________________
શારદા રત્ન
૭૮૧
હું જે કરું તે પાલવે. સુંદર મહેલ હું ત્યાં ખાંધીશ. જાદુઈ રમણીય બગીચાઓ હું ત્યાં બનાવીશ. ત્યાં કાળની ગતિ નથી. ત્યાં જન્મ, જરા અને મૃત્યુ પ્રવેશ પામી શકતા નથી. મારા ખાંધવા શરૂ કરેલા ભવ્ય મહેલે ત્યાં અમર રહેશે. તેના ઉપર કેાઈ શત્રુનું જોર ચાલી શકવાનું નથી. ત્યાં અગ્નિનો કે જળનો ભય નથી. મુસાફરીના અંતે હું ત્યાં તે જ ભવ્ય મહેલમાં રહીશ કે જ્યાંથી પાછા આ ચીંથરેહાલ ઝુંપડા જોવા નહિ આવું.
કેવી ચાક્કસ અને સજ્ઞાનતા ભરી ગ્યિ સૃષ્ટિ ! કેવું સુંદર માર્ગદર્શન ! ખરેખર વાત સાચી છે કે વચગાળા માટેની જીવનભર મહેનત કરે છતાં પરિણામમાં મીંડુ! છતાં અજ્ઞાની જીવા માર્ગોંમાં ઘર ખાંધવાની મહેનત કરે છે, અને શાશ્વત સ્થાન માટે કાઈ વિચારણા કે મહેનત નહિ ! જીવની કેટલી બધી મૂર્ખાઈ છે! મીરાંબાઈ માલ્યા હતા ને કે પરણવું તે એને પરણવું કે રડાવું ન પડે, તેમ મિરાજે ઇન્દ્રને પણ એમ જ કહ્યું કે “ વસવુ. તા પેલા મેાક્ષના મહેલમાં જ વસવું કે જે ઘર કયારે ખાલી ન કરવું પડે.” જ્યાંથી પાછા કાઢવા માટે કાઈ અકસ્માત કે કોઈ રાજા સમ નથી. બહેતર છે કે તે મહેલ ન બંધાય ત્યાં સુધી વનમાં પડ્યા રહેવું અર્થાત્ અકિંચન સાધુ થઈ તે મહેલ બાંધવા માટે જોઈતી મૂડીની કમાણી કરી લેવી કે જેથી ત્યાં સહેલાઈથી ઘર બાંધી શકાય.
નિમરાજના જવાબથી ઇન્દ્ર મહારાજાના મનમાં થયું કે શું એમની આત્મજાગૃતિ છે! શું તેમના ચૈતન્યના ચળકાટ ! શું એમના આત્માના એજસ ! તેમના જવાખથી ઇન્દ્રને આનંદ આવે છે, મઝા આવે છે. પ્રશ્ન પૂછનારને મઝા ક્યારે આવે ? સામે જવાખ દેનારા એટલા તૈયાર હાય ત્યારે. ઇન્દ્ર નમિરાજની જવાબ દેવાની અદ્દભૂત શક્તિ જોઈને દિગ્મૂઢ થયા. તેમને હવે ખાત્રી થઈ કે નિમરાજને જે જે કામેા કરવાની પોતે સૂચના કરી તેની તેમને કાંઈ જરૂર નહાતી, પણ હવે તેમને બીજી નવીન સૂચના મનમાં સ્ફુરી આવી અને તે સૂચના નમિરાજ અવશ્ય સ્વીકાર કરશે એમ તેમનું અંતર તેમને ખાત્રી આપતું હોય એવું તેમના હર્ષિત ચહેરા પરથી દેખાયું. નિમરાજના સુંદર જવાબ સાંભળ્યા પછી ઇન્દ્રે મિરાજિષને શું કહ્યું ?
आमोसे लोमहारे य, गंठिभेए य तकरे ।
નક્ષ તેમ જાળ, તમો પøત્તિ વ્રુત્તિયા ॥૨૮॥
હું ક્ષત્રિય ! ચારી કરવાવાળા, પ્રાણના નાશ કરવાવાળા, ખિસ્સાકાતરુ અને પ્રત્યક્ષ ચારી કરવાવાળા આવા દુષ્ટ માણસેાથી નગરને સુરક્ષિત કરીને આપ પછી જો.
આ ગાથામાં ઇન્દ્ર નમિરાષિને ક્ષત્રિયેાચિત કતવ્યનુ પાલન કરવા માટે આદેશ કર્યા છે. ઈન્દ્રે કહ્યુ હે નમિરાજ ! મિથિલા નગરીમાં ચાર ડાના ભય ઘણા છે. આ નગરીમાં લૂંટારાએ પ્રજાને લૂંટી રહ્યા છે ને હેરાન પરેશાન કરે છે. ડાકૂ ને ગૂડાએ તા કંઈક જીવાને મારી નાંખે છે, ખૂન કરે છે અને ખિસ્સાકાતરુ લાકા પ્રજાના ખિસ્સા કાપી નાંખે છે. આ રીતે નગરીમાં ચાર, ડા, ગૂડા, ખિસ્સાકાતરુઓના ત્રાસથી