________________
૭૨૪
શારદા ૨ન
આત્મિક સુખ મેળવવા માટે જે પિતાની શક્તિ હોય તે સંસારના સુખના સાધનેને ત્યાગ કરી સર્વવિરતિપણું અંગીકાર કરે. જેનામાં એટલી શક્તિ ન હોય તેઓ પીગલિક સુખના સાધનમાં રાગી ન બની જવાય એની કાળજી રાખે અને ઉદાસીન ભાવે સંસારમાં રહીને પણ આત્મિક વિકાસ માટે પ્રયત્ન કરે, પણ આત્મિકસુખથી અજાણ અને વિજ્ઞાનની સિદ્ધિઓમાં અંજાઈ જતા માનવીના જીવનમાંથી સંતોષ, શાંતિ અને સદાચારે તે વિદાય લીધી છે. સુખ અને શાંતિ તેના જીવનમાંથી કેટલાય દૂર દૂર વસ્યા છે, કારણ કે આધુનિક વૈજ્ઞાનિક સાધન સગવડોને ગુલામ બનાવવાના બદલે પોતે એને ગુલામ બની ગયો છે. શાંતિ અને સુખની પ્રાપ્તિ માટે વીતરાગી સંતેના શરણ છેડી દઈ આધુનિક વિજ્ઞાનની વિચારધારાને શરણે ગયો છે, પણ એને ખબર નથી કે તેની એ આશા ઝાંઝવાના જળ જેવી અને પાણી વલોવી માખણ પ્રાપ્ત કરવા જેવી છે. સાચી શાંતિ અને સુખ તે સંયમના ઘરમાં છે. કદાચ આપ બધા સંયમ ન લઈ શકો ને સંસારમાં રહે તે પણ નૈતિક જીવન છે. જીવનમાંથી ન્યાય, નીતિ અને પ્રમાણિકતાની સુગંધ તે ન જવી જોઈએ. મેં ગઈ કાલે આપને કહ્યું હતું કે નીતિથી અને પ્રમાણિકતાથી મેળવેલું ધન જીવનમાં બીજા ગુણેને ખેંચી લાવે છે, અને અનીતિથી મેળવેલું ધન જે હોય તેને પણ ખેંચી જાય છે. નીતિથી મેળવેલે એક રૂપિયે સારે, પણ અનીતિથી મેળવેલા હજારો રૂપિયા સારા નહિ. ભગવાનના શ્રાવકે કેવા હોય ! ન્યાયનીતિ સંપન્ન 'હાય, આપ બધા દીક્ષા ન લઈ શકે તે ખેર, પણ આપનું જીવન ન્યાયનીતિ યુક્ત હોવું જોઈએ. નીતિથી મેળવેલું ધન અને અનીતિથી મેળવેલું ધન જીવનમાં શું કામ કરે છે. આપને એક ન્યાય આપું.
એક રાજાને ત્યાં બે નોકર હતા. એક નોકર સેવાભાવી, કાર્યદક્ષ અને પ્રમાણિક હતે. બીજે નેકર ખટપટી, સ્વાથ, લાંચીયે અને મહાદંભી હતે.રાજા બંનેને બરાબર ઓળખતા હતા. પણ કાંઈ બોલે નહિ. તે આંખ આડા કાન કરે. એક વખત બંને નેકરને ત્યાં દીકરીના લગ્ન હતા. તેમણે રાજાને કહ્યું, સાહેબ! અમારે ત્યાં દીકરીના લગ્ન છે, માટે અમને ૧૫-૨૦ દિવસની રજા આપે. રાજા કહે-ભલે, પહેલો નેકર જે સ્વાથ, મીઠાબેલ અને દંભી હતું તેને રાજાએ ખૂબ ધન આપ્યું અને સાથે એક ઘડે આપ્યો, આ રીતે રાજાએ તેની સેવાની ખૂબ કદર કરી. બીજે દિવસે પેલે પ્રમાણિક નેકર જવા માટે રજા લેવા આવ્યું ત્યારે રાજાએ એને માત્ર સવા રૂપિયો આપ્યો. આ નોકર ખૂબ સજજન હતું, તેના મનમાં થોડી વાર તે દુઃખ થયું. અહો! આજે જગતમાં સત્યની પૂજા થતી નથી, પણ અસત્યની પૂજા થાય છે. રાજાએ મારી સેવાની કદર પણ ન કરી! જગતમાં પ્રમાણિકતાની કિંમત નથી. રાજાએ પેલા ધૂર્ત ખટપટીને પુષ્કળ ધન આપ્યું અને મને માત્ર સવા રૂપિયો ! પાછો મનમાં વિચાર કરવા લાગ્યો કે રાજાને શે દેષ! મારું ભાગ્ય મંદ હોય ત્યાં કેઈને શું દોષ !
નીતિનું ધન શું કરે છે ? –પ્રમાણિક નેકર રસ્તામાં ચાલ્યા જાય છે. તેને