________________
શારદા રત્ન
૭૭૧
આ બાજુ વરરાજાના પંખણા થઈ ગયા. ધનદ શેઠના મહેલ સામેના મહેલમાં જાનીવાસ હતો. મહેલના સાતમા માળે વરરાજાનો ઉતારો હતો. શુભમતિ બરાબર સાતમે માળેથી કિશોરકુમારને જોઈ શકે તે રીતે ઉતારો હતો. શુભમતિના દિલમાં તલસાટ જાગે છે કે હું ત્યાં જાઉં ને તેમની ઉદાસીનતાનું કારણ પૂછું, પણ પહેલાના સમયમાં કુળમર્યાદા ખૂબ હતી, પણ તેણે વિચાર કર્યો કે કુળમર્યાદા તૂટે તે ભલે તૂટે, પણ જે હું સમજુ છોકરી છું તે મારે ત્યાં જઈને તેમની ઉદાસીનતાનું કારણ પૂછવું જોઈએ. મારાથી કદાચ અધિક સુંદર છોકરી તેમણે જોઈ હોય ને તેમનું મન ત્યાં ઠર્યું હોય ને વચન આપી ચૂક્યા હોય અને હું તેમને ન ગમતી હોઉં તે મારે તેમનું ભવિષ્ય શા માટે બગાડવું જોઈએ? શુભમતિ બિચારીને કયાં ખબર છે કે એ મારા માટે ચિંતા કરે છે. શુભા વિચારે છે કે ગમે તેમ કરીને ચોરીમાં બેસતા પહેલાં મારે ત્યાં જવું જોઈએ.
લગ્નની વાર હોવાથી સહુ કઈ વિખરાઈ ગયા. કોઈ સગાને ત્યાં, તે કઈ સંબંધીને ત્યાં, કોઈ આરામમાં, જેને જ્યાં જવું હતું ત્યાં બધા પહોંચી ગયા. લક્ષમીદત્ત શેઠ અને શેઠાણી બધા લગ્નની સામગ્રી એકઠી કરવામાં ગૂંથાયા હતા. શુભમતિએ નજર કરી તે જોયું કે અત્યારે કિશોરકુમાર સિવાય કોઈ ન હતું. શાંત વાતાવરણ અને . એકાંત સ્થળ તેણીના હૈયામાં જાગેલા તોફાનને શમાવવા માટે અનુકૂળ હતાં, છતાં પોતે છે વિચાર વમળમાં થોડી અટવાતી હતી. કિશોરનું મુખ જોતાં તે તેના રોમેરોમ વિકસિત થયા હતા, પણ મુખ પર ઉદાસીનતાનું કલંક જતાં તે કંપી ઉઠી. ખીલેલી યુવાનીના મનોરથમાં જ્યારે મનગમતા હૈયાના સમર્પણ ભળે છે ત્યારે બરાબર રંગ જામે છે. એક બીજાના દિલમાં ઉર્મિઓ ઉઠે છે, પણ અહીં તે કિશોરકુમારના મુખ પર અને સારી રોમરાજી પર ઘેરી ચિંતાના થર જણાય છે.
વાતનો ખુલાસો કરવા માટે વિચાર કરતી શુભમતિ-આટલી બધી સુખસંપત્તિ, મનહર રૂપ, ગુણ, કલા અને પિતાના સ્વજનો આટલે સહકાર, છતાં આવી શ્યામતા ! તેમના મુખ પર દેખાઈ આવે છે કે જાણે તે કઈ દર્દથી પીડાતા ન હોય આવા વિષાદભર્યા હયે લગ્નવેદિકા પર પગ મૂકવો એ અશુભ છે. જેમ જેમ તે વિચાર કરે છે તેમ તેમ તેણીનું મન કુમારના દિલને જાણવા વધુ અધીરું બન્યું. તે વિચાર કરે છે કે જ્યારથી મારું સગપણ થયું ત્યારથી તે મારા પતિ કહેવાઈ ગયા. સ્ત્રીઓના દિલમાં પતિનું સ્થાન પરમેશ્વર જેટલું હોય છે. કિશોરનું દુઃખ તે મારું દુઃખ છે. હું તેમના જીવનની છાયા છે. પતિ સુખી તે હું સુખી ને પતિ દુઃખી તે હું દુખી છું, માટે એનું નિરાકરણ કરવું જોઈએ. એ એક અગત્યનું કામ છે. મારા ભાવિમાં જે નિર્માણ થયું હશે તે બનવાનું છે, પણ છોકરો જ્યારે હોંશભેર પરણવા આવે ત્યારે તો તેના દિલમાં કંઈક અરમાન ભર્યા હોય, તેમના મુખ ઉપર આનંદ આનંદ હોય, પણ ત્યારે તેમનું મુખ ઉદાસ ન હોય, ગમગીન કે ચિંતાતુર ન હોય, પણ આજે તે તેમના મુખ