________________
શારદી રં
૭૪૩ કંપનીમાં કામ કરતા તમામ માણસે માટે મારો સતત એવો આગ્રહ રહે છે કે સહુ પોતપોતાના ધર્મને વફાદાર તે હોવા જોઈએ, એટલે તમે મને માફ કરજો. તમે ગુરૂને, ધર્મ, સંસ્કૃતિનો સદાચાર પાળી શકતા નથી. ધર્મગુરૂની, તમારો ઉદ્ધાર કરનાર ગુરૂની આજ્ઞા માનતા નથી, એમની આજ્ઞા પાળી શક્તા નથી, તો ઓફિસમાં મારી આજ્ઞા શું માનવાના છે ? ગમે તેટલા સારા માર્ક પાસ થવા છતાં તમે આ કંપનીમાં નોકરી કરવા માટે લાયક નથી તેમ હું માનું છું. હું તે મેનેજરને જવાબ સાંભળીને સજજડ થઈ ગયે. વર્ષોથી વ્યાખ્યાન સાંભળવા છતાં મારી નાલાયકાતીના કારણે જે કંદમૂળ ખાવાનું નહોતે છેડી શક્યો તે મેનેજરના વચનથી ચેટ લાગવાથી કંદમૂળ ખાવાનું કાયમ માટે મેં છોડી દીધું.
યુવાનની વાત સાંભળી ગુરૂદેવે કહ્યું–તને હવે લાગે છે કે હું સુધર્યો, પણ તું તે આર્થિક રીતથી સુધર્યો કે હું કંદમૂળ ખાવાનું છોડી દઉં તો મને નોકરી મળે. તને લાગે છે કે મેં ખોટું કર્યું? તે હવે ધર્મની દષ્ટિએ કંદમૂળમાં પાપ સમજીને જો છોડી દઈશ તે આ લોકમાં સુખી ને પરલોકમાં પણ સુખી થઈશ. ગુરૂના ઉપદેશથી તે યુવાનની શ્રદ્ધા ખૂબ વધી ગઈ. અનંતાનંતકાળે પ્રબળ પુણ્યદયે ૧૪ રાજમાં રહેલા સમસ્ત જીની વાસ્તવિક ઓળખાણ કરાવનાર પરમ કલ્યાણકારી જિનશાસનની આવા વિષમકાળમાં આપણને પ્રાપ્તિ થઈ છે, એ જીની રક્ષાના સંપૂર્ણ ઉપાયે પણ શાસ્ત્રકાર ભગવંતે એ. આપણને બતાવ્યા છે. આ બધું નજર સામે મેજુદ હોવા છતાં જે માત્ર ઈન્દ્રિયની તૃપ્તિ ખાતર, મનને મસ્ત રાખવા માટે જિનેશ્વર ભગવંતોએ નિષેધ કરેલા અભક્ષ્ય, અનંતકાયને જે નિઃસંકેચપણે ખાતા હે, તે અનંતકાળે પણ આ જિનશાસનની પ્રાપ્તિ થશે કે કેમ એ પ્રશ્ન છે. કર્મરાજાને કાયદો છે કે જે ચીજને સદુપયોગ કરતા ન આવડે તે ચીજની પ્રાપ્તિ માટે જીવને તે નાલાયક બનાવી દે.
જેમ કે પિતાએ પુત્રને વહેપાર કરવા માટે એક લાખ રૂપિયા આપ્યા. દીકરાએ લાખ રૂપિયામાંથી પાંચ લાખ બનાવવાને બદલે લાખ રૂપિયા પણ ગુમાવી દીધા. હવે ફરી વાર દીકરો રૂપિયા માંગવા જાય તે બાપ આપે ? ન જ આપે. એ રીતે જિનશાસનની આજ્ઞા છે અનંતાનંત જીવોને અભયદાન આપવાની. હવે આપણી શક્તિ, સામર્થ્ય હોવા છતાં જે જિનશાસનની આજ્ઞા ન માનીએ ને તેની ઉપેક્ષા કરીએ તે બીજા ભવમાં કઈ મુડી પર જિનશાસન મળે? આ વાતને સતત આપણા ધ્યાન સામે રાખી અનંતકાયનો ત્યાગ કરવો એ સર્વ શ્રેષ્ઠ છે. - જિનશાસનની આજ્ઞામાં ખૂલનારા એવા મિરાજર્ષિ ઈન્દ્રને કહે છે કે હે વિપ્ર ! જે મુનિ આત્મામાં રમણતા કરે છે, તેને નિશ્ચયથી સુખ હોય છે, કારણ કે પુત્ર, કલત્રાદિ સાંસારિક પદાર્થોને બંધન રૂપ જાણને બંધનને તેડીને આત્મદર્શનમાં મસ્ત રહેનાર અણગારને જે સુખ પ્રાપ્ત થાય છે તે સુખનો આનંદ અવર્ણનીય છે. મને જે સુખ મારી રાણીઓમાં, મારા અંતેઉરમાં, મારા સુદર્શન અને મિથિલાનગરીના રાજ્યમાં હતું,