________________
૭૭૮
શારદા ૨ન આપ કેણ છે? આકાશની પરી છે કે ઈન્દ્રાણી છે? કેઈ દેવાંગના છે કે કિન્નરી? અરે, વનસુંદરી કે વસંતરાણી ! કિશોરના પ્રશ્નનો જવાબ આપતા શુભમતિએ કહ્યું – નહીં...નહીં કઈ પરી નથી કે કિન્નરી નથી, દેવાંગના નથી કે પાતાળ સુંદરી નથી, નથી વનસુંદરી કે નથી વસંતરાણ, પણ હું કોણ છું તે સાંભળો.
અને સ્વામી મેરી બાતકે, મેં હું મનુષ્યાણી
આપકી હેનેવાલી સહચારિણું, મેરા ભાગ્ય સવાયા. હે સ્વામી ! મારી વાત સાંભળે. હું તે એક મનુષ્યાણી છું, આપના ચરણની રજ છું. હું છું આપની થનારી જીવન સહચારિણી શુભમતિ. આ શબ્દો સાંભળતા કિશોરના હૈયામાં ભારે આઘાત લાગે. જાણે આભ તૂટી પડી ન હોય! અરરર...મેં આ શું કર્યું? આવી સુંદર કન્યાને ભવ બાળવા ઉર્યો. મારા નિમિત્તથી આ અબળાનું શું થશે? મારા કારણે નિરાશાની ભઠ્ઠીમાં ઝંપલાવશે? આપત્તિના પહાડ તેના પર તૂટી પડશે? શું કેઢીની નાગચૂડમાં એ સપડાશે ? હે ભગવાન! મને આ શું સૂઝયું? આ કન્યા કુળમર્યાદા છોડી મને એકલે જે મળવા આવી. આવી કેડ ભરી કન્યાની આશાએ કેટલી હોય? પણ જ્યારે પરણને જઈશ ને હું બદલાઈ જઈશ અને તે કઢીના હાથમાં જશે ત્યારે તેના જીવનની શી સ્થિતિ થશે તે હું કલ્પી શકતું નથી. હે પ્રભુ! હે પ્રભુ! હું રાહ ભૂલ્યો, માર્ગ ચૂક્યો, કયાં જાઉં? કોને કહું દિલની વરાળ! અરર...આવા પાપ કરીને હું કયાં જઈશ? સત્ય વાત કોને કહું? કે આ બધી ભવિષ્યની વિચારણાથી તેનું હૈયું ગદગદ બની ગયું. અત્યંત દુઃખના
ભારથી તેની ધીરજ ખૂટી ગઈ અને તેની આંખમાંથી આંસુને સાગર છલકવા માંડયો. કિશોરકુમારને રડતા જોઈ ભમતિના પગ પાણી પાણી થઈ ગયા. મારા પતિ કેમ રડતા હશે ? તેમને એવી શી ચિંતા હશે? તેમને માતાપિતા છે એટલે રડવાનું કઈ કારણ દેખાતું નથી. લગ્નને દિવસ એ તે આનંદને દિવસ કહેવાય, છતાં એમને આનંદ કેમ નથી? કિશોરકુમારની આંખમાંથી જે આંસુ પડયા તે આંસુઓ મોતી બની ગયા. મોતી જોઈને કન્યાના દિલમાં આશ્ચર્ય થયું. આશું? આ આત્મા પુણ્યવાન અને ભાગ્યશાળી લાગે છે આ કેઈ હળુકમ જીવ હશે ! મારા મહાન ભાગ્યેાદયે આવા હળુકમી પતિ મને મળ્યા. મારું કલ્યાણ થશે. તેમનામાં આ મહાન વિશેષતા છે કે તેમની આંખમાંથી આંસુ પડ્યા તે મેતી બન્યા. દુનિયામાં સેંકડો માણસ જન્મે છે ને મરે છે પણ હજુ સુધી કયારે પણ જોયું નથી કે સાંભળ્યું નથી કે, કેઈની આંખના આંસુ મોતી બને. તેને ખૂબ આનંદ થયે. ભૂતકાળના સીંચાયેલ સદાચારરૂપી બીજના મહાન પુણ્યના ઉદયે આજે ફળ મળતાં હોય તેમ લાગે છે. મારા જીવનની સુભાગી પળ જાગી લાગે છે.
કુમારના કલ્પાંતથી હર્ષ ઓસર્યો -કિશોરકુમારને જોતાં શુભમતિનું દિલ નાચવા લાગ્યું, પણ એ આનંદ ક્ષણજીવી નીવડ્યો. તેને પતિ હૈયાફાટ રડતું હતું. તેના કલ્પાંતથી કન્યાનું હૈયું હાથથી સરકવા લાગ્યું. શુભમતિ પણ હૈયાફાટ રડવા લાગી.