________________
શારદા રત્ન
قان
| મારો રાજકુમાર જેવો દેવને પણ ઝખ પાડે એ દીકરો તારા સ્પર્શથી કેઢી બની ગયો. મારો દીકરો તને કેટલો ચાહે છે; તારા સિવાય કેઈની પાસે સેવા કરાવવાની પણ ના પાડે છે. અરે શું કહું! એ તે એટલે સુધી કહે છે કે મારા પ્રાણ જાય તે ભલે જાય પણ શુભા સિવાય કેઈની પાસે સેવા નહિ કરાવું. તારી યાદમાં એનું અંતર બળી રહ્યું છે, છતાં તમે એના સામું પણ જોતા નથી. તમે તમારી દીકરીને પ્રેમથી ટૂંકા નામથી બેલા છે તેમ શેઠ પણ પ્રેમ બતાવવા શુભમતિને શુભા કહીને બેલાવે છે. શુભા! અમને તે અમારા જીવનમાં નવદંપતીને આનંદ કિલ્લોલ કરતા જોવાની આશા હતી, પણ અમારી આશા ઠગારી નીવડી. ચિંતાથી તમારું શરીર સૂકાય છે. હું પણ ચિંતામાં ખાતોપીતો નથી, છતાં તમને ચિંતાથી મુક્ત થવા મન થતું નથી ?
તું તારા પતિ કિશોરના સામું જે અને તેને બેલાવ તે બધાની ચિંતા દૂર થાય. હું તે રાત દિવસ પ્રભુને એ જ પ્રાર્થના કરું છું કે આપ બંનેના મન એક થઈ જાય. તું એને પ્રેમથી સ્વીકાર કર. કિશોરની બાબતમાં આટલી બધી બેદરકાર રહેવાનું શું કારણ? તે તું મને કહે. કિશોર ભયંકર દર્દથી પીડાય છે, છતાં તારા દિલમાં જરાપણું અનુકંપા કે કરૂણા નથી ! સ્ત્રીનું હદય તે પુષ્પ જેવું કેમળ હોય છે. કિશોરની પીડાથી તારૂં હૈયું કમળ કેમ બનતું નથી ! સંસારને સુખી કરવા માટે વ્યવહારને શુદ્ધ રાખવા જોઈએ. કદાચ તને કિશોરની સેવા કરતાં દુર્ગધ આવતી હોય, કે દુર્ભાવ થતું હોય પણ આ ભાવ તારા દિલમાં ન આવ જોઈએ. કિશોરનો તું સ્વીકાર કરતી નથી, એની સેવા કરતી નથી, આ વાત જ્યારે ગામમાં ફેલાઈ જશે ત્યારે દુનિયા તને શું કહેશે? બધાને ખબર છે કે તારા સ્પર્શથી મારો દીકરો કેઢિયા બન્યો છે એ વાત બરાબર મજબૂત થશે અને લોકે તારા તરફ વધુ શંકાશીલ બનશે. તારા માથે જે કલંક ચઢયું છે તે ઉતરશે નહિ પણ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. શુભા! હજુ હું તને કહું છું કે તું ભૂતકાળને ભૂલી જા અને વર્તમાનકાળને ઉજજવળ કરવા બધી શુભ પ્રવૃત્તિઓ કર.
દુખના વિષમ ઘૂંટડાને પી જઇને શેિરને અપનાવ-કિશોર એના કર્મોથી રાગી બને છે. તું તે નિમિત્ત માત્ર છે. અશુભ કર્મને ઉદય શુભમાં ફેરવાઈ જશે ત્યારે કિશોરની કાયા કંચનવર્ણ બની જશે. તારી કિશોર પ્રત્યે અડગ નિષ્ઠા અને સેવા હશે તે રોગી કાયા પણ નિરોગી બની જશે અને તારૂં કલંક દૂર થઈ જશે. મહાન સતીઓના માથે કલંક ચડ્યા પણ પિતાના પતિ પ્રત્યેને સમર્પણ ભાવ જરા ઓછો થયા નથી. ત્યારે તેમના નામ ઈતિહાસના પાને અમર થયા છે. અરે પતિના વિયોગમાં પણુ શીલના સૌંદર્યને ઝાંખું પડવા દીધું નથી. તેના રોમેરોમમાં પતિનું રટણ હોય છે. સતીનું જીવન પતિના વિયોગમાં શુષ્ક બની જાય છે. તેનું જીવન ઝેર બની જાય છે, છતાં તે સ્વપ્નમાં પણ પરપુરૂષને ઈચ્છતી નથી. આપત્તિઓના અગ્નિકુંડમાં પડવા છતાં કયારે પણ શીલથી ડગી નથી. એ શીલના પ્રભાવે દેવો પણ તેમની વહારે આવ્યા છે, ને