________________
૮૨૨
શારા ૨૯
ઉભો કર્યો ! એક નિર્દોષ સતી જેવી બાળા પર કલંક ચઢાવવા તૈયાર થયા. બધા પાસે એક વાત કરી કે તે કન્યાએ ગમે તેમ કર્યું, પણ મારા દીકરાને આવું થયું, એ તે સાચું. હવે શું બનશે તે ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૯૩ આસે વદ ૧૪ ને સોમવાર કાળીચૌદશ
તા. ૨૬-૧૦-૮૧ તીર્થકર ભગવંતે આત્માનું સ્વરૂપ સમજાવતા કહે છે કે આત્મા મૂળ સ્વભાવે સર્વ દોષથી રહિત, સ્ફટિક જેવો સ્વચ્છ, અને સચ્ચિદાનંદમય છે. એના આ મૂળભૂત સ્વભાવને પ્રગટ કરવાને પુરૂષાર્થ માનવદેહ દ્વારા થઈ શકે છે. એટલા માટે માનવજીવનને શ્રેષ્ઠતાની મહોર મારવામાં આવી છે. આત્માના સ્વરૂપને પ્રગટ કરવાની ભવ્ય પ્રક્રિયા છે જે આત્મસાધક વીરાએ પોતાના અનુભવના બળે શોધી તેને તેઓએ ધર્મ નામ આપ્યું. ધર્મ-પુરૂષાર્થને અર્થ પણ એ છે કે જ્યારે આ પુરૂષાર્થ આત્મભાવને પ્રગટ કરવાની દિશામાં આગળ વધે છે ત્યારે એ મોક્ષ પુરૂષાર્થ તરીકેનું વિશેષ ગૌરવ પામે છે. આત્માના પોતાના સ્વભાવને પ્રગટ કરવામાં જે સહાય કરે એનું નામ ધર્મ. તપત્યાગ-વૈરાગ્ય–સંયમ એ એનો પ્રાણ છે. માનવી આવા ત્યાગમય ધર્મને મહિમા સમજીને એના મંગલકારી માર્ગનું પિતાની શક્તિ અનુસાર પાલન કરી શકે એટલા માટે આપણા મહાપુરૂષોએ અનેક ઉપાયો બતાવ્યા છે. આત્મા જેટલા પ્રમાણમાં એ ઉપાયને અમલ કરવાનો પ્રયત્ન કરે છે તેને એટલો અવશ્ય લાભ થાય છે.
આત્મા ભૂલો ક્યાં પડે છે તે મૂળ શોધવાની જરૂર છે. જ્ઞાની પુરૂષે કહે છે, આત્મા પરદ્રવ્યમાં અર્થાત્ જડ પુદ્ગલના રૂપ-રસ-ગંધ-સ્પર્શ-શબ્દાદિ ગુણમાં, વિષયમાં વિકારી બનેલો, સ્વના સ્વરૂપને ભૂલી ગયો છે. જડના સંયોગોમાં અને એની મેહમાયામાં વધુ મૂઢ બની પરિણામે તે શારીરિક અને માનસિક હિસાબ વિનાની પીડા અનુભવે છે. રાગ-દ્વેષી, વિષયાસક્ત, કષાયી બનેલે આત્મા શુદ્ધ ચૈતન્યના ગુણોને વધુ ને વધુ કર્મના આવરણથી આવરિત કરે છે, જેથી કર્મની કેદમાં જકડાયેલે આત્મા જાણે કાયર ન બની ગયો હોય! જે આત્માને પોતાનામાં છુપાયેલી અનંત શક્તિનું ભાન થાય અને આત્મશક્તિ વડે કર્મની સામે વિજય મેળવવા સાધનાની ભૂખ લાગે તો આત્મા પોતાના સ્વરૂપને પામી શકે. આપણે આંતરગુણ સમૃદ્ધિને, અનંત શક્તિને વાર ભૂલી ગયા છીએ. આપણી આંતરિક ભવ્યતાનું આપણને સ્મરણ રહ્યું નથી, તેથી બકરાના ટોળામાં ભળેલા સિંહના બચ્ચાની માફક વતી રહ્યા છીએ. જ્ઞાની પુરૂષે આત્માની શક્તિને સાચો પરિચય કરાવે છે. ચેતન દ્રવ્ય એ છ દ્રવ્યમાંથી સ્વતંત્ર અને સૌથી જુદા ગુણધર્મવાળું દ્રવ્ય છે. અસંખ્ય પ્રદેશી અને જ્ઞાનાદિ ચેતના સંવેદનવાળું, સુખદુઃખના અનુભવને જાણનાર આત્મદ્રવ્ય છે. તે શરીર નથી, ઈન્દ્રિય નથી, મન નથી, પણ એ બધાને નિયંત્રણમાં રાખનાર અને એ જંજાળથી મુક્ત બનનાર જ્ઞાનાદિસંપન્ન આત્મા છે.