________________
શારદા રત્ન
૭૮૫ તુમ્હારા દઈ વાહ મેરા દઈ, તુમહે દેખ દિલ જલ રહા મેરા,
મેં હું આપકી અર્ધાગિની, દિલકા દદ મુજે સુનાઓ.
સ્વામી ! આપ વણિક પુત્ર હોવા છતાં આપનું ભાલ ક્ષત્રિયના તેજથી ઝળકી રહ્યું છે. આપ શા માટે હિંમત ગુમાવો છો ? આપનું દઈ તે મારું દઈ છે. આપ દુઃખી તે હું દુઃખી છું. આપનો કલ્પાંત જોઈને મારું દિલ બળી રહ્યું છે. હું આપની અર્ધાગના છું. આપના હૃદયને ભાર મને નહિ કહો તે કોને કહેશે? હમણા સમય થઈ જશે માટે મને જલ્દી કહે. સ્ત્રી અને પુરૂષ એ સંસાર રથના બે ચક્રો છે. તે બંનેમાં દિલોજાન ઐક્યતા હોય. એક ચાલે તે બીજાને ચાલવું પડે એવી સમર્પિત ભાવના હોવી આવશ્યક છે. હજુ લગ્ન થયા નથી એટલે આપ મને શું પારકી માને છે ? મારી સગાઈ આપની સાથે થઈ ત્યારથી મારું સર્વસ્વ આપને દઈ ચૂકી છું. હું આપની છું ને આપની રહેવાની છું. હે પ્રાણનાથ ! આપના દિલની દિવાલમાં કયું દર્દ છૂપાયું છે? કયું દુઃખ આપના દિલની દિવાલને ભેદી રહ્યું છે તે આપ મને જદી કહો. શુભમતિના એકેક વચને કિશોરકુમારના હૈયામાં ઝણઝણાટી પેદા કરતા હતા. તેના આટલા શબ્દો સાંભળતા ફરીથી આંખમાંથી અશ્રુની ધારા વરસી; જાણે અષાઢ માસની હેલી ન હોય ! કુમાર એટલું રડે અને જે આંસુ પડ્યા તે મેતી બની ગયા પોતાના પતિનો આટલો કપાત જોઈને તે પણ ઢીલી થઈ ગઈ. એને કલ્પનામાં પણ નથી આવતું કે મારા પતિને શું દુઃખ હશે!
શુભમતિની વિનવણ -શુભમતિ ફરી ફરીને વિનંતી કરવા લાગી, હે નાથ! મારું જીવન આપના ચરણે છે. આપની આ દાસી પાલવ પાથરીને એક અરજ કરે છે. આપના હૃદયના દ્વાર ખેલો. આપના અંતરના મને દર્શન કરવા દો. શું આપને મારા પ્રત્યે વિશ્વાસ નથી? શ્રદ્ધા નથી ? શુભમતિ આટલું આટલું કરગરે છે છતાં કિશોર કાંઈ બોલતે નથી. તેને કહેવાનું મન થાય છે પણ તે કહી શકતો નથી. તેના મનમાં એ મૂંઝવણ થાય છે કે જો હું સત્ય વાત કહી દઉં ને કન્યાને આઘાત લાગી જાય ને કંઈક થાય તે હું શું કરું! આ વિચારથી તે બોલી શકતો નથી. શુભમતિ કહે છે, શું આપના હૃદયમાં મારા માટે સ્થાન નથી ? અરે હે પ્રિયા ! તું આ શું બોલે છે? બસ, કિશોર આટલા શબ્દો બોલીને પાછો મૌન રહ્યો. હે નાથ ! આપ મારા ને તમારા વચ્ચે અંતરના અંતર શા માટે રાખો છો ? સાચા નેહીઓ વચ્ચે અંતર ન હોય. આપ મારા પર શ્રદ્ધા રાખે. સ્નેહ, શ્રદ્ધા અને સ્વાર્પણના જળથી સીંચાયેલ સંસાર સ્વર્ગ બને છે, નંદનવન બને છે. ખરેખર તમારા હૈયામાં કેઈ દહેશત વંચાય છે. તમારા વચનને આ હૃદય સાગર મોજાંઓની માફક ફેંકી દેશે નહિ, પણ દિલની દિવાલમાં સાચવી રાખશે.
પાપ પ્રગટ કરવાની ભાવના –શુભમતિની સરળતા, અર્પણતા જોઈને કિશેરમા મનમાં વધુ દુઃખ થવા લાગ્યું. શું આ છોકરી છે ! તેનામાં ગુણોનો ખજાનો ભર્યો છે.
૫૦.