________________
સ્વ. શ્રી ઈશ્વરલાલ શામળદાસ મોદી સ્વ. શ્રી કાન્તાબેન ઈશ્વરલાલ મોદી પાલડીવાળા
પાલડીવાળા
જેમના મુખ પર સદાયે પ્રસન્નતા પ્રસરી રહેતી, ગરીબો પ્રત્યે જેમના દિલમાં અથાગ કરુણા ભરી હતી. માનવ ધર્મ એજ મહાન ધર્મ છે આપે માનવ જન્મ પામી ખરેખર તેને સાર્થક કર્યો છે. આપે આપની હયાતીમાં લક્ષ્મીનો સદ્દઉપગ કર્યો અને હયાતિબાદ સંપતિનું ટ્રસ્ટ બનાવ્યું. ટ્રસ્ટમાંથી નાના-મોટા દાન અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટના કાર્યકર શ્રી લાલભાઈ કાચવાલા, નવીનભાઈ અને શ્રી કાંતીભાઈ વગેરેએ કર્યો છે. ધન્યવાદ,
આપનું જીવન દાન, દયા, નિખાલસતા, સંતો પ્રત્યેની અપૂર્વ ભક્તિભાવના આદિ ગુણોની સુવાસથી મઘમઘતું હતું. સંપત્તિ મળવા છતાંય સંપત્તિના મેહમાં નહી ફસાતા, તેને ધાર્મિક ક્ષેત્રોમાં સ્વધમ વાત્સલ્યતાના કાર્યોમાં સ૬ઉપયોગ કરી આપે મોદી કુટુંબના નામને ઉજજવળ બનાવ્યું છે. ધન્ય છે. આપને સ્વ. ઇશ્વરલાલ મોદી ને અને નીચે મુજબના ટ્રસ્ટીઓને
લી. આ પનો ગુણાનુરાગી લાલભાઇ. કાચવાળા, નવીનચંદ્ર, કાંતીલાલ રજનીભાઈ અને જયંતીભાઈ