SearchBrowseAboutContactDonate
Page Preview
Page 962
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૮૫૭ તરીકે માને છે. આ સુખ ઝાઝા સમયનું નથી. કારણ કે થોડીવાર પછી એ બોજો પાછો મજુરના માથે પડવાને છે. ખાવાપીવાની વાત કરીએ. જે ખાવાપીવાથી સુખ મળતું હોત તો ફરી આપણને ભૂખ-તરસનું દુઃખ અનુભવવું ન પડત, પણ એવું બનતું નથી. થોડો સમય સુખ પછી પેલા મજુરની જેમ આ ભૂખ-તરસ આપણને પીડવાના છે. એ સુખની ક્ષણે વીતી જતાં ફરી દુઃખનો અનુભવ થાય છે અને ફરી પાછા સુખ માટે વલખા મારે છે. માટે જ્ઞાનીઓ કહે છે કે સંસારનું સુખ એટલે દુઃખને અભાવ. જેમણે સંસારનું સુખ છોડીને દીક્ષા લીધી છે એવા નમિરાજર્ષિને ઈન્દ્ર કહે છે, આપે ચારિત્ર માટે જે વાત કરી તે મને હવે સત્ય સમજાઈ છે. ઉત્તમ સંસારી કરતાં ત્યાગી હજાર દરજજે શ્રેષ્ઠ છે, એમ હું માનું છું, પણ હવે આપ આટલું કરીને પછી દીક્ષાના પંથે જાવ. હવે ઈન્દ્ર શું કરવાનું કહે છે? हिरण्ण सुवण्ण मणिमुत्त, कंस दूसच वाहण कोस च वट्टावइत्ताण, तओ गच्छसि खत्तिया ॥४॥ હે ક્ષત્રિય ! હિરણ્ય, સુવર્ણ, મણિ, માણેક, મુક્તાફળ (મોતી) તથા કાંસુ, વસ્ત્ર અને વાહનાદિથી ભંડારને ભરપૂર ભરીને પછી આપ જાવ. ઈન્દ્ર કહે છે કે હે ક્ષત્રિય ! આપને ચારિત્ર માર્ગે જવું હોય તો ખુશીથી જાવ, પણ તે પહેલા આટલું કરતા જાવ. સોનું, ચાંદી, હીરા, માણેક, મણિ, મેતી આદિ જેને મૂલ્ય ઘણાં અને વજન ઓછું એવા સોના, ચાંદી, હીરા આદિથી ભંડાર છલકાવી નાંખો. કાંસાના વાસણ ખૂબ વસાવે. પહેલાના જમાનામાં કાંસાની મહત્તા ખૂબ હતી. લોકે કાંસાની થાળીમાં જમતા હતા, તેથી કહે છે કે કાંસાના વાસણે ખૂબ વસાવો. સારા સારા કિંમતી વસ્ત્રાભૂષણો વસાવા તેમજ રથ, ઘોડા આદિથી રાજભંડાર ભરપૂર ભરે, પછી આપ દીક્ષા લેજે, જેથી આપને પરિવાર સુખશાંતિથી રહી શકે. ભાવિની પ્રજા એમ કહે કે શું નમિરાજના ભંડાર હતા! આવા છલકતા ભંડાર હોવા છતાં એમણે તેનો ત્યાગ કર્યો. ઈન્દ્ર આ પ્રશ્નથી એ કહેવા માંગે છે કે રાજાએ ભંડાર વધારવાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે પંડિત અને રાજાઓને કોશ (ખજાનો) એ સર્વસ્વ છે. જેમ પંડિત હોય તેને શબ્દકોશ આવડવો જોઈએ. શબ્દકોશના જ્ઞાનથી રહિત પંડિત શબ્દબોધના જ્ઞાનથી અપરિચિત હોય છે તે રીતે કેશ (ખજાના) રહિત રાજા પણ લાંબા સમય સુધી સ્થિર રહી શકતા નથી. જેમ પંડિતને શબ્દકેશના જ્ઞાનની આવશ્યકતા છે તે રીતે રાજ્યને સ્થિર અને તેજસ્વી રાખવાને માટે રાજાને સુવ્યવસ્થિત ધનકેશની આવશ્યકતા છે, માટે હે મહારાજા ! આપ પહેલા આપના ભંડાર ભરપૂર કરે, પછી આપ દીક્ષા લેજે. ઈન્દ્રની વાત સાંભળીને નમિરાજ કહે છે હે વિપ્ર! તું જે ખજાનાની વાત કરે છે તેવા ખજાના તે જીવે ઘણીવાર મેળવ્યા ને ભગવ્યા, પણ હજુ તેને તૃપ્તિ થઈ નથી. હું તો એવો શાશ્વત ખજાનો ભરવા માંગું છું કે જે કયારે પણ કઈ લૂંટી ન જાય,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy