SearchBrowseAboutContactDonate
Page Preview
Page 914
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૦૯ શ્રેણિક રાજાને પણ ગરીબ એવા પુણિયા શ્રાવક પાસે જે સામાયિકના ફળની ભીખ માંગવી પડી તે સામાયિકની કિંમત કેટલી હશે? તે સામાયિક આજે આપણુ પાસે પણ વિદ્યમાન છે, પણ એની કિંમત સમજાઈ નથી. સાચી સમજપૂર્વકની, સમતા રસથી ભરપૂર સામાયિક કરવામાં આવે તો બેડો પાર થઈ જાય, પછી શા માટે આડાઅવળા ફાંફાં મારવા? રોજ ઓછામાં ઓછી એક સામાયિક તો કરો. સામાયિક એ બે ઘડીનું ચારિત્ર છે, માટે સંપૂર્ણ ચારિત્ર ન લઈ શકે તે આટલું તે કરે. નમિરાજ તો જાવજીવનું ચારિત્ર લઈને ઘરની બહાર નીકળી ગયા. ચારિત્ર માર્ગથી ડગાવવા ખુદ ઈન્દ્ર આવ્યા પણ કર્મ સંગ્રામમાં ઝઝુમવા નીકળેલો સાધક કોઈથી પાછો પડે નહિ. જેણે આત્માની શક્તિ મેળવી છે એવો સાધક તે કર્મ સંગ્રામમાં વિજય મેળવીને જંપે. કહેવાય છે કે સવા બે તોલા જેટલું પિોલીટર નામનું દ્રાવણ સારાય વિશ્વને સમુદ્રમાં ડૂબાડી દેવાની તાકાત ધરાવે છે. જે જડ પરમાણુની આટલી અગાધ શક્તિ હોય તે પછી આત્મામાં તો અનંત બળ છે. ચેતનની પ્રચંડ શક્તિ છે. અનંત બળવાળા તે આત્મામાં અંતર્મુહુર્તમાં અનંત અનંત કર્મોને ભૂકકા બોલાવી દે તેવી અક તાકાત છે. ક્ષપકશ્રેણીના આત્માના ધ્યાન બળની અનુપમ તાકાત છે. આ પરિગ્રહ, પરિવાર વગેરે એક જાતની મોહ રાજાની ભેટ છે. એમ આત્મા સમજે તે આત્માનો કર્મ પર વિજય હાથવેંતમાં છે. મેહ રાજાએ કાયાના અણુએ અણુમાં આત્માના અસંખ્યાત પ્રદેશ પર અને ચૌદ રાજલેકના અણુએ અણુમાં કાતિલ યંત્ર એવા ગોઠવેલા છે તે ત્યારે ભૂક્કો થઈ શકે કે જ્યારે સંસારના ભેજને અંદર પ્રવેશવા ન દે અને પ્રત્યેક સમયે આત્મા જાગૃત બને તે મહ રાજાપર વિજય મેળવી શકાય છે. આપણે પણ મોહ રાજા પર વિજય મેળવી મોક્ષના સુખ પામીએ એ આશા સહિત વિરમું છું. ચરિત્ર : પતિની પતિક્ષા કરતી શુભા – દંભી, માયાવી અને કપટી લમીદત્ત શેઠે માયા કરીને ગુણચંદ્રને પરણાવ્યા. ગામમાં ઢોલ, નગારા વગાડી જાહેરાત કરી એટલે ગામના લોકો ઝાઝા જેવા આવે. શેઠને શું બતાવવું છે ? છોકરો કે સારો, શૌર્યવાન અને રૂપાળે છે, પછી જુબાની રહે ને ! શેઠે નવદંપતિનો શયનરમ ખૂબ શણગાર્યો છે. ઝાકમઝોળ બનાવ્યો છે. સુગંધિત તેલ છાંટીને હેકતે બનાવ્યો છે. શેઠ તો અબજોપતિ છે એટલે શી ખામી રાખે! શુભમતિએ શયનરૂમમાં પગ મૂક્યો. રૂમ જોઈને શુભમતિ વિચારવા લાગી કે શું આ રૂમ છે ! કેટલી રિદ્ધિના સ્વામી હશે! શુભમતિ પોતાના શયનરૂમમાં જઈને પોતાના પતિની રાહ જોતી પલંગ પર બેઠી. પિતાને પતિ ન આવ્યો એટલે મહેલની ચારે બાજુ તપાસ કરી. મનમાં વિચાર કરવા લાગી કે શું તેઓ સંતાઈ ગયા હશે ? શું તેઓ મારી પરીક્ષા કરતા હશે? ના ના.... તે હજુ સુધી કેમ આવ્યા નહિ હોય ! તે આખો મહેલ ફરી વળી. પણ કયાંય પતિની છાયા દેખાઈ નહિ. માતાપિતાના, સગાસ્નેહીઓના સ્નેહ અને પ્રેમને છોડીને છોકરીએ જેને પોતાનું આખું જીવન અર્પણ કર્યું તે પતિ પરણ્યાની પ્રથમ રાત્રે હજુ સુધી આવ્યા નહિ, તેથી તેનું હૈયું હવે અધીરું બની ગયું.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy