________________
૭૯૪
"
શારદા રત્ન અર્પણ કરતી નથી. દિલના દાન એકને હોય. સર્વને નહિ. આપ આવી અસંગત વાત કેમ બેલો છે? આ વાત સાંભળતા મારા દિલમાં આઘાત લાગે છે, આવી વાત કહીને મને શા માટે દુઃખી કરે છે !
સતી! દુનિયાના પ્રાંગણમાં જ્યારે અસંગત વાત પણ સાચી હકીકત રૂપે હોય છે ત્યારે આવો કોયડો ઉભું થાય છે. હું તને સત્ય કહું છું. આ વાત ખૂબ ગંભીર છે. મારી નબળાઈને કારણે, ભૂલના કારણે આ બધું બની રહ્યું છે. આ ભૂલ મારી છે. કિશોરે તે આ બધી વાત કરી દીધી. હવે કન્યાને વિચાર કરવાને રહ્યો કે મારે શું કરવું? શુભમતિ તો કિશોરના મુખેથી બધી વાત સાંભળીને આશ્ચર્ય પામી ગઈ. દુનિયામાં સ્વાથી માણસે કયાં જઈને અટકે છે? પૃથ્વીના પટ પર માનવી માનવતાને અપનાવે તે કલ્યાણનું સર્જન કરી શકે છે અને દાનવતાને અપનાવે તે અનેકના હૈયાની આહ વહેરીને ભયંકર સંહારક બની શકે છે. શુભમતિ ખૂબ ડાહી, ગંભીર અને ચતુર છોકરી છે. તેણે વિચાર કર્યો છે કે છોકરે કેટલો દુઃખી છે ને તે મારા માટે જ. તેણે તે મારી પાસે બધી વાત રજુ કરી દીધી. હવે મારે શક્તિ કેળવવાની રહી. અંતે નિર્ણય કર્યો કે મારા ભાગ્યમાં લખ્યું હશે તે થશે, પણ તોરણે આવેલા વરને વધાવી લેવો. એટલામાં તેણે દૂરથી જાનૈયાઓને આવતા જોયા. જે તેઓ જોઈ જાય તે સારું ન લાગે, માટે હવે અહીંથી મારે જલ્દી જવું જોઈએ. એમ વિચાર કરીને કહે છે.
અબ મનકી ચિંતા દૂર કરકે, શુભ અવસરો વધાઓ, સુગ મિલતે સભી શુભ હેગા, મેરે વચન પર શ્રદ્ધા રફ
હે પ્રાણેશ! હે મારા જીવન સાથી ! અત્યારે આ મળેલા શુભ અવસરને વધાવી લે. આપ લગ્નમંડપમાં ચોરીમાં પધારજે ને મને પરણજો. આપ હવે મનની મૂંઝવણ દૂર કરો. બધી ચિંતા છોડી દે. સુયોગ મળતાં બધું સારું થશે. આપ મારા પર શ્રદ્ધા રાખો. આપ જ મારા પતિ રહેવાના છે. તમે તમારા દિલની દિવાલમાં કતરી રાખજો કે, શુભમતિને પતિ કિશોર નહિ પણ ગુણચંદ્ર છે. લક્ષમીદત્ત શેઠને દીકરો નહિ, પણ સાગરદત્ત શેઠને દીકરો એ મારે પતિ છે. એમાં બે મત નહિ થાય. સત્તાધારીઓ કેઈના જીવનધન પર સત્તા અજમાવી શકે છે પણ કેઈના પ્રારબ્ધ પર સત્તા અજમાવી શકતા નથી. આપ નિશ્ચિત રહેજે. મારે મન તો તમે પ્રાણ છો, સર્વસ્વ છે, તમે મારા છો અને જીવનના અંત સુધી મારા રહેશે. હું તમારી છું. મારા પર લક્ષમીદત્ત શેઠના દિકરાને કે કોઈને અધિકાર નથી. મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી મને કઈ આંગળી અડાડી શકશે નહિ. જે કુદરત વિપરીત હશે તે મારો દેહ હસતા મુખે મૃત્યુને ભેટશે પણ બીજાના હાથમાં તે નહિ જ જાય, માટે આપ બધી ચિંતા છોડી દો. પરણીને ગયા પછી બધું જોયું જશે. આપ હસતા મુખે લગ્ન કરી લે. હવે જાનૈયાઓનું આગમન જલદી થઈ રહ્યું છે. આપની બધી પરિસ્થિતિ મને સમજાઈ ગઈ છે.