SearchBrowseAboutContactDonate
Page Preview
Page 909
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન કરતા. લગ્ન પત્યા ત્યારથી શેઠને ચિંતા થવા લાગી કે નવવધૂને પરણીને લઈ ગયા પછી શું કરવું ? કિશાર રક્ત કોઢીયો છે. એને સોંપવી કેવી રીતે ? એમ અનેક વિચારો મનમાં ઘોળાયા કરે છે. દિવસ તે પૂરો થઈ ગયે. રાત્રી પડી. ઘરના બધા માગુસો લગ્નના કામકાજથી થાકી ગયેલા, તેથી મીઠી નિંદ્રામાં પોઢી ગયા. લક્ષમીદત્ત શેડ સૂતા પણ નિદ્રા આવતી નથી. મનમાં એક પ્રશ્ન ગૂંથાયા કરે છે કે કિશોરનું અને શુભમતિનું મિલન કેવી રીતે થાય ? તે ચિંતામાં નિદ્રા દેરીના દર્શન ક્યાંથી થાય? હવે શું બનશે તે ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૯૧ આસો વદ ૧૦ ને શનિવાર તા. ૨૪-૧૦-૮૧ સર્વજ્ઞ, સર્વદશી ભગવાન ફરમાવે છે કે જગતના દરેક જીવ સુખની આશા રાખે છે. સુખ મેળવવા માટે દોડધામ કરે છે, પણ સાચું અને શાશ્વત સુખ કોને કહેવાય તેનું તેને જ્ઞાન નથી. મુક્તિ એ શાશ્વત સુખની જનની છે. જ્યાં સુધી આત્મા બંધનમાં છે ત્યાં સુધી સુખની આશા તેને માટે વ્યર્થ છે. સુખ પ્રાપ્તિ માટે બંધનથી મુક્ત થવું પરમ આવશ્યક છે, અને બંધનથી મુક્તિ માટે ધર્મની આરાધના જરૂરી છે. ધર્મની આરાધના માટે સર્વ પ્રથમ આવશ્યકતા સમ્યકત્વની છે. સમ્યકત્વમાં શુદ્ધ શ્રદ્ધાની ઝલક હોય છે. જે માણસ કોઈ પ્રલોભનમાં પ્રભાવિત થઈને અથવા ગમે તેવા કપરા પ્રસંગમાં પણ શ્રદ્ધાનો ત્યાગ કરતા નથી તે માણસની શ્રદ્ધા અને વિશ્વાસ પ્રશંસનીય છે. ક્રિયાત્મક રૂપમાં તે માણસે ભલે કોઈ વસ્તુનો ત્યાગ ન કર્યો હોય, છોડવા લાયક વસ્તુઓને થોડા પ્રમાણમાં પણ છેડી ન હોય અને આદરવા ગ્ય વસ્તુઓને આંશિક માત્ર આદર ન કર્યો હોય પણ તેમની શ્રદ્ધા જે દઢ છે તે દેવ અથવા સંસારની કોઈ પણ શક્તિ તેને શ્રદ્ધાથી વિચલિત નથી કરી શકતી, એને સમ્યકત્વ કહેવાય છે. એનું બીજું નામ છે સાચી શ્રદ્ધા. જે અવિરતિ સમ્યફદષ્ટિ છે તે વ્રત પરચખાણ કરી શકતા નથી પણ તેમના મનમાં તે સતત એ જ ભાવના હોય છે કે ત્યાગવા યોગ્ય વસ્તુનો ત્યાગ કર્યા વિના અને આદરવા ગ્યને આદર્યા વિના સુખની પ્રાપ્તિ થવાની નથી. તે દિવસ મારા માટે પરમ કલ્યાણકારી હશે કે જે દિવસે ત્યાગવા લાયકનો ત્યાગ કરીશ અને આદરવા ચોગ્યને આદરીશ. શ્રદ્ધાની દરતા અને દૃષ્ટિની નિર્મળતા (સમ્યફવ) એ પ્રથમ પ્રકારના ધર્મની આરાધના છે. બીજા પ્રકારમાં સામાન્ય રૂપમાં (વેડા પ્રમાણમાં) છેડવા લાયકને છોડે છે અને આદરવા ચોથને ગ્રહણ કરે છે. શ્રાવકે ત્યાગવા ગ્ય સમુદ્રમાંથી કેવલ બિંદુ એટલે ત્યાગ કર્યો અને ગ્રહણ કરવા ગ્યમાંથી તેણે બિન્દુ જેટલું ગ્રહણ કર્યું. આ અલ્પ ગ્રહણ અને અલ્પ ત્યાગના કારણે શ્રાવકને દેશવિરતિ કહે છે. આ ધર્મની આરાધનાનો - બીજે પ્રકાર છે. ધર્મની આરાધનાને ત્રીજો પ્રકાર છે સર્વવિરતિ. આ ધર્મમાં ત્યાગવા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy