SearchBrowseAboutContactDonate
Page Preview
Page 967
Loading...
Download File
Download File
Page Text
________________ ८९२ શારદા રત્ન શેઠજી! જે કામ માટે મેં બાહેધરી લીધી છે તે હું પૂર્ણ કરીશ એવી મને દઢ શ્રદ્ધા છે. જેનું લુણ હું ખાઉં છું તેને હું કયારે પણ બેવફા નહિ બનું. આપ ગભરાશે નહિ. ભલે આજે શુભમતિ કિશોરભાઈને ન સ્વીકારે પણ સમય જતાં જરૂર સ્વીકારશે. માતાપિતાની મમતાને છોડી સાસરે આવનારી સ્ત્રી પતિ વિના કેટલા દિવસ સુધી રહી શકશે? શેઠ કહે-૨મા ! એના દિલમાં નથી દેખાતી પતિભક્તિ કે નથી દેખાતી વ્યવહારુ બુદ્ધિ. આટલી ચતુર, ગુણ અને સંસ્કારી હોવા છતાં એ આર્યનારી આવું વર્તન કેમ કરતી હશે? દર્દથી પીડાતા પોતાના પતિની સેવા કરવી કે આશ્વાસનના બે શબ્દો તો કહેવાના દર રહ્યા, પણ તેને જોતાં તે દૂર ભાગે છે. ઘરડે ઘડપણમાં દીકરાનું આ દુખ મારાથી જોયું જતું નથી. અરેરે....પ્રભુ! આ દુઃખ કયાં સુધી સહન કરવાનું છે. એના કરતાં મૃત્યુ જલ્દી આવે તે સારું. શેઠજી! આપ આવું ન બોલે. જીવનમાં સુખ-દુઃખ મળવા એ તો શુભાશુભ કર્મોને આધીન છે. રમા ! તું કહેશે તે તને એક બે સેનામહોરો કરતાં હું તને વધારે આપીશ, પણ શુભમતિ કોઈ પણ ઉપાયે કિશોરને પ્રેમ આપે એમ કર. લે હમણા બે સોનામહોર આપું છું. જે કાર્ય સફળ થશે તો તને વધુ ઈનામ આપીશ. “દેખે પીળું ને મન થાય શીળું ” દાસી તો ધનના લોભમાં લલચાઈ ગઈ. તે કહે ભલે શેઠ! આપ ચિંતા ન કરે. જુઓ હમણાં શુભમતિનું વર્તન બધાની સાથે કેવું સુંદર છે ! મહેલના બધા માણસે એનું વચન પાળવા તૈયાર છે. એણે પ્રેમથી બધાના મન જીતી લીધા છે. આખા ઘરને ભાર તેણે ઉપાડી લીધે છે, તેથી આપના ઘરની રોનક કેટલી વધી ગઈ છે! 'અરે! રસોઈનું કામ પણ તે કરે છે. ધીમે ધીમે એ કિશોર સાથે હળીમળી જશે. શેઠ કહે-શુભમતિમાં ચતુરાઈ બુદ્ધિ, કાર્યદક્ષતા, મિલનસાર સ્વભાવ બધું છે, પણ તેથી કિશોરને શું લાભ? લાભ જરૂર છે. થોડા સમય પૈર્ય રાખવાની જરૂર છે. રમા ! ધીરજની પણ હદ હોય છે. શુભમતિ કિશોરને સ્વીકારતી નથી એ વાત જે બહાર પડી જશે તે મારી આબરૂના કાંકરા થઈ જશે. શેઠજી! મેં એટલે તો તેને ઘરને બધે ભાર સેપ્યો, છતાં તેણી એક શબ્દ પણ બોલતી નથી. તેના મનના ભાવ જાણવા ખૂબ મુશ્કેલ છે. ઘણીવાર સ્ત્રીઓને સત્તા, સંપત્તિ, સારા વસ્ત્રાભૂષણો મળતાં તેનું મન પીગળી જાય છે, પણ આનું મન તો કઈ રીતે પલળ્યું નથી. કિશોર પ્રત્યેનું વર્તન જરા પણ સુધર્યું નથી. આ એક મોટું આશ્ચર્ય છે. શેઠ કહે રમા! અત્યારસુધી મેં તેને દુઃખ લાગે એવા ભયથી કંઈ કહ્યું નથી પણ હવે તેને એકવાર સ્પષ્ટ વાત કરી દઉં શુભમતિ ! તું અમારા ઘરની કુળ દેવી છે. મેં તને પુત્રી સમાન ગણ ઘરનો બધો કારભાર સોંપ્યો છે. તું અમને પણ માતાપિતા જેવા ગણે છે, તેથી અમને સંતોષ છે, તું તો અમારા ઘરની સાક્ષાત્ લક્ષ્મી છે, ઘરની સૌરભ છે. જ્યાં સૌરભ હોય છે ત્યાં દુર્ગધ હોતી નથી. બસ હવે તું કિશોરના જીવનની છાયા બની તેનું દુઃખ દૂર કર ને એના જીવનને રમણીય બનાવ. પત્ની જ્યારે
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy