SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૭૨૩ પ્રકારે મેળવવુ' અને જે અણુગમતું હેાય તેને તુચ્છકારી ધુત્કારી કાઢવું એ અજ્ઞાન દશા છે. અનાદિકાળથી જીવના સ્વરૂપ સાથે વણાઈ ગયેલ: મિથ્યાત્વદશામાં ચકચૂર બનેલ આત્માએ દુઃખની ખાણને સુખના ઈલાજ સમજી સુખશાંતિ મેળવવા વલખાં મારે છે અને એ રીતે આશામાં ને આશામાં મરી ફીટે છે, તા પણ તેનુ દરિદ્ર જરા પણુ ટળતુ નથી. જેમ બિચારું ભાળું હરણીયું પેાતાની નાભીમાં ખુબાદાર સુગંધી કસ્તુરી હાવા છતાં તેથી અજાણુ હાઈ તે કસ્તુરી મેળવવા ચારે બાજુ રઝળી રખડીને દુઃખ પામે છે, તેવી રીતે મિથ્યાત્વ અંધકારમાં અટવાયેલ મનુષ્યને સાચું સુખ પાતાના આત્મામાં રહેલું હાવાના ખ્યાલ નહિ હાવાથી તે બહાર દોડધામ કરે છે, પણ તેથી તેા તે સુખ મળવાને બદલે દુઃખની ગર્તામાં ગમડે છે. ઇન્દ્રિયાના વિષયમાં માહિત બનેલ માનવી સભ્યજ્ઞાનરૂપી અક્ષય ખજાનાને સમજી શકતા નથી. તેવા અજ્ઞાન માનવી જ્ઞાનામૃતના ત્યાગ કરીને ઇન્દ્રિયાના સુખમાં રાગાતુર બને છે. ઇન્દ્રિયાના વિષયાની આસક્તિ તેના વિવેકના નાશ કરે છે. ભૌતિક દૃષ્ટિના કારણે તે આત્મિક સુખના અજાણ અને અશ્રદ્ધાવાન હેાય છે, જ્યારે આધ્યાત્મિક દૃષ્ટિ ખુલે ત્યારે માનવ આત્મિક સુખને સત્ય અને શાશ્વત રૂપે સમજી શકે છે. ભૌતિક દૃષ્ટિવાળા આત્મા ઇન્દ્રિયેા માટે સ્વતંત્રતા માગે છે ત્યારે અધ્યાત્મ દૃષ્ટિવાળા આત્મા વિષયેામાંથી સ્વતંત્ર થવા ઈચ્છે છે. એકના પ્રયત્ન સ્થૂલ અને ક્ષણિક માટેના છે, જ્યારે બીજાના ઝૂકાવ સૂક્ષ્મ અને શાશ્વત માટે છે. જગતના સર્વ જીવાના આત્મા સુખ, સમૃદ્ધિ, સામર્થ્ય અને જ્ઞાનના નિરંતર વહેતા નિર્મળ અરેા છે. આ આત્માને ગમે તે નામથી સ`ખાધન કરેા. તેને આત્મા કહે કે ઈશ્વર કહા, પણ તેના અનંત ચતુષ્ક એટલે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવી ની પ્રાપ્તિ એ નિઃશ્રેયસની સિદ્ધિ છે. આપણા વીતરાગ ભગવતાએ એ સિદ્ધિને માટે અનેક માર્ગો બતાવ્યા છે. જીવ આ માર્ગને અનુસાર જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેનામાં કાઈ અલૌકિક આન'ની કળા જાગૃત થતી જાય છે. આજે વિજ્ઞાનના પ્રભાવથી લેાકેા સર્વ શક્તિમાન આત્મસત્તાની ઉપેક્ષા કરી રહ્યા છે, પણ એના સિવાય બીજે કયાંયથી પ્રકાશ મળી શકે તેમ નથી. તે માટે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. જો આત્માને પેાતાની આત્મશક્તિનું ભાન થાય તેા તે જીવા આ લેાકમાં સુખી બને છે અને ક્રમે ક્રમે શાશ્વત સુખને મેળવે છે. આજે જગતમાં બાહ્ય પૌદ્ગલિક સુખ માટે દોડધામ મચી રહી છે, અને તે માટે કઈક વાર દેશ, જાતિ તથા કુળને નહિ છાજતા વના થઈ રહ્યા છે. આધ્યાત્મિક દૃષ્ટિ ચૂકી જઈને ખાદ્ય પદાર્થો દ્વારા થતાં કાલ્પનિક સુખમાં ફસાઈ ગયા છે. આજે એવા સુખની પ્રાપ્તિ માટે દરેક દેશોમાં હાડ લાગી છે પણ એ સુખને સાચું માનવાની ભ્રમણા ભાંગી જાય અને બધાને એમ થાય કે મારે તે માટે થતી મારા આત્મામાં રહેલું સુખ પ્રગટ કરવુ' છે, તેા જ, કેટકેટલી તકરારોના અંત આવી જાય. જમીન અને જોરૂ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy