકસાથે ભયંકર મોટા સોળ રોગો ઉત્પન્ન થયા છતાં તે દુઃખી નહોતા, પાનું એ દુઃખની મસ્તીમાં પેલા ૧૦૦ માણસની જેમ આનંદમાં રહ્યા, કારણ કે તે કેદીઓને ખબર હતી કે આ બેડીઓ અમારી બનાવેલી છે. તે અમારાથી છૂટશે બીજાની છૂટવાની નથી, તેમ આ સાધકેએ પણ એ જ માન્યું કે અમે અમારી જાતે જ કર્મની બેડીમાં બંધાયા છીએ. તે અમારાથી છૂટશે. કર્મો અમે કર્યા તે અમારે ભેગવવાના એમાં બીજાને શે દોષ? ૧૦ જણાએ પુરૂષાર્થ કર્યો ને બેડી તોડી તે બંધનમાંથી મુક્ત થઈ ગયા. તેમ આ આત્માઓએ જમ્બર પુરૂષાર્થ કરીને બેડીઓ તોડી તે કર્મના બંધનમાંથી મુક્ત થઈ ગયા. કોઈ વ્યક્તિ પિતાને ગાળ દે, શરીરે રેગ આવ્યો કે પૈસા નથી તેથી પિતાને દુઃખી માને છે કારણુંકે તેમણે દુઃખમાં કારણે બીજાને માન્યા છે. ૯૦ માણસેએ બીજાને દોષ જે, પ્રમાદમાં પડયા રહ્યા, પુરૂષાર્થ ન કર્યો ને માન્યું કે બીજા મારી બેડીઓ તડશે તે કે તેમની બેડી તેડી શકયું નહિ. એ તો જેણે બનાવી હોય તે તોડી શકે. પરિણામે બેડીઓ તૂટી નહિ ને જંગલી હિંસક પશુના મુખમાં સપડાઈ ગયા. જ્યારે આ ભ્રમણ તૂટશે કે દુઃખમાં કારણ બીજા છે, ત્યારે દુઃખથી મુક્ત થઈશું. જેને ક્યારેય ગાળ સાંભળવી પડી નથી, જેને ક્યારેય પૈસાને અભાવ થયે નથી, શરીરમાં રોગ આવ્યું નથી, તેવા લેકે કયાં સુખી છે ? જેમ આત્મા દુઃખમાં બીજાને કારણ માને છે તેમ સુખમાં પણ બીજાને કારણે માને છે, મને સુખ બીજા પાસેથી મળશે. આ બ્રમણાથી સુખની સામગ્રી મેળવવા ચારે બાજુ દોડી રહ્યો છે. તે માટે પુરૂષાર્થ કરી રહ્યો છે. કેઈના આધારે રહેવાથી દુઃખ ટાળવાનું નથી ને સુખ મળવાનું નથી. મારું શરીર સારું રહે, દુબળું ન પડે તે માટે તપ કરતાં અટકી ગયા. મિષ્ટાન્ન આદિનો ત્યાગ પણ ન કર્યો. પરિષહો સહવામાં કાયર બની ગયા. ત્યાં સુખનું કારણ શરીર માન્યું પણું શરીરના સુખ મેળવવા જતાં આત્મા કેટલી નુકસાનીમાં ઉતરી ગયો તે ક્યાં ખબર છે? બેડીઓ તેડવાને બદલે વધુ ને વધુ મજબૂત બનતી ગઈ, માટે યાદ રાખે, ભગવાનના સિદ્ધાંતને હૃદયમાં અંકિત કરો. પેલી બેડીઓ બનાવનાર લુહારે પિતે હતા તેમ આત્મા પર પડેલી કર્મની બેડીઓના સર્જનહાર પણ આપણે છીએ. પિતાની બનાવેલી બેડીએ પિતે તોડી શક્યા અને તેમાંથી મુક્તિ મેળવી શક્યા તેમ કર્મની બેડીઓને આપણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપના પુરૂષાર્થથી તોડી શકીશું, અને તેમાંથી મુક્તિ મેળવી શકીશું. એ આપણા હાથની વાત છે. જ્ઞાનના આ ક્રાંતિકારી સંદેશને આપણે બરાબર સમજી લઈએ તે પેલા ૧૦ લુહારે જેમ સવાર પડતાં બેડીઓ તેડીને મુક્ત બની ગયા તેમ આપણે પણે ધારીએ તે મુક્ત બની જઈએ. પિતાની બેડીઓ તેડવાનું બીજાને કહેનારા લુહારે જેમ મરણને શરણ થયા તેમ આપણે પણ આ બેટી બ્રમણાથી અનંતકાળ સુધી જન્મમરણની ચકક્કીમાં પિસાયા કરશું.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy