________________
૮૪૦
શારદા રત્ન
પટકાવ્યા છે તેને તપરૂપી અગ્નિમાં હેામીને ગજમેધ યજ્ઞ કરુ છું, અને કર્માંસ‘ચય કરનાર ધ્યાનની અગ્નિમાં હામી નરમેઘ યજ્ઞ પણ કરુ છું. મારા આત્માને જ્ઞાન ધ્યાનનું ભાજન પણ કરાવુક છું. સંચમ એક એવા માર્ગ છે કે જેમાં સર્વ જીવાને અભયદાન મળે છે. સચમની શક્તિ અજબગજબની છે.
સ'યમની શક્તિ :–સયમ શબ્દ તદ્દન નાના છે, નાજુક છે, છતાં વિરાટ તાકાત, સામર્થ્ય, શક્તિ અને ખળ ધરાવે છે. હીરાકણી નાની હાવા છતાં કરાડાનું મૂલ્ય ધરાવે છે. જેને તે મળી જાય તેનું દારિદ્ર દૂર થઈ જાય છે, તેમ સંયમની નાનકડી હીરાકણી જન્માજન્મની ભાગવૃત્તિની દરિદ્રતાને દૂર કરી સનાતન સંપત્તિના સ્વામી બનાવે છે. વડનું ખીજ નાનું હાવા છતાં વિરાટ વડલા વિકસાવી શકે છે. વિશ્રાંતિનું વટવૃક્ષ બની જઈ લાખા પથિકાને શીતળતા આપી શકે છે. વિ રાહુના નાનકડા રશ્મિ ( સૂર્ય^ ) રાત્રીના ગાઢ અધકારને ભેદી ચારે ખાજુ પ્રકાશની પ્રભા વેરી શકે છે. એ રીતે સંયમનુ બીજ, સયમના રશ્મિ અને સચમની હીરાકણી અદ્ભૂત શક્તિસ`પન્ન છે. જે સાધકના હૃદયમાં સયમના રશ્મિ પ્રગટે છે તેના આત્મામાં પથરાયેલા યુગયુગના અજ્ઞાનના અંધકારને ટાળી સજ્ઞાન, સત્ સમજણુ અને સદાચારના પ્રકાશ પથરાય છે. નાનકડું સંયમનુ બીજ જેની આત્મભૂમિમાં વવાયુ હેાય તે ભાવિમાં અનંત શાશ્વતસુખના વિશાળ વડલેા પેદા કરે છે. અજોડ ને સૂક્ષ્મ પ્રચંડ બળ સચમમાં છે. તે વાસનાના વિષમ વાવાઝાડાને ઘડીવારમાં વેરવિખેર કરે છે. વૃત્તિઓના તાકાનાને, તરંગાને શાંત કરે છે. યુગયુગથી અંધારી અટવીમાં અથડાયેલી આલમને સયમ એ પ્રદ્વીપ બની પ્રકાશ વેરે છે, પથદર્શક બને છે.
સયમ એ માહ ભરી ચક્કીમાં મૂઞયેલા માનવીને મશાલ બની મુક્તિના માગે વાળે છે. ઇચ્છાની ઈન્દ્રજાળમાં ઘેરાયેલાને એ આહ્લાદપણે મુક્ત કરે છે. આ અજોડ પરિબળ સચમમાં છે. જન્મ-જન્મની વાસનાની જાળમાં જકડાયેલાને સયમ મુક્તિની ભેટ આપે છે. આધ્યાત્મિક દુનિયામાં સાધનાની સરહદે ભટકતા ક્રોધ-માન-માયા-લાભ-ઇર્ષ્યા આદિ જાસૂસેાથી પળે પળે લૂંટાતી અધ્યાત્મ સૉંપત્તિની સુરક્ષામાં સયમ એ વીર સૈનિકનું કામ કરે છે અને ઇચ્છાના બંધનમાં પડેલા જીવાને સરળતાથી મુક્તિ અપાવે છે. ઇચ્છા અને આસક્તિના પૂરજોશમાં વહેતા ઘેાડાપુરમાં તણાતા નિશ્ચેતન જેવા બનતા માનવ– હૃદયને બચાવવામાં સંયમ એ કુશળ તરવૈયાનું કામ કરે છે. ભાગવિલાસ, ઇચ્છા અને ઈર્ષ્યાની પાછળ હતાશ બનેલા જીવાને સયમ નવુ કૌતક, નવી કલા અને નવી તાજગી આપે છે. જે દેશમાં, સમાજમાં, રાષ્ટ્રમાં, કુટુંબમાં સંચમને મુખ્ય સ્થાન આપવામાં આવે છે તે દેશ, વ્યક્તિ, રાષ્ટ્ર, સમાજ હંમેશા આખાદ, ઉજ્જવળ ને આશિષરૂપ છે, ત્યાં પ્રગતિ ને ઉન્નતિ છે. જ્યાં સંયમના પ્રાણ નથી, સચમના શ્વાસ નથી ત્યાં અંધકાર, રૂદન, અંધાધૂધી ને અથડામણુ છે.
નદીના રક્ષણ માટે કિનારાનું બંધન જરૂરી છે. વૃક્ષની સલામતી માટે મૂળીયાનું બંધન જરૂરી છે. નગરના રક્ષણ માટે કિલ્લાનું ધન જરૂરી છે, કણુની કુશળતા માટે