SearchBrowseAboutContactDonate
Page Preview
Page 924
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૮૧૯ હરનીકી તરહ વ્યાકુલ વહ બન ગઈ જોર જોરસે ચિલાઈ મેરે પાસ મત આઓ તુમ, વહી હી :ઠહર જાઓ. ત્યાં સતીએ હરણીની માફક ચંચળ બનીને જોરથી કહ્યું–ખબરદાર ! જે અહીં આવ્યા તે ! ત્યાં જ ઉભા રહે. કિશોર તેને અવાજ સાંભળીને ધ્રુજી ગયો. એક પળ તે તે સ્તબ્ધ બની ગયે, પછી કહ્યું-સાંભળ, હું કોણ છું? હું તારે પતિ કિશોર છું. મર્યાદા છોડીને ભાષા બોલવા લાગ્યોશુભમતિએ કાનમાં આંગળી નાંખી દીધી અને બેલી, તારા શબ્દો મારે સાંભળવા નથી. તારા શબ્દો મારા કાનને ગમતા નથી. હું તમને બરાબર ઓળખું છું. તમે તમારી જાતને ભૂલ્યા છે. શુભમતિ! તું મને ધિક્કાર આપે છે, પણ તારા પર મારે હકક છે. તું મારો સ્વીકાર નહિ કરે તો પણ પરાણે કરવો પડશે. તું મને શા માટે સતાવે છે? કિશોરને એના બાપે બધું શીખવાડ્યું હતું તે પ્રમાણે બેલે છે. તે આગળ કરૂણ સ્વરે કહે છે, તું મારા હૈયાને શું જાણે ? શું તારા દિલમાં દયા નથી ? તું શા માટે મારાથી દૂર ભાગે છે? પત્નીને મન પતિ તે દેવ સમાન ગણાય. પતિની આજ્ઞા તે પત્નીને દેવવચન સમાન છે. તારા જેવી કુળવધૂ શું પતિની આજ્ઞા ઉલશે? એમ કહીને તે શુભમતિ તરફ આગળ વધ્યો. શુભમતિ બે ત્રણ કદમ દૂર ખસી ગઈ ને મનમાં નવકારમંત્રનું સ્મરણ કરવા લાગી. અરર...હવે મારું શું થશે? - કિશોર શુભમતિની ચુંદડીનો પાલવ પકડવા ગયો, ત્યારે શુભમતિના મુખમાંથી સહજ આતની ચીસ નીકળી ગઈ. શુભમતિની ચીસથી કિશોર ત્યાં સ્થંભી ગયે. શુભમતિ મનમાં નવકારમંત્રનું સ્મરણ કરતી તે રૂમમાંથી બહાર નીકળી ગઈ ને ઓટલા પર જઈને બેઠી. શુભમતિનું હૈયું ભરાઈ આવ્યું. તે રડવા લાગી. મેં ધાર્યું ન હતું કે આવું થશે! લગ્ન પહેલાં મને પતિ બે બધી વાત કરી હતી પણ મારા મનમાં એમ હતું કે ભલે મને કહે પણ આવો હે શિયાર છોકરો શેઠના પંજામાં નહિ સપડાય. કોઈ પણ માર્ગ કરી તે રસ્તો શોધી કાઢશે પણ આ તે કહ્યું હતું તેમ બન્યું. અરર..હવે મારું શું થશે? મારા શીલને કેવી રીતે સાચવીશ? શુભમતિની ચીસથી આજુબાજુના બધા માણસો જાગી ગયા. બધા ત્યાં પહોંચી ગયા. શું થયું? શું થયું? એકબીજાને પૂછવા લાગ્યા પણ કેઈ શુભમતિને પૂછવાની હિંમત કરતું નથી. છેવટે એક દાસીએ હિંમત કરીને શુભમતિને પૂછયું–બેન ! આપ અંધારી રાતે શયનરૂમમાંથી કેમ બહાર નીકળી ગયા ? આપે ચીસ કેમ પાડી ? શુભમતિ કાંઈ બેલી નહિ ત્યારે ફરીવાર પૂછયું, શું તમારા શેઠ નથી આવ્યા? તમને એકલવાયું લાગ્યું ? શું તમને બીક લાગી? શું ખરાબ સ્વપ્ન આવ્યું ? શું થયું? હજુ સુધી શેઠ ન આવે એવું ન બને. દાસીએ આટલું કહ્યું છતાં શુભમતિએ ઉંચું ન જોયું ને કંઈ બોલી નહિ, ત્યારે દાસી કહે છે, આપને આપના રૂપનું અભિમાન આવી ગયું લાગે છે. આ તે શેઠની દાસી છે. એટલે જેવા શેઠ એવા એમના માણસ હોય ને ? દાસીએ કહ્યું-હું
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy