SearchBrowseAboutContactDonate
Page Preview
Page 849
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૪ શારદા રત્ન તેના કરતાં અનંતગણું સુખ ત્યાગમાગમાં, સયમી જીવનમાં દેખાય છે. ભગવાનના સંતા જે સુખનો અનુભવ કરે છે તેવું સુખ ખીજે કાંચ નથી. નિમરાજિષનો આ જવાબ સાંભળીને ઇન્દ્રના મનમાં થયું કે શું એમનો વૈરાગ્ય છે ! પણ હજુ તેમની પરીક્ષા કરવી છે, એટલે આંખ બંધ કરેા ને ખાલા એટલી વારમાં તે અગ્નિ શાંત થઈ ગઈ. હવે ઈન્દ્ર રાજર્ષિ સામે બીજો પ્રશ્ન કરે છે. पागार कारइत्ताणं, गोपुरहालगायि । उसूलग रुयग्घीओ, तओ गच्छसि खत्तिया ॥ १८ ॥ હું ક્ષત્રિય ! પ્રથમ કિલ્લા બનાવીને ગાપુર, અટ્ઠાલિકા, કિલ્લાની ખાઈ તથા બંદુકા અને તાપે। આદિ બનાવીને પછી તમે જો. અહી ઇન્દ્ર નમિરાજષિને ત્રીજો પ્રશ્ન કરે છે કે હું મિરાજ ! તમે તમારા દીકરાને રાજગાદી આપીને દીક્ષા લઈને ચાલી નીકળ્યા, પણ હજી આપના દીકરા નાના છે. તમે તમારા નાના દીકરાને રાજ્ય આપીને શત્રુઓને દુશ્મનાને જગાડયા છે. શુ' તમને એટલી ખબર નથી કે આવા ઋદ્ધિવંત નગરને એક બાળકના હાથમાં આવેલુ જોઈ ને શત્રુઓ તેના ઉપર હલ્લા કરવા તૈયાર નહિ થાય ? અરે, તું ક્ષત્રિય નામ ધરાવે છે અને આવા સુંદર મહેલા અને અદેખાઈ ઉત્પન્ન કરે એવું સમૃદ્ધિવાળું નગર નાના પુત્રના હાથમાં સાંપીને નીકળતા તને કાંઇ શરમ નથી આવતી ? માટે તું રાજ્ય તરફ ધ્યાન આપ. જ્યારે તારા પુત્ર યેાગ્ય ઉંમરના થાય ને રાજ્યને ખરાબર ચાગ્ય થાય ત્યારે તું દીક્ષા લેજે. નાના દીકરાને રાજ સિંહાસને બેઠેલા જોઇને દુશ્મન રાજા જલ્દી લડાઈ લઈને આવશે અને તેને સહેલાઈથી જીતી શકશે. મકરીને પકડવી એ તે સહજ છે પણ સિંહને પડવા એ ઘણું કઠીન કામ છે, તેમ સિ'હુ સમાન તું રાજગાદી છાડીને નીકળી ગયેા. તારા દીકરા હજુ બકરી જેવા કામળ છે, એટલે એ શત્રુરાજાના પુજામાં જલ્દી સપડાઇ જશે. તારા પુત્ર તારા જેવા બળવાન થાય પછી દીક્ષા લેજે, જેથી કાંઈ વાંધા ન આવે. “ શું તમારા જૈન ધર્મ માં અનુક’પા—દયા ધર્મ નથી ? તે' જે સંયમ લીધેા છે તે તારા દીકરાનું અહિત કર્યું" છે, પણ દીકરાનું હિત કર્યું નથી.” ખરેખર દેશની ખુવારી થવાની હાય ત્યારે પહેલા રાજાઓ અકર્તવ્યપરાયણ થવા લાગે અને ધર્મની ખુવારી થવાની હૈાય ત્યારે ઉપદેશકો પ્રથમ કાયર અને અભ્યાસના શત્રુ બને છે. ખરી વાત છે કે “ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ” નમિરાજ કહે છે, હુ' ધારતા નથી કે મારી બુદ્ધિ વિપરીત હાય. ઇન્દ્ર કહે, બુદ્ધિ વિપરીત નથી તેથી રાજ્ય રક્ષણના બંદોબસ્ત કરવાને બદલે નાસતા ફરે છે ? કાના રાજ્યનું રક્ષણ ? પેાતાના કચા સાધનાથી ? ઇન્દ્ર કહે છે. મિરાજ! મારી સલાહ પૂછવાની સત્બુદ્ધિ તને ઉત્પન્ન થઈ એટલું. પણ હું રાજ્યનું સદ્ભાગ્ય માનુ` છું. જરા સંતાષ પામેલા વિષે શાંત અવાજે કહ્યુ, જો ક બ્રાહ્મણુ છુ, ક્ષત્રિયાના ધર્મગુરૂ છું. મારી સલાહ સ્વસ્થ ચિત્તે તું સાંભળ.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy