SearchBrowseAboutContactDonate
Page Preview
Page 884
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૭૭૯ છોકરીની સગાઈ થઈ પછી તેના માટે પતિ એ જ સર્વસ્વ છે. પતિ સુખી તો હું સુખી ને તે દુઃખી તે હું દુઃખી. પતિને રડતા જોઈને તેનું હૈયું તૂટી ગયું. તે પતિને પૂછવા જય છે કે આપને શી ચિંતા છે? પણ બોલી શકતી નથી. તેના મનમાં થાય છે કે હું તેમને કહ્યું કે આપને જે દુઃખ હોય તે કહો. હું આપની સુખદુઃખની ભાગીદાર છું, પણ બેલી શકાતું નથી. છેવટે ઘણી હિંમત કરીને મહાપ્રયત્ન બલીહે દવામી ! આપના માતા-પિતાને આનંદ છે. તમે માબાપને એક દીકરા છો ને હું માબાપની એક દીકરી છું. કઈ જાતનું દુઃખ નથી. જેવા તમે છો તેવી હું છું. મારામાં કાંઈ ખોડખાંપણ નથી છતાં આનંદના સમયે આજે તમારા નયનમાંથી આંસુની સરિતા કેમ વહી રહી છે ? તમારા મુખ પર આનંદ કેમ દેખાતો નથી ? આપના મુખ પર દીનતા! હૈયામાં ઉદ્વિગ્નતા ! દેહ પર શ્રમની રેખાઓ ! હું આ શું જોઈ રહી છું ? આપની અર્ધગન છું. આપ જે હોય તે મને વિના સંકોચે કહો. શુભમતિ પોતાના પતિને આ રીતે પૂછી રહી છે. હવે કિશોરકુમાર કેવી રીતે વાત કરશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં.-૮૮ આસો વદ ૮ મંગળવાર તા. ૨૦-૧૦-૮૧ આપણે ઉત્તરાધ્યયન સૂત્રના નવમાં અધ્યયનનો અધિકાર ચાલી રહ્યો છે. નમિરાજષિ સંસારના બંધનમાંથી છૂટી સંયમના માર્ગે કદમ ઉઠાવી રહ્યા છે. તેમના આત્માને લાગ્યું કે હું સંસારની સોનેરી જાળમાં ફસાઈ ગયો છું. તે એ જાળ તેડીને મુક્ત જીવન જીવવા તૈયાર થયા. જેમ ગહન જાળમાં ફસાયેલે હંસલે અને મજબૂત લોખંડી પિંજરામાં પૂરાયેલા કેસરીસિંહને એવું જ્ઞાન નથી થતું કે હું નિબંધન છું. અનંત નીલાકાશમાં કડવા સમર્થ છું. એ જ મારું જીવન છે, એમાં સાચે આનંદ છે. હું જંગલને રાજા છું. જંગલે, પહાડો અને ગુફાઓમાં મારું સ્થાન છે. મારો આનંદ, મારી મસ્તી બધું ત્યાં છે. અહીં આ પિંજરામાં નહિ. તે જ્ઞાન નથી ત્યાં સુધી એને જાળમાં ગમે છે, એને પિંજરામાં ફાવે છે. - આપણે પણ એક ભયંકર જાળમાં છીએ. આપણે એટલે હું અને તમે જ નહિ પણ આપણે એટલે સંસારના અનંત અનંત જીવે છે. મુક્ત જીવન જીવનારા પણ અનંત (૨) જીવે છે. તેમણે જાળમાંથી છૂટકારો મેળવ્યો. જાળ છેદીને નીકળી ગયા. એમને કોઈ કાળનું, કોઈ ક્ષેત્રનું, કોઈ દ્રવ્યનું કે કોઈ ભાવનું બંધન નથી. એમનું જીવન છે સંપૂર્ણ મુક્ત જીવન. એ મુક્ત જીવન મેળવવા તમને મન થાય છે ? આ ગહન અને વિકટ કર્મોની જાળમાં મન અકળાય છે ખરું? અરે, એટલું સમજાયું છે કે હું રાગદ્વેષ આદિ અનંત દેશમાં અને એ દોષમાંથી જન્મેલા અનંત અનંત કર્મોની જાળમાં ફસાયો છું? જે આટલી સમજણ આવ્યા પછી પણ જે આત્મા નિરાશ થઈ જાય કે આ તે કેવી મજબૂત અને ગહન જાળ છે. આપણુથી આ જાળ ન તૂટે. જાળમાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy