________________
શરદા રત્ન
૮૦૭
બને છે. એવા ઘણા દાખલા છે. નંદીષેણ મુનિ ગણિકાના ઘેર રહ્યા અને પછી ઠેકાણે આવ્યા છે. આ યુદ્ધની વિશેષતા એ છે કે હારને જીતમાં બદલાઈ જતાં વાર લાગતી નથી. જે પક્ષ હારમાં દેખાય તે ઘડીકમાં જીતી પણ જાય અને દેખાવમાં જીત દેખાતી હોય તે ઘડીમાં હાર પણ પામે. અરે, કંઈક વાર કઈ મોટા યોદ્ધા માટે આપણને દેખાતું પણ ન હોય કે એ મહાત્માના લલાટમાં નરક લખાયેલી હશે અને નરકમાં જનાર આત્મા દેવલોકના મહાન સુખો ભેગવવા ચાલ્યા જાય. જેમ કે યુગબાહુ ઈન્દ્ર કહેઆપે ઘણી સુંદર રીતે સમજાવ્યું. હવે આપ એ સમજાવો કે ઘણી વખતે દુશ્મનની છાવણીની ચર્ચા ગુપચુપ જોઈને તેમને હઠાવવાના ઈલાજ શોધવા પડે છે એ કેવી રીતે? હે વિપ્ર ! સાંભળો, રાગ કયા કારણથી ઉત્પન્ન થાય છે ? કેવા સંયોગોમાં વૃદ્ધિ પામે છે? કઈ ભૂમિમાં તેનું બી બળી જાય છે ? કયા ક્ષાર નાંખવાથી બી ઉગી શકતું નથી ? ષ શાથી ઉત્પન્ન થાય છે ? તે કયા કયા રૂપ ધારણ કરે છે? કયા સમયે તે શાંત થઈ જાય છે? કયા વખતે તે ભભૂકી ઉઠે છે ? તેને કેવું ખાતર અનુકૂળ છે? એ સર્વ છૂપી રીતે તપાસવું, એ કામ શું શત્રુની ચર્યા જોવા જેવું નથી? આ વાત સાંભળી ઇન્દ્ર હસી પડયો. મને માફ કરો મહારાજ. તમારી વાત તે દરિયાપારની લાગે છે. મેં તે આવા વિચાર કરનારા સાધુ ઓછા જોયા છે.
નમિરાજના જવાબથી ઈન્દ્રને ખૂબ સંતેષ ને આનંદ થયો. શી તમારી અધ્યાત્મ ભાવભરી વાત ! શી તમારી સંમનિષ્ઠા ! ખરેખર આપની દલીલે, આપના જવાબ એવા જડબાતોડ છે કે તે વિરુદ્ધ હું કાંઈ બોલી શકતો નથી. હવે તે હું આપના અધ્યાત્મ સંગ્રામની વાત બરાબર સમજે. નમિરાજના વૈરાગ્યભર્યા જવાબ સાંભળીને વિરાગ્ય આવ્યા વિના રહે નહિ. એવા એમના આત્મસ્પશી જવાબ છે. નમિરાજ તે સારો સંસાર છોડીને નીકળી ગયા. સારા રાજવૈભવનો ત્યાગ કર્યો. તમે એટલું ન કરી શકે તે શ્રાવકના બાર વ્રત તે ગ્રહણ કરે. બારે વ્રત અંગીકાર ન કરી શકો તે એક વ્રત તે ગ્રહણ કરે, તે પણ કલ્યાણ થશે. બાર વ્રતમાં નવમું વ્રત સામાયિકનું છે. તમે એક સામાયિક કરે એટલે ચૌદ રાજલકના જીવોને અભયદાન મળ્યું. સામાયિક વ્રત જીવનમાં સમતાને લાવે ને મમતાને કાપે. ભગવતેએ આ સામાયિકને અપાર મહિમા ડગલે ને પગલે ગાય છે. બે ઘડી માટે દુનિયાના સર્વ અને અભયદાન આપવાની તાકાત ધરાવતા આ સામાયિકના આનંદનું અને લાભનું પૂછવું શું ! પન્નવણ સૂત્રના પંદરમા પદમાં ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરસ્વામીને વંદન કરીને પૂછયું, હે પ્રભુ!
એક મુહર્ત શુદ્ધ સમતિ સહિત સામાયિક કરે તે તેને શું લાભ થાય ? ત્યારે પ્રભુએ કહ્યું- હે ગૌતમ! ૯૨ ક્રોડ, ૫૯ લાખ, ૨૫ હજાર ૯૨૫ પલ્યોપમ અને એક પલ્યોપમના સાત ભાગ કરીને તેમાંથી ત્રણ ભાગ ઝાઝેરા શુભ દેવતાનું આયુષ્ય બાંધે. સામાયિકો કેટલે મહાન લાભ !
મહારાજા શ્રેણિક ભગવાન મહાવીર સ્વામીના પરમ ભક્ત હતા. તેમણે એક વાર