________________
શારદા રત્ન
૮૨૧
પૂછવાની હિંમત કરતું નથી. છેવટે શેઠના એક મિત્રે કહ્યું શેઠજી ! જરા શાંત થાવ. શાંતિથી વાત કરો. એકાએક શું થયું તે મને કહો. બધા જેમ પૂછે છે તેમ શેઠ શેઠાણ વધુ હેયાફાટ રડે છે. દુર્બદ્ધિથી ઘેરાયેલો આત્મા પોતાના દુર્ભાગ્યને ટોપલો બીજાને માથે મૂકતા અચકાતો નથી. મારા કર્મને દેષ છે એ વાત તે સાવ ભૂલી જાય છે. શેઠે પોતાની કમનસીબીને ઢાંકી શુભમતિ પર કલંક ચઢાવવાનો પ્રયત્ન કર્યો. શેઠનું રૂદન જેઈને ઘણું અંદરોઅંદર કહેવા લાગ્યા કે શેઠે કેટલા ઉત્સાહથી કિશોરકુમારના લગ્ન કર્યા. કેટલા ઠાઠમાઠથી નવદંપતિનો મંગલ પ્રવેશ કરાવ્યું, અને આજે આ શું? શેઠને માથે કેઈ મોટું દુઃખ આવી પડ્યું લાગે છે. તેમની આંખમાં આજે પહેલી વાર અશ્રુની ધાર જોઈ છે. કેઈ મોટી આફત આવી હશે, નહિતર શેઠ આટલું બધું રડે નહિ. બધાએ ખૂબ પૂછ્યું ત્યારે શેઠે કહ્યું.
બેટો આપ મૂક્વાની બનાવટ –ભાઈ! તમને હું શી વાત કહું ! મારા જીવનનું નૂર હણાઈ ગયું. મારી આશાઓ ભાંગીને ભૂક્કો થઈ ગઈ. એમ બોલતા બોલતા શેઠ રડવા લાગ્યા. શેઠના આ શબ્દો સાંભળતા બધાના મનમાં થયું કે શેઠના જીવનમાં મોટું દુખ આવી પડ્યું લાગે છે. અણુકલ્પી ઘટના બની લાગે છે, પણ ગોળ ગોળ વાત કરવાથી બધાને શી ખબર પડે? શેઠના મિત્ર કહે-શેઠ! આપ મનની વાત કરો તે તમારું દુખ ઓછું થશે. આ૫ ખુલા દિલે જે હોય તે કહે, તો કંઈક ઉપાય થાય શેઠ કહે મિત્ર! મારા મનમાં તે એટલી હોંશ હતી કે દીકરો પરણીને આવશે, પછી સ્વામીવાત્સલ્ય કરીશ, પણ મારી આશા મારા મનમાં રહી ગઈ. પુત્રવધૂને જોતાં મને એમ થતું હતું કે આ મારી કુળદીપિકા છે. મારા કુળને ઉજજવળ કરનાર છે, પણ મારી ધારણું ધૂળમાં મળી ગઈ. મારા દીકરાનું ભાગ્ય તેજસ્વી છે. એમ માનતો હતે પણ આજે એ પુત્રને જોતાં મારા દિલમાં દાવાનળ ભભૂકી ઉઠયો છે. બિચારો કિશોર જેનું જીવન દર્દની પીડામાં ધકેલાઈ ગયું છે.
દેખે બે ગજબ હે ગયા, સબકે કહે બુલાઈ
લડકી દેખતે હી કિશોરચંદ્ર, કૌઢી હે ગયે ભાઈ શેઠ કહે, આપ બધા જુઓ. ગજબ થઈ ગયે ગજબ. આપે બધાએ કાલે મારા કિશોરને જોયો હતે ને કે રૂપાળો ને રંગીલે હતું, પણ કોણ જાણે આ કન્યાને જોતાં શું થઈ ગયું કે તેની કાયા કઢના રંગમાં સપડાઈ ગઈ. તેમના રૂમમાં તે બે સિવાય ત્રીજું કઈ હતું નહિ. આપ જુઓ તે ખરા, તેનું રૂપ અને સૌંદર્ય કેવું થઈ ગયું છે ! તેની કાયામાંથી તે લોહી-પરૂ વહી રહ્યા છે, અને અસહ્ય દુર્ગધ ઉછળી રહી છે. એની આ સ્થિતિ મારા હૈયાને રડાવી રહી છે. હું અકળાઈ ગયે. હવે મારે શું કરવું? એમ કહીને શેઠે બધાને કિશોર બતાવ્યો. લોકોને કયાં ખબર છે કે પરણીને આવનાર જુદો છે ને આ જુદો છે, તેથી કિશોરને જોતાં બધાને અરેરાટી થઈ ગઈ. અરરર....કેવું સુંદર રૂપ હતું, તેની આવી દશા! શેઠે પિતાના પાપ ઢાંકવા કે પ્રપંચ