SearchBrowseAboutContactDonate
Page Preview
Page 961
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૬ શારદા રત્ન દાસદાસીઓ તમારી સેવામાં ખડે પગે હાજર છે. મીઠા મનગમતા ભોજને, કપડાં, દાગીના બધું હાજર છે, છતાં તમારા દિલમાં શું દુઃખ છે ! રમા ! હું તે સંપૂર્ણ સુખી છું. ૨મા કહે-ભલે તમે મને જુદી સમજી વાત છૂપાવતા હોય પણ તમારી આંખો કહી આપે છે. તમારું મુખ કઈ પણ દુઃખના કારણે ઉદાસ રહેલું છે. પતિ તુમ્હારા કુષ્ઠિ હે ગયા, ઇસસે બને ચિંતાતુર, આયનારીકા ભૂષણ હૈ, પતિ કે દુઃખ સે દુઃખી છે. મને લાગે છે તમારા પતિ કુષ્ટિ બની ગયા માટે આપ ખૂબ ચિંતાતુર અને દુઃખિત છે. ખરેખર પતિવ્રતા નારીએ પતિના દુઃખે દુખી અને સુખે સુખી હોય છે. તમે તે કર્મના સિદ્ધાંતને સારી રીતે સમજેલા છે. કર્મો કઈને છોડતા નથી. આજને કરોડપતિ, કાલે રોડપતિ, આજનો ચમરબંધી કાલે ચીંથરેહાલ બની જાય છે. દુઃખમાં પીડાતે નિધન માણસ અખુટ સંપત્તિને માલિક બની જાય છે. સૌંદર્યવાન માનવી ક્ષણમાં આંખને ન ગમે એવો કુરૂપ બની જાય છે. તમારા માથે આવી પડેલું દુઃખ રડવાથી દૂર થશે નહિ. એથી તમારું કે નાના શેઠનું દુઃખ જરા પણ ઓછું નહિ થાય, તમારા સોનેરી સ્વપ્ન સાકાર નહિ બને. જ્યાં સુધી તમે ચિંતા છોડીને તમારા પતિના શરીરની સુંદરતા ન લાવી શકે ત્યાં સુધી તમારું જીવન આવું અંધકારમય રહેશે. આ શબ્દો સાંભળતા શુભા ચમકી. અરરર ! આ શું બોલે છે! હજુ રમા તેનું કેવું ડહાપણ ડહોળશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૯૭ કારતક સુદ ને સેમવાર તા. ૨–૧૧-૮૧ અનંતજ્ઞાની કરૂણાસાગર ભગવંતે ફરમાવે છે કે આ વિશ્વમાં સુખનું આકર્ષણ એવું છે કે એનાથી આકર્ષાયેલે માનવી નાના મોટા અનેક દુઃખોને સહર્ષ વેઠતે હોય છે. જો કણભર સુખ મળવાની આશા હોય તે મણ જેટલા દુઃખો વેઠવા માનવી તૈયાર થઈ જાય છે. એની નજરમાં સુખ તરફ સ્નેહ હોય છે. એથી ગમે ત્યાંથી સુખ મેળવવા માટે એ ધમપછાડા કરતો હોય છે, અને એનું મનગમતું સુખ મળતા રાજીના રેડ થઈ જાય છે, પણ એને એ રાજી ખૂબ ક્ષણજીવી નીવડતું હોય છે. સંસારી છે જેને સુખ કહીને વળગી પડે છે એ ચીજ માત્ર દુઃખને અભાવ છે, અને એ અભાવ બહુ થોડા સમય સુધી ટકે છે. જેમ એક મજુરને માથે મણને બેજે છે. આ બેને ઉપાડીને ચાર માઈલને રસ્તે કાપવાનો છે. જે આટલો બોજો ઉપાડીને ત્રણ ચાર માઈલ ચાલે તે થાકી જાય, લોથપોથ થઈ જાય પણ થંડી વાર ચાલ્યા પછી કઈ વૃક્ષની છાયામાં એ બોજો ઉતારીને આરામ લેવા બેસે ત્યારે એ “હાશ” કહીને સુખને અનુભવ કરે છે. આ આરામની પળોમાં મજુર પાસે સુખ નામની કઈ નવી વસ્તુ આવી નથી. માત્ર બે ઉપાડવાનું જે દુખ હતું એને અભાવ થયો. આ અભાવને મજુર “સુખ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy