________________
શારદા - વાડની જરૂર છે તેમ જીવનની સંપત્તિની અને સંસ્કૃતિની સલામતી માટે સંચમની જરૂર છે. આપણા શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ સંયમને વિશ્વશાંતિનું રચનાત્મક આયોજન કરી સંયમ, અહિંસા અને તપને મેખરે સ્થાન આપ્યું છે. સમગ્ર વિશ્વના હૃદયમાં સંયમ, તપ અને અહિંસાનું બળ જ્યારે પ્રબળ વેગ પકડશે ત્યારે માનવ અંતર– જગતમાં સુખનું સ્વર્ગ ઉતારી શકશે, માટે ભગવાને કહ્યું છે કે જ્યાં અહિંસા, સંયમ અને તપનો ત્રિવેણી સંગમ છે ત્યાં દેવે પણ તેના ચરણમાં મૂકે છે. માનવ એક સમસ્યાનો ઉકેલ શોધે છે ત્યાં બીજી નવી નવી સમસ્યાઓ એની સામે ખડી થાય છે. સંયમી જીવન એ સંસારની તમામ સમસ્યાઓને સાચો ઉકેલ છે. સમસ્યાઓને નાશ કરી સદાને માટે સમસ્યા રહિત નિશ્ચિત જીવન જીવવું એનું નામ સંયમ. સંયમની મહત્તા બતાવતા ભગવાન બેલ્યા છે કે.
अणुत्तरे य ठाणे से, कासवेण पवेइए । વં દિવા નિષ્ણુતા પશે, નિકું પાવંત પંથ | સૂય. અ. ૧૫ ગાથા ૨૧
કાશ્યપગંત્રી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રતિપાદન કરેલ છે કે સર્વ કર્મોને ક્ષય કરી સિદ્ધસ્થાન પ્રાપ્ત કરવાનું સર્વોત્તમ પ્રધાનસ્થાન સંયમ છે. પંડિત પુરૂષ સંયમનું પાલન કરી નિર્વાણને પ્રાપ્ત કરે છે. સંસારના જન્મ મરણ રૂપી ચકનો અંત “ કરે છે. સમ્યક્દર્શન હોય, સમ્યકજ્ઞાન હોય પણ સમ્મચારિત્ર ન હોય તો મેક્ષના શિખરે પહોંચી શકાતું નથી.
એક વખત એક શ્રાવક બે ઊંચા વાંસ લઈને ઉપાશ્રયના ઉપલા માળે ચઢવાને પ્રયત્ન કરી રહ્યો હતો. તેને ઉપર ચઢતો જોઈને એક સંતે પૂછ્યું-દેવાનુપ્રિય! તમે આ શું કરી રહ્યા છો ? શ્રાવકે કહ્યું, ગુરૂદેવ ! મારી પાસે સમ્યકજ્ઞાન અને સમ્યક્દર્શનના બે ઊંચા વાંસ છે. તેની મદદથી હું ઉપર ચઢવાનો પ્રયત્ન કરી રહ્યો છું. સંત સમજી ગયા કે આ શ્રાવકને પુરૂષાર્થ આધ્યાત્મિકતાના શિખરને સર કરવાને છે. તેમણે કહ્યું-- મહાનુભાવ! સમ્યફ જ્ઞાન અને સમ્યફદર્શનના બે વાંસથી તમારે જ્યાં પહોંચવું છે ત્યાં નહિ પહોંચી શકે. આ બંને વાંસ તમને ઊંચે લઈ જશે પણ તમારું જે લક્ષ્ય છે ત્યાં નહિ પહોંચાડે. શ્રાવક કહે અહો, મારા પરમ ઉપકારી ગુરૂદેવ ! મેં કેટલી સાધના, પુરૂષાર્થ કરીને આ બંને મેળવ્યા છે તે શું મારી સાધના નિષ્ફળ જશે? - સંત કહે શ્રાવકજી! તમારી સાધના નિષ્ફળ નથી. તમે પુરૂષાર્થ કરીને આ બે મેળવ્યા છે તે તમને સાચા માર્ગે લઈ જશે, પણ હવે માત્ર એટલું કરવાનું બાકી છે. ગુરૂદેવ ! શું કરું? સમ્યફજ્ઞાન અને સમ્યક્દર્શનના જે બે વાંસ ઉભા કર્યા છે તે બે વાંસની વચ્ચે સમ્યફચારિત્રના સંયમના આડા પગથિયા બાંધી દે, પછી સમ્મચારિત્રના એક પછી એક પગથિયા ચઢતા જાવ તે તમે જરૂર તેના સહારાથી મુક્તિની સર્વોચ્ચ ઊંચાઈએ ચઢી જશે. જેઓ સમ્યકજ્ઞાન, સમ્યફદર્શન અને સમ્યફચારિત્રની સીડી પર ચઢે છે તેઓ અવશ્ય મુક્તિના મેરૂ શિખરે પહોંચી શકે છે. કહેવાનો આશય એ છે કે સંયમ એ