________________
શારદાં રત્ન
૭૯૩ કારમાં દુઃખેથી હું અકળાઈ ગયે. મને જીવન વહાલું લાગ્યું, તેથી મેં હા પાડી દીધી. શુભમતિ! હું મહાપાપી છું. મારે મરણ વહાલુ કરવું જોઈએ, પણ કેઈની જિંદગી બગાડવી ન જોઈએ. છેવટે શેઠનું વચન માન્યું. ભાડૂતી વરરાજા તરીકે લગ્ન પ્રસંગ દીપાવો. લગ્ન થયા બાદ ઘેર આવ્યા પછી નવવધૂ પર મારો કઈ પણ પ્રકારને હક્ક રહેશે નહિ. એવા કરાર કરાવી મને ભોંયરામાંથી બહાર કાઢો, છતાં મનમાં પાપ ડંખ્યા કરતું હતું. પરણવા આવવાની મારી જરા પણ ઈચ્છા ન હતી. ભોંયરામાંથી બહાર કાઢ્યા પછી હન્ટરના માર વિનાના મારા બે મહિના ગયા છે.
ભોંયરામાંથી બહાર કાઢ્યા પછી તેમને પોતાનું કાર્ય પાર પાડવું હતું, એટલે બે મહિનાથી મને સારું ખાવાપીવાનું આપે છે. પહેરવા સારા કપડાં આપે છે, નહિ તે મારા માટે અંધારી કોટડી ને હેન્ડલના માર સિવાય બીજું કાંઈ નહોતું. શેઠ મને રેજ માર એટલા માટે મારતા કે હું રડું ને આંસુ પડે તો તેને મોતી મળે ને! આ શેઠે તો એટલા મોતી ભેગા કર્યા છે કે અબજો રૂપિયા તે મોતીના જ મળે. એટલા આ મેતી કિંમતી ને મૂલ્યવાન છે, પણ આ તે એવા કંજુસ છે કે “ચમડી તૂટે પણ દમડી ન છૂટે આ તે એમની વાહ વાહ બેલાય માટે પૈસા વાપરે છે. ઉંઘમાં પણ મારાથી આ વાત હજુ ભૂલાતી નથી કે મેં આ શું કર્યું? મને આશા હતી કે લગ્ન આવશે ત્યાં સુધીમાં હું કઈ ઉપાય શોધી કાઢીશ પણ આપણા કર્મની કઠીનતાથી એને યેગ હજુ સુધી મળ્યો નથી. આજે હું તારી સામે વરરાજા તરીકે આવીને ઉભો છું. હજુ મને મનમાં થાય છે કે હું બહાર કહી દઉં, પણ મનમાં થયું, જે એમ કહી દઉં તો શેઠને વિશ્વાસઘાત કર્યો કહેવાય. - હંટરનાં માર કરતાં આ પાપ ભયંકર- મારા મનમાં એ જ દુઃખ છે કે લક્ષમીદત્ત શેઠની કપલીલાને સાથ આપી તારા જેવી ઉગતી કુસુમની કળીને દુઃખમાં નાંખવા હું નિમિત્ત બન્યા. ઘોર અંધકારવાળા ભૈયરામાં હંટરના મારનું જે દુઃખ થતું હતું, તેનાથી વધુ દુઃખ તારા જીવનને ધૂળધાણી કરવા ઉઠો છું તેનું થાય છે. એથી જ હું રડું છું. આવા પ્રકારનો અગ્નિ દિલમાં જલતો હોય ત્યાં હાસ્ય કયાંથી હોય? લગ્નને ઉમંગ કયાંથી હોય? તારા ભાવિ જીવનનો વિચાર આવતાં મારા દિલમાં ધ્રુજારી ઉઠે છે. અહીંથી પરણને ગયા પછી તે પાછું મારા નસીબમાં ભેંયરું અને માર સર્જાયેલા છે. મારું હભાગી હૈયું આ અકૃત્ય કરવા તૈયાર થયું છે. તને છેતરવા સાહસિક બન્યું. સુખની આશાના તંતુઓ પર કાતર ફેરવવા ઉત્સુક થયું. શું કહું મારા અધમ કૃત્યની કહાણું! શુભમતિ ! તને શું કહું! આ લગ્ન પ્રસંગમાં પંચની સાક્ષીએ હું તને પરણીશ ત્યાં સુધી તારો, પછી તારો પતિ લક્ષમીદત્ત શેઠને દીકરો થશે. આ કેવી રીતે? પંચની સાક્ષીએ લગ્ન કર્યા તે મારો પતિ નહિ ને બીજે! આ વાત તે સતીઓ માટે કલંક રૂપ કહેવાય. સતીઓના સતીત્વનું મૂલ્યાંકન અગ્નિની એરણ પર મૃત્યુના મુખમાં થાય છે. તે હસતા મુખે મૃત્યુને ભેટે, પણ બીજાને પોતાના દેહ અને દિલ કદી