________________
૮૩૨
શારદા રત્ન માનીને બેસી ગયો છે. બહિરાત્મદશાના કારણે દેહના નાશમાં પિતાના સર્વસ્વનો નાશ માને છે. દેહ એ જ મારું સર્વસ્વ, આ જાતના અનાદિના સંસ્કારના કારણે દેહ ઉપરથી મમત્વ ઉતરવુ બહું મુશ્કેલ છે. જે ભવમાં જે કાયા મળતી રહી છે, મળી છે, એ ભવમાં એ કાયા ઉપર ગાઢ પ્રેમ રહેલું હોય છે. કીડીના ભવમાં નાની અને હાથીના ભવમાં મટી કાયા મળી તે પણ દેહનું મમત્વ એનું એ રહ્યું. આ રીતે જીવ દેહ પર સ્નેહ કરતો આવ્યો છે. જે પ્રેમ શરીર ઉપર છે એ પ્રેમ આત્મા ઉપર પ્રગટાવવાનો છે. આત્મા ઉપર પ્રેમ પ્રગટાવવા માટે પરમેષ્ઠિ પ્રત્યે હૈયામાં પ્રેમ પેદા કરવાને. ભય રૂપ આ સંસારમાં નિર્ભય બનવા માટે પરમેષ્ટિ ભગવંતનું શરણ અનિવાર્ય છે. એ શરણ પ્રાપ્ત કરવા માટે પરમેષ્ઠિ પ્રત્યે ભક્તિ જરૂરી છે. એ ભક્તિ પ્રગટાવવા માટે ધન, કુટુંબ અને કાયા કરતાં પણ પરમેષ્ઠિ પ્રત્યે વધારે પ્રેમ જગાડવો જરૂરી છે, કારણ કે એ વધુ મૂલ્યવાન છે. એમની આજ્ઞાનું શરણ જેમણે સ્વીકાર્યું એ અભય બની ગયા, પછી એમને મરણને ભય રહેતો નથી.
જેઓ પરમેષ્ઠિ ભગવંતનું શરણ સ્વીકારી આજ્ઞામાં ઓતપ્રોત બન્યા છે એવા નમિરાજને ઈન્કે કહ્યું કે રાજાઓને નરકે લઈ જતાં કર્મોને દૂર કરવા માટે યજ્ઞ અને દાનની જરૂર છે. નમિરાજે કહ્યું, તારી વાત સેળસેળ આની સત્ય છે. હું પણ યજ્ઞ કરવા પરીકળ્યો છું. આ સાંભળી ઈન્દ્રને આનંદ થયો. તે બે . આપ ખરેખર સત્યમૂર્તિ દેખાવ છે. દાન અને યજ્ઞ એ રાજાનું મુખ્ય કર્તવ્ય છે. એ વાત આપે સ્વીકારી છે તે હવે શા માટે આપે વખત ગુમાવે જોઈએ? શા માટે દાનશાળાઓ શરૂ કરતા વિલંબ કરવો જોઈએ ? અને અશ્વમેઘ આદિ યોને હુકમ આપતા શા માટે વિચાર કરવો જોઈએ. ? આ સાંભળીને નમિરાજે કહ્યું. તે સંબંધમાં હું તમારી સલાહ પૂછું છું કે દાન કેવી રીતે આપું? ઈન્દ્ર કહે બ્રાહ્મણને જમાડે, અનાથ, અપંગ લોકોને અન્ન-વસ્ત્ર આપીને સંતેષ પમાડો. ઈન્દ્ર! આપ મને કહો તો ખરા કે શ્રમણ, બ્રાહ્મણોને જમાડવાથી અને દક્ષિણ આપવાથી શું લાભ? રાજર્ષિ ! તેઓ તમને આશીર્વાદ આપશે, તેથી તમારું કલ્યાણ થશે. અહીંયા શ્રમણ શબ્દથી બૌદ્ધ ભિક્ષુ અથવા અન્ય સંન્યાસીઓ સમજવા. જૈન સાધુઓ નહિં સમજતા, કારણ કે જૈન સાધુ આ રીતે નિમંત્રણ દ્વારા કેઈના ઘરમાં બેસીને ભિક્ષા ન કરે.
નમિરાજ કહે છે, જે વચનથી કલ્યાણ થઈ શકતું હોય તે વચનથી પૈસે પણ મળી શકે. કલ્યાણમાં સર્વ સુખનો સમાવેશ થાય છે. નમિરાજ ! એમ નથી. બ્રાહ્મણે શાસ્ત્રના અભ્યાસી તથા શાસ્ત્રોના ઉપદેશક, તેમજ સ્વદેશ દાઝ, વીરત્વ શીખવનારા છે. એવા ઉપકારી મનુષ્યોને દાન દેવું એ શું રાજા-પ્રજા બંનેની ફરજ નથી? જે આવી ફરજો બજાવે તેને સંસારી જનને ઉપકારી ગણવામાં કોઈ વાંધો નથી, પણ જે પોતાની ફરજ બજાવતાં નથી એવાને દાન આપવાથી શું કલ્યાણ થવાનું છે? તે પછી જેઓ પોતાના કર્તવ્યો બજાવે છે, તેમને તે દાન દેવાનું સ્વીકારશોને? નમિરાજે કહ્યું-જ્યારે એવા કર્તવ્ય પરાયણ બ્રાહ્મણોથી મને લાભ