SearchBrowseAboutContactDonate
Page Preview
Page 889
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૪ શારદા રત્ન થયું કે નક્કી પેલે માણસ લઈ ગયે. શેઠ તે લમણે હાથ દઈને રડવા લાગ્યા, પણ હવે શું થાય? દીકરા ! હું કહેતો હતો કે એ મડદું નથી પણ દલો લેવા માટે ઢાંગ કરીને સૂતો છે. શેઠની ફરિયાદ – શેઠે બીજે દિવસે રાજાને ફરિયાદ કરી. રાજા પૂછે છે કે, એ ચેરના કંઈ નિશાન છે? હા. તેના નાક, કાન કપાયેલા લાગતા હતા. રાજાએ ચિરની તપાસ કરાવી. ચોર પકડાઈ ગયો. રાજા પૂછે છે તે ચોરી કરી છે ને શેઠની માલ મિલ્કત લીધી છે? હા, મહારાજા. તે એમની મિલ્કત એમને સેંપી દે. રાજાસાહેબ ! મેં એ મિલ્કત એમ ને એમ નથી લીધી. આ શેઠ તે મહાપાપી છે. તેમણે મારા કાન, નાક કાપી લીધા છે ને એક આંખ કાઢી લીધી છે, તે બધું મને પાછું આપે, મને હતું તેવું કરી આપે તે હું તેમનું ધન પાછું આપું. હવે શેઠ ચેરના કાન, નાક, આંખ કયાંથી પાછા લાવી આપે ! શેઠની મિલકત ગઈ ને રડતા રહી ગયા. અતિ ભી મનુષ્યનું ધન ધૂતારા લઈ જાય, ડોકટર લઈ જાય, સરકાર લઈ જાય. કેઈ ને કઈ રીતે જતું રહે. શેઠે ધનની રક્ષા માટે ચેરના કાનનાક કાપ્યા અને આંખ કાઢી લીધી, ત્યારે શેઠને દયા ન આવી અને ચારે ધન મેળવવાં કેટલું કષ્ટ વેઠયું! લાભ બહુ ભયંકર છે. નાશવંત લક્ષમી લૂંટાઈ જવાના અનેક ભય છે. ઈન્દ્ર નમિરાજને કહે છે તે રાજર્ષિ ! તમે તમારી પ્રજાને નિર્ભય બનાવીને પછી જાવ. હવે નમિરાજ શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્રઃ અંતરની આહને શાંત કરવા મથતી શુભમતિ - શુભમતિએ પૂછયું નાથ ! આપ શા માટે રડો છો? ઘણું કહ્યું ત્યારે કુમાર કહે છે, તું ગભરાઈશ નહિ, મૂંઝાઈશ નહિ. મને કાંઈ નથી. તે આપ આટલું બધું રડે છે શા માટે?. હે દેવી! કર્મની કુટિલતા! હે દુર્ભાગી આત્મા ! તને આ કેમ ગમ્યું? આ દોષ, આ ભૂલ મારી છે. શુભમતિ કહે છે. આપ સ્પષ્ટ વાત કહો કે આપના અંતરમાં શું દુઃખ છે? શી ચિંતા છે? હૃદયની આહ બહાર કાઢ્યા વિના અંતરનો દાહ શમતે નથી. દુઃખના ઝંઝાવાતમાં ધૈર્યનું આલંબન હુંફ લે છે. સંઘર્ષણ, અશાંતિ અને આપત્તિ એ દુ:ખદાયી સંસારનું વિષમ વિષ છે. એ વિષ જે પચાવી શકાય તે સંસારના સોનેરી સ્વપ્નાની સુંદરતા મેળવી શકાય. આપના શબ્દો પરથી જણાઈ આવે છે કે આપ પરણવા આવ્યા છે એમાં કંઈ ભેદ છે. આપ સુજ્ઞ ને ડાહ્યા છે. આમ ધીરજને શા માટે ગૂમાવો છો ? આપ એકલા એકલા શા માટે મૂંઝાવ છે? આ૫ જે હોય તે મને જલદી કહે. દેહમાં પ્રાણ હોય તો દેહની કિંમત છે, તેમ આપ મારા પ્રાણ સમાન સર્વસ્વ છે. આ બિચારી કન્યાનું દિલ પણ રડી રહ્યું છે. શું હશે? એને એ વિચાર તે આવે જ ક્યાંથી કે ભાડે પરણવા આવ્યા છે ને મારા માટે જ રડી રહ્યા છે. આટલું આટલું શુભમતિએ કહ્યું છતાં કુમાર કાંઈ બોલતા નથી. કન્યા થોડી વાર મૌન રહી પછી ફરી તે કહેવા લાગી.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy