SearchBrowseAboutContactDonate
Page Preview
Page 841
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૬ શારદા રત્ન દિવસ છે તે પણ ચાલ્યો જશે. તે તે માટે શા સારુ અભિમાન કરવું જોઈએ? તેમજ આથી ઉલ્ટો એટલે કે પડતીને દિવસ આવે તે પણ શા માટે શેક કરવો જોઈએ? આ સંસારમાં સુખ-દુઃખ, સંપત્તિ–આપત્તિ, સંગ વિયેગ ચાલ્યા કરે છે. સુખ-સંયોગના દિવસે પણ એક દિન જશે ને દુઃખના દિવસે પણ એક દિન જવાના છે, માટે સુખમાં મલકાવું નહિ ને દુઃખમાં ગભરાવું નહિ. હું તમને પણ કહું છું કે આ સૂત્ર તમે ગોખી રાખે તે સારા પ્રસંગમાં અભિમાન નહિ આવે ને દુઃખમાં ગભરાટ નહિ થાય. અરે, અશાતા વેદનીયના ઉદયથી રોગ આવે ત્યારે પણ જે આ સૂત્ર મનમાં રમતું હશે તે એમ થશે કે આ રોગને પણ એક દિવસ અંત આવવાને છે, તે પછી મારે શા માટે હાયવોય કરવી જોઈએ? ધર્મરાજા ખરેખર તે વીંટીની શિખામણથી બહુ ધીરજ રાખી શકયા હતા. તેમને વનવાસ મળે, તેમના કાકાના દીકરાઓ કૌરવો તેમને પજવ્યા ત્યારે તેમણે પોતાની ધીરજ ગુમાવી નહિ. બાર બાર વર્ષ વનવાસના ભયંકર દુઃખે વેડ્યાં છતાં પણ સમતા, વૈર્યતા છોડી નહિ. આપણે પણ “એ દિન ભી જાયેગા” એ નાનકડું સૂત્ર ગોખી રાખીએ તે ચડતી પડતીમાં અને સુખ–દુઃખમાં ધીરજ રાખી શકીએ. નમિરાજર્ષિ ઈન્દ્રને એ કહી રહ્યા છે કે હે વિપ્ર ! આ સંસારમાં સુખ અથવા ખની ઉત્પત્તિનું કારણ મમત્વ છે. મમત્વથી સંસારમાં સુખ-દુઃખની ભાવના ઉત્પન્ન થાય છે અને મમત્વ દૂર થાય છે ત્યારે સંસારની સુખ દુઃખમયી સારી કે ખરાબ ભાવનાઓ સમતાના સમુદ્રમાં નાશ થઈ જાય છે. એટલા માટે સાંસારિક પદાર્થો પરથી મમત્વ હટાવી લેનારા જીવોની દૃષ્ટિમાં કોઈ પણ પદાર્થ પ્રિય અથવા અપ્રિય રહેતા નથી. તેથી ઈષ્ટ–મનગમતી વસ્તુની પ્રાપ્તિથી હર્ષ અને અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિથી શેક થતું નથી. તથા અપ્રિય વસ્તુના સંગથી અને પ્રિય વસ્તુના વિયોગથી કોઈ પ્રકારને બેદ થતે નથી. આ કુટુંબનું સગપણ, રાણીઓ તેમજ પુત્રને સંબંધ આ ભવ પૂરતો છે. જીવ જે ગતિમાં જાય ત્યાં આવા અનેક સંબંધો બાંધે છે ને છોડીને આવે છે. આ સંસાર એક પંખીને મેળા જેવું છે. વૃક્ષની ડાળે સાંજે પંખીઓ આવે, ભેગા થાય. ને સવાર થતાં ઉડી જાય છે તેમ આ સંસાર–વૃક્ષની ડાળે કઈ માતાપણે, પિતા, પુત્રપણે, પરિવાર રૂપે બધા ભેગા થાય છે. આયુષ્ય પૂર્ણ થતાં એ માળો વિખરાઈ જાય છે અને આ જીવરૂપ પંખી ઉડી જાય છે, માટે સંબંધને અનિત્ય જાણીને મેં છોડ્યા છે. હવે મને કઈ પ્રિય નથી કે અપ્રિય નથી. નમિરાજર્ષિએ ઈન્દ્રને આ પ્રમાણે સુંદર, સટ જવાબ આપ્યો. હજુ આગળ નમિરાજ શું કહેશે તેના ભાવ અવસરે. આજે આયંબીલની ઓળીને છેલ્લો દિવસ છે. આયંબિલ તપ એ મહાન તપ છે. તેમાં ખાવા છતાં રસને ત્યાગ કરવાનું છે. સરસ રસને ત્યાગ કર્યા વિના ધર્મમાં જોઈએ તે રસ નહિ આવે. આપણું જૈનદર્શનમાં રસ-ત્યાગ નામને તપ બતાવ્યો છે. આ રસત્યાગ નામને તપ વિષય-રસનો નાશ કરી શકશે. આ તપમાં બધા વિગયને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy