________________
૭૭૬
શારદા રત્ન વેદના થતી હોવા છતાં દઢતાપૂર્વક સમભાવે સહન કરે છે, પણ અશુદ્ધ ઉપચાર કરતે નથી ને ઉપવાસ છોડતો નથી. આ રીતે કરતાં ધર્મને પ્રભાવે એક વર્ષમાં તેને અડધો રેગ શાંત થઈ ગયો તેથી તેની શ્રદ્ધા ખૂબ વધી. બે વર્ષમાં તે તેને ૧૪ આની રોગ મટી ગયો. તેની કાયા કંચન જેવી બની ગઈ. સામાન્ય રોગ રહ્યો. શ્રદ્ધાપૂર્વક જે કાર્ય કરવામાં આવે છે તેમાં જરૂર સફળતા મળે છે.
- કુમારની પરીક્ષા કરતા દેવ –રાજકુમારની ધર્મ પ્રત્યેની શ્રદ્ધાની પ્રશંસા દેવસભામાં થઈ. આ બાળાની શ્રદ્ધા એટલી બધી છે કે દેવ ડગાવવા જાય તે પણ ડગે નહિ. એક દેવથી આ પ્રશંસા સહન ન થઈ એટલે એ વૈદનું રૂપ લઈને મૃત્યુલેકમાં આવ્યા. કુમારના શરીરમાં કાળી બળતરા મૂકી, પછી તે કુમાર પાસે ગયો. જઈને તેને કહ્યું કે તારો રોગ શાંત થયે છે પણ હજુ જે છેડે રોગ રહ્યો છે તે ફરીને હુમલો કરવાની શક્યતા છે, માટે તું અમારું કહેવું માન. હું બહુ કુશળ જાણકાર વૈદ છું. તારી નાડી જોઈને બધું કહી દઈશ. તું જન્મથી રોગ લઈને આવ્યો છે. તે આવા આવા ઉપચાસે કર્યા છે. આવી વાત કરે એટલે બધાને વિશ્વાસ બેસી જાય કે આ સાચો છે. આ તે દેવ છે એટલે બધું જાણે છે તેથી કહી શકે એમાં નવાઈ નથી. આ વૈદ કહે, તું અમારા કહ્યા પ્રમાણે ઉપચાર કર તે અમે તારા રોગને મટાડી શકીએ. રાજા કહે–ભલે, શું કરવાનું છે? | વેદ કહે, પહેલા પ્રહરે મધ ચાટવાનું, બીજા પ્રહરે થોડે દારૂ પીવાને અને રાત્રે હિમાખણ તથા જલચર જીવેનું માંસ ભક્ષણ કરવું; આ છે મારા ઔષધ. આટલું જે આ બાળક કરશે તે સાત દિવસમાં તેને રોગ સંપૂણ મટી જશે. આ સિવાય તેનો રોગ મટે તેમ નથી. આ સાંભળીને કુમારે કહ્યું, આમાંથી એકપણ ઉપચાર મારાથી થઈ શકે તેમ નથી. પ્રાણ જાય તે ભલે જાય, પણ હું મારી પ્રતિજ્ઞા તોડીશ નહિ. રાજા કહે, મેં વચન આપ્યું છે. પિતાજી! તમારું વચન તમારી પાસે, મારે કંઈ સંબંધ નથી. સ્વજને બધાએ ઘણું સમજાવ્યા, ભાઈ! તું હમણાં ઉપચાર કરી લે, પછી સાજો થઈને તું પ્રાયશ્ચિત લઈ લેજે, પણ કઈ રીતે કુમાર ન સમજે. નિયમના ભાગે તેને નિરોગી થવાનું મન ન હતું. એ તે સહુને એક જ વાત કહેતે કે પ્રતિજ્ઞા ભંગ કરીને જીવાય તે એવું જીવન મને પસંદ નથી.
કુમારના ચરણમાં દેવ –જ્યારે કુમાર પોતાની પ્રતિજ્ઞામાં દઢ રહ્યો અને એક અશુદ્ધ ઉપચાર ન કર્યો ત્યારે દેવે પિતાનું મૂળરૂપ ધારણ કર્યું અને તેની ખૂબ પ્રશંસા કરી અને તેને રોગ હવે તે બધો દૂર કર્યો. આથી રાજા-રાણ-સ્વજને બધાને ખૂબ આનંદ થયે, પછી એ રાજકુમાર ગુરૂને શોધતો શોધતો ગુરૂ પાસે પહોંચી ગયો. ચરણમાં પડીને કહે છે ગુરૂદેવ ! આપે બતાવેલા માર્ગે ચાલ્ય, કસોટી આવી છતાં પ્રતિજ્ઞામાં રહ્યા તે મારો રોગ બધે નાબૂદ થઈ ગયા. હવે હું શું કરું? ગુરૂદેવે કહ્યું, તું પૂર્વના પાપની આલોચના કર, જેથી દર્દ ફરીને આવે નહિ. પૂર્વ જન્મના કર્મોને બાળવા તપ