________________
શારદા રત્ન
૮૦૫ ગ્ય બધાને ત્યાગ કરે છે ને આદરવા યોગ્ય બધાને આરે છે. એટલું કર્યા પછી પણ સાધકને પ્રમાદના કારણથી, અસાવધાનીના કારણથી, અને મન–વચન અને કાયાના યોગની ચંચળતાને કારણે થોડો ઘણે દોષ લાગી જાય છે. અપ્રમત્ત અવસ્થા તે થોડા સમયને માટે આવે છે. તેની સ્થિતિ અંતર્મુહુર્તની હોય છે. જ્યારે પ્રમાદ અવસ્થા લાંબા કાળ સુધી રહે છે. ધર્મની આરાધનાનો આ ત્રીજે પ્રકાર છે.
જેમણે સર્વવિરતિ ધર્મની આરાધના કરી છે એવા આપણું નમિ રાજર્ષિ તેમની શ્રદ્ધા કેટલી દઢ છે. તેમની પરીક્ષા કરવા દેવલોકના સિંહાસન છોડી ખુદ ઈન્દ્ર પોતે વિપ્રના રૂપમાં આવ્યા છે ને કેવા કેવા પ્રશ્નો કરે છે, છતાં નમિરાજ તેમની સામે નડરતાપૂર્વક જવાબ આપે છે. તેમના એકેક જવાબ પરથી જણાઈ આવે છે કે તેમની શ્રદ્ધા કેટલી દઢ છે ! ઈન્ટે કહ્યું કે આપ આપના દુમન રાજાઓને વશ કરીને પછી દિક્ષા લેજે, ત્યારે નમિરાજે કહ્યું કે શૂરવીર, મહાપરાક્રમી ક્ષત્રિય પુરૂષ પોતાની એક ભુજાથી દશ લાખ દ્ધાઓને જીતતો હોય પણ જે તેણે આત્માને જ નથી તે તે જીતેલો નથી પણ છતાયેલું છે. આ સાંભળીને ઈન્દ્રના મનમાં થયું કે આ તે કઈ જુદા યુદ્ધની વાત કરતા લાગે છે, એટલે તેણે પૂછ્યું–વીર ! એવા યુદ્ધ કયા ક્ષેત્રમાં થતા હશે ? ત્યારે નમિરાજ કહે છે,
अप्पाण मेव जुज्झाहि, कि ते जुज्झेण बज्झओ ।
अप्पाणमेवमप्पाण, जइत्ता सुहमेहए ॥ ३५ ॥ તું આત્મા સાથે યુદ્ધ કર. તારે બહારના યુદ્ધનું શું કામ છે? કારણ કે આત્માને આત્માથી જીતીને સુખ મેળવી શકાય છે.
નમિરાજ કહે છે તે વિપ્ર ! તું આત્મા સાથે યુદ્ધ કર. બહારના યુદ્ધથી તારું કઈ પણ પ્રયજન સિદ્ધ થવાનું નથી. અર્થાત્ બહારના શત્રુઓ સાથે લડીને શું મળવાનું છે? એમાં તે ક્ષણિક કીતિ અને ક્ષણિક સંપત્તિ મળ્યા, પણ ફરીથી દુશમન ઉભા નહિ થાય એની શી ખાત્રી? એ ભોગવવા શરીર સારું રહેશે કે કેમ? એને શે ભરોસે? શરીર સારું રહેશે તે છેવટે મૃત્યુ તે નિશ્ચિત છે. મોટા સંગ્રામ જીતનારને પણ મૃત્યુ વખતે કર્મરાજ બકરીની જેમ ઉપાડીને ચાલતો થઈ જાય છે, અને કયાંય નરક તિર્યંચગતિમાં ફેરપણે રીબાત કરી મૂકે છે. એમાં બાહ્ય સંગ્રામ છત્યાના શા અરમાન રહ્યા ! માટે જ્ઞાનીની આ સોનેરી સલાહ છે કે
લડો સૌ આત્મસંગ્રામે, બીજ સંગ્રામ શા કરો,
શુદ્ધાત્માથી દુરાત્માને, જીતીને સુખ મેળવો. નમિરાજની વાત સાંભળીને ઈન્દ્ર પૂછે છે હે વીર ! એવા યુદ્ધ ક્યા ક્ષેત્રમાં થતા હશે? નમિરાજે કહ્યું: આત્મક્ષેત્રમાં. તે યુદ્ધ કેની કેની વચ્ચે થતા હશે? શુદ્ધાત્મા અને દુરાત્મા વચ્ચે. તેમાં કેણ છતતું હશે ? શુદ્ધાત્મા. તેમાં જીતનારને શું મળતું હશે ? આત્મભાવ. દરેક જવાબમાં આત્મા–આત્મા અને આત્માનું નામ સાંભળવાથી