________________
૮૮૮
શાશ્તા રે સતીઓના કલંક ઉતરી ગયા છે, અને તેમના જીવન, રસ્તાની માફક વધુ પ્રકાશિત બન્યા છે. શુભા, તારા મા-આપના કુળ સામું તે જે. ઉત્તમ કુળની કન્યા અને ઉત્તમ કુળની પુત્રવધૂ છે. તું ધર્મ કર્મ બધું જાણે છે. આદર્શ માતા પિતાના આદર્શ સંસ્કાર તારામાં છે. તેને વધુ શું કહું ! મને આજ સુધી આશા હતી કે તું અમારી વાતને માનીશ. તું સીધા રાહે આવી જઈશ. શરૂઆતમાં તે બધું નવું નવું લાગે એટલે તને લજા આવે, પણ તમારા લગ્ન થયાને મહિનાઓ થયા, છતાં તારા અને કિશોર વચ્ચે જે અડીખમ દિવાલ પડી છે તેને તેડવા માટે તે જરાપણ મહેનત કરી નથી. તને કાંઈ થતું નહિ હોય, પણ આ પિતાનું હૃદય તે રાત-દિવસ બળી રહ્યું છે. હવે મારાથી આ દુઃખ સહન થતું નથી, તેથી મેં મારા હૈયાની વરાળ તારી પાસે કાઢી છે. હવે તારે સમજવું જોઈએ. દુ:ખના વિષમ ઘૂંટડાને પી જઈને તું કિશોરને અપનાવી લે. મારો દીકરે જે ખાનદાન કુળને ન હોત તે તારો કયારને ત્યાગ કરી દીધું હતું, તારું નામ પણ સાંભળતા નહિ. તું કિશોરને પ્રેમથી સ્વીકાર કરીશ, તેની પાસે જતી રહીશ તે તેને અડધે રોગ મટી જશે. હજુ શેઠ શુભાને કેવી રીતે સમજાવશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં -૧૦૧ કારતક સુદ ૧૧ ને શનિવાર
તા. ૭-૧૧-૮૧ અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવતેએ ભવ્ય અને તરવા માટે સિદ્ધાંત રૂ૫ વાણીની પ્રરૂપણુ કરી. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનનો અધિકાર ચાલે છે. નમિરાજર્ષિ અને વિપ્રના રૂપમાં આવેલા ઈન્દ્ર વચ્ચે પ્રશ્નોની છણાવટ થઈ રહી છે. ઈન્દ્ર પ્રશ્નો પૂછયા અને વૈરાગ્ય રંગમાં રમતા રાજર્ષિએ જવાબ પણ વિરાગ્યમય આપ્યા. છેલ્લે નમિરાજે કહ્યું કે હે વિપ્ર! જ્યાં સંસાર છે ત્યાં કષાય છે. કષાયોના શમન વિના, અને ઈન્દ્રિયના દમન વિના આત્માની શાંતિ, ચિત્તની પ્રસન્નતા અને આત્માની પવિત્રતા પ્રાપ્ત થતી નથી. ધર્મારાધનામાં સ્થિરતા આવતી નથી. કષાયમાં ક્રોધ એ તે આત્માને ભયંકર શત્રુ છે. ક્રોધ એ કાતિલ કરવત છે. તે દ્વારા પોતે જ મરે છે ને બીજાને મારે છે. આત્માને દુર્ગતિના દ્વારે ધકેલી દે છે, જીવનને દુઃખી કરે છે, મનને કલુષિત કરે છે ને શરીરની બરબાદી કરે છે. વર્ષોની તપશ્ચર્યા અને સંયમને પણ ક્રોધ નાશ કરે છે. એક ચિત્રકારે બાર બાર વર્ષની મહેનત પછી આબેહૂબ સાક્ષાત્ જીવંત હોય તેવું ચિત્ર બનાવ્યું. તે ચિત્ર પર કેઈ શાહીને ભરેલો ખડિયો ઢોળી નાંખે તે તે ચિત્ર ક્ષણવારમાં નાશ પામે છે તેવી રીતે થોડા સમયને ક્રોધ કેડ વર્ષના સંયમને નાશ કરે છે. "
ક્રોધ પછી બીજો નંબર માનને આવે છે. ગુજરાતી બારાખડીમાં હું જે કઈ વાંકે શબ્દ નથી. હું જ્યાં ને ત્યાં વંકાય છે. જે ઝાડ તાડ કે નાળિયેરી જેવાં ઊંચા હોય છે તેની કેઈને છાયા મળતી નથી. નાના અને નમેલા વૃક્ષોની શીતળ છાયા મળે છે,