SearchBrowseAboutContactDonate
Page Preview
Page 936
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૮૩૧ નોંધઃ-દિવાળીના દિવસે પૂ. મહાસતીજીએ ભગવાનના નિર્વાણુ ઉપર સુંદર પ્રવચન ક્રમાવ્યું હતું, પણ તે વાત અગાઉના પુસ્તકામાં આવી ગઇ હાવાથી તે વ્યાખ્યાન ચાલુ વર્ષે લેવામાં આવ્યુ· નથી, વ્યાખ્યાન ન-૯૪ તા. ૨૯-૧૦-૮૧ કારતક સુદ ૨ ને ગુરૂવાર અનંતજ્ઞાની પુરૂષાએ આ સંસારને મહા ભયંકર અટવીની ઉપમા આપી છે. અટવીમાં જીવને ચારે બાજુ વાઘ, સિંહું આદિના ભય હાય છે, તેમ સંસારમાં આત્માને ચારે બાજુ ભય રહેલા છે. ક્રોધાદિ કષાયા અને કામાદિ વિકારા આત્માને નુકશાન કરવા માટે સદાય તૈયાર છે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી ભય રહેલા છે. સ`પૂર્ણ પણે નિયતા તા મેાક્ષમાં પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે ત્યાં ભયને ઉત્પન્ન કરનાર કર્મ નથી, કમ નથી ત્યાં દેહ નથી. દેહ નથી ત્યાં રાગ નથી, શૈાક નથી કે કાઈ પ્રકારની પીડા પણ નથી. મેાક્ષમાં આત્મા સંપૂર્ણ પણે નિર્ભીય હાય છે. એક બાજુ સ*સારની ભયંકરતા અને બીજી બાજુ આત્માની ઘેાર અજ્ઞાનતા ! એક માજી સિંહ અને બીજી ખાજી ભયંકર નદી. આ સંસારમાં પણ જીવેાની દશા એવી છે... એમાંથી ઉગરવા માટે કેાઈ સમર્થ શક્તિશાળીના આશ્રય જોઈ એ કે જેના બળે સ`કટમાંથી પાર થઈ જવાય. આવી પરિસ્થિતિમાંથી ઉગરવા માટે પરમેષ્ટિ ભગવંતા આપણેા હાથ ઝાલે છે. તેમની આપણા પર અસીમ કૃપા રહેલી છે. તેઓ સદા આપણને શરણુ આપવા તૈયાર છે. જે કાંઈ કમનસીબી હોય તે આપણી છે કે શરણુ આપનાર તૈયાર હોવા છતાં હજી શરણ લેવા માટે આપણે તૈયાર થયા નથી. તેમનું શરણુ પ્રાપ્ત કરવા માટે આપણા હૈયામાં એ પરમેષ્ડિ ભગવંતા પ્રત્યે ભક્તિભાવ પ્રગટ કરવા જોઇએ. જેટલો પ્રેમ આ દેહ પ્રત્યે છે તેટલે પરમેષ્ઠિ પ્રત્યે પેદા કરવાના છે. જીવને વધુ પ્રેમ શરીર પર છે. બધા કરતા ધનથી વધારે પ્રેમ માનવને પેાતાના કુટુંબ પ્રત્યે હોય છે. પુત્ર કે પત્નીના રક્ષણ માટે એ બધુ... કરશે, દુઃખ સહન કરશે અને ધનને પાણીની જેમ વાપરશે, છતાંય આ કુટુંબ કરતા માણસને વધુ રાગ અને પ્રેમ પેાતાની કાયા ઉપર હેાય છે. પેાતાની કાયા માટે એ બધું છે।ડવા તૈયાર થઈ જાય છે. માંદગીના બિછાને સૂતેલે માણસ જ્યારે ડેાકટર આવે છે ત્યારે રાજી રાજી થઈ જાય છે, કારણ કે ત્યાં કાયાની મમતા છે કે ડૉકટર આવ્યા, હવે મને સારું થઇ જશે. જ્ઞાનીઓ કહે છે કે ધનના માહ છે।ડવા સહેલા છે, કુટુંબ પરિવારને છેાડવા સહેલ છે, પણ કાયાના રાગ છેડવા સૌથી વધારે મુશ્કેલ છે. શા માટે ? આ પ્રશ્નના જવાબ એ છે કે આ અનંત સસારમાં આત્માએ અનતા શરીશ ધારણ કર્યા છે, અને અજ્ઞાન તેમજ મિથ્યાત્વના કારણે આત્મા પેાતાના દેહને જ આત્મા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy