SearchBrowseAboutContactDonate
Page Preview
Page 923
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૮ શાહ રત્ન સુખ-દુખની કલ્પના, સારા-ખેટાના વિચાર, ઉર્ધ્વગતિ કે અધોગતિ, ઉચ્ચતા કે નીચતા વગેરે મનની પરિસ્થિતિ પર અવલંબે છે. માનવીને આનંદ પદાર્થ સાથે સંબંધ નથી રાખતો પણ મન સાથે સંબંધ રાખે છે. એક ખેડૂત એક વર્ષમાં ત્રણ ફજલ પાક મેળવતો હોય પણ તેના મનની લાલસા ઘણી વધેલી છે તે તે ખેડૂત દુઃખી છે અને જેના મનમાં સંતોષ છે એવો ખેડૂત એક ફજલ પાક મેળવતા હોય તે પણ તે સુખી છે. માણસ પ્રસન્ન હોય તે તેને બધું પ્રસન્નતામય લાગે. ગામડાને માણસ શહેરમાં જાય ત્યાં જે સગવડતા જુએ તેને અભાવ પોતાના ગામડામાં જુએ તે તેને દુઃખ થશે. આ રીતે સુખ–દુઃખ, પ્રસન્નતા વગેરે મનના કારણો છે. એક ગાય લીલું ઘાસ ખાતી ને સારું દૂધ આપતી પણ ઉનાળો આવતાં લીલું ઘાસ ખાવા ટેવાયેલી સૂકું ઘાસ ખાતી નથી. ભરવાડે ગાયને લીલા રંગના ચશ્મા ચઢાવ્યા તેથી ગાય સૂકો ઘાસને લીલું ઘાસ સમજી ખાવા લાગી ને પહેલાની માફક દૂધ આપવા લાગી. આ સંસારને આનંદ ઉદ્વેગ બધું મનને આધીન છે. જેણે મન જીત્યું તેણે બધું જીત્યું છે. ઈન્દ્રિયો અને મનને વિજેતા અહીં મહાસુખી ને પરલોકમાં મહાસુખી. કષાયનો વિજેતા અહીં મહાસ્વસ્થ અને પરલોકમાં પણ મહાસ્વસ્થ. માનવ જીવનમાં ખરી મહેનત આ કરવા જેવી છે. નમિરાજ ઈન્દ્રને કહી રહ્યા છે કે પાંચ ઈન્દ્રિયે, કષાયો, મન અને દુર્જય આત્માને જીતવા હું જઈ રહ્યો છું. હજુ તે બાબતમાં આગળ શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર -ગુણચંદ્રના પિશાકમાં કિશેર -શુભમતિ પિતાના શયનરૂમમાં અનેક વિચારોના તરંગમાં ગૂંથાઈ હતી. ત્યાં એક માણસને આવતે જે. તેના પતિએ લગ્ન વખતે જે પોશાક પહેર્યો હતો તે પોશાક તેણે પહેર્યો હતો. ચતુર શુભમતી સમજી ગઈ કે પિશાક પહેરનાર ગુણચંદ્ર નથી પણ બીજો કેઈ છે. ખરેખર જે મારા પતિ ગુણચંદ્ર હોય તો મારા રોમરોમમાં આનંદ ઉછળ્યા વિના રહે નહિ, પણ આ વ્યક્તિના આવવાથી મારા હૈયામાં કોઈ અકપ્ય થડકાર થાય છે. આ માનવી મારા પતિ નથી. તે માણસ જેમ જેમ નજીક આવતા ગયા તેમ તેમ તેના શરીરની દુર્ગધ એકદમ ઉછળવા લાગી. શરીરને સુંદર વસ્ત્રાભૂષણથી શણગાયું, પણ દુર્ગધ કંઈ છાની રહે? સતીએ હિંમતથી કહ્યું–આ૫ મારાથી દૂર રહેજે, છતાં એ માણસ વધુ નજીક આવતે ગયે તેમ આખે શયનરૂમ દુર્ગધથી ભરાઈ ગયો. સહન ન થઈ શકે એવી દુર્ગધ આવવા લાગી શુભમતિએ સાડલાને છેડો નાક પર ઢાંકી દીધો. માનવી ઘમંડથી ભલે પોતાને કેઈ ન ઓળખી જાય તે માટે અનેક પ્રયાસો કરે, બીજાનો વેશ ધારણ કરી સર્વને ભ્રમમાં મૂકવા માંગે પણ દોષ ઢંકાયેલા રહેતા નથી. અસહ્ય દુર્ગધથી નજીક આવેલા માણસને તે બરાબર ઓળખી ગઈ ને સ્વસ્થ બની ભયના આક્રમણથી છૂટવાનો માર્ગ શોધવા લાગી. આ બાજુ આવનાર માનવ શુભમતિનું ઝગારા મારતું રૂપ જોઈને તેના રૂપમાં ઘેલો બન્યો અને એ રૂપસુંદરી તરફ જલદીથી જવા લાગ્યા,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy