________________
શારદા રત્ન
ત્યાગ કરવાનો છે. વિયેા ખાવાથી ઇન્દ્રિયા અને મન નિવિકાર બની શકતા નથી. ઉત્તમ ભાવનાઓ આવતી નથી, માટે આત્મકલ્યાણના ઈચ્છુક આત્માઓએ તેનાથી દૂર રહેવું જોઈ એ. ખધા તાની આધારશીલા બ્રહ્મચર્ય વ્રત છે. આ વ્રતને સુરક્ષિત રાખવાની ઈચ્છાવાળાએ વિગય વિનાનો લુખ્ખા નિરસ આહાર પસંદ કરવા. ઘી દૂધથી લચપચતા આહાર જીવનમાં વાસના-વિકારાનું મહાન તાફાન મચાવે છે. આયંબીલનું લેાજન એ પવિત્ર જીવન જીવવા માટે સરસ ઉપાય છે. તેનાથી જીવન ટકે, સાધના થાય, ઉત્તમ વિચારો આવે, ઇન્દ્રિયા નિવિકાર રહે, વાસના–વિકારોના નાશ કરવા માટે વિગયત્યાગ એ સારામાં સારું સાધન છે. વિષયવૃત્તિનો નાશ કરવા રસત્યાગના શરણે જવાની ખાસ જરૂર છે. સ્વાદવૃત્તિને છેડયા સિવાય સ`યમનો કે ધર્મનો સાચા સ્વાદ નહિ આવે. આપણે ત્યાં ઘણાં ભાઇ બહેનોએ આયખીલ તપની આરાધના કરી છે. આયખીલ તપથી તા ભલભલાના રાગ મટી જાય છે. ( અહિંયા પૂ. મહાસતીજીએ શ્રીપાળ રાજા અને મયણાસુંદરીનું દૃષ્ટાંત સુંદર રીતે સમજાવ્યું હતું. શ્રીપાળ રાજાને આયંબીલ તપથી કાઢના રાગ કેવી રીતે મથ્યો તે વાત વિસ્તારથી રજુ કરી હતી)
७३७
ચરિત્ર : ગુણચદ્રને માથે સંકટ આવ્યું છે. આ શેઠ કેવુ' અઘટિત કાર્ય કરવા તૈયાર થયા છે. ગુણચંદ્ર તેા ન્યાય, નીતિ, સદાચાર, પ્રમાણિકતા અને સજ્જનતાના . સદ્દગુણાથી સભર છે. તેણે પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ ! હુ ભેાંયરામાં રહેવાનુ પસંદ કરીશ, હેન્ડલના માર સહન કરીશ, પણ પ્રભુ ! તું મને આ પાપમાં ન નાંખીશ. આવા પાપમય કાર્ય કરીને મારે છે।કરીને દુઃખી નથી કરવી. હે પ્રભુ! તું મારી મતિ શુદ્ધ રખાવજે, પછી શેઠને હું શેઠજી ! તમારી આશાને મૂર્તિમંત બનાવવા માટે હું સમ નથી. શેઠ કહે ગુણચંદ્ર ! તને ખબર છે ને કે તું મારા દીવાન છે. તું મારા હાથ નીચે છે. તન ભેાંયરામાં પૂર્યા છે. તે કેટલા સમયથી સૂર્ય પણ જોયા નથી, ને મારા સિવાય કેાઈનું મુખ વર્ષોથી જોયું નથી. તને પેટ ભરીને ખાવા દીધું નથી. છતાં હું ઉદાર દિલના છું, તારા પર દયા કરું છું અને તને પરણવાના લ્હાવા લેવરાવું છું. તું મારું કહ્યું માનીશ તા તને સારું સારું ખાવાનુ` આપીશ. સારા સારા કપડા પહેરવા આપીશ. તને ભાંયરામાંથી બહાર કાઢી પુત્રની જેમ પાલન કરીશ. શેઠની વાત સાંભળતા ગુણુચંદ્ર દિગ્મૂઢ ખની ગયા. અરે ! આશાભરી, કાડભરી કન્યાના મનારથના ચૂરેચૂરા કરવામાં મારા ભાગ્યનેા સિતાર ! એના સાનેરી સેાલાને વિષમતાની ખાઈમાં કેમ હામાય ? દગાપ્રપચ કરી મેાજમઝા લૂંટવામાં શે। આનંદ ! ના...ના... એ નહિ બને. આવા નિજ વર્તાવ માટે મારી પાસે માંગણી કરતાં શેઠને શરમ નથી આવતી ! કુમળી કળીના લિદાન માટે તેમનું હૈયું કેટલું અધીરું બન્યું છે ! હેન્ડલના પ્રહાર શ્રેષ્ઠ, પણ આવું પિશાચી કર્તવ્ય મારાથી બનશે નહિ. શેઠજી, તમારી ઉદારતા તમારી પાસે, મારે નથી જોઈતી.
પ્રલાલનાની પ્રાપ્તિમાં પણ પાપુમાં નહિ પડવાની મક્કમતાઃ-લક્ષ્મીદત્ત
४७